You are here
Home > Articles

મંગળ થઈ રહ્યો છે અસ્ત, આવનાર મહિના સુધીમાં ૧૨ રાશિઓમાં થશે આટલા પરિવર્તનો, જાણો કોને થશે લાભ

મિત્રો, વૈદિક જયોતિષશાસ્ત્ર માં અતિ ઘાતકી ગણાતો મંગળ ગ્રહ ૧૩ જુલાઈ ના રોજ થી કર્ક રાશિ માંથી અસ્ત પામી રહ્યો છે અને ૨૩ ઓકટોબર ના રોજ કર્ક રાશિ માં તેનો ઉદય થવા જઈ રહ્યો છે. અસ્ત પરિસ્થિતિ માં મંગળ ૮ ઓગષ્ટ સુધી સિંહ રાશિ માં વિચરશે અને ૨૫ સપ્ટેમ્બર બાદ કન્યા રાશિ માં તેનું આગમન થશે.

મંગળનો અસ્ત કુદરતી આફતો તરફ ઈશારો કરી રહ્યો છે. વર્ષા તથા ભુસ્ખલન જેવી કુદરતી આપતીઓ ના કારણે આ રાશિઓ પર ખૂબજ ગંભીર પ્રભાવો પડશે તથા ધન હાનિ અને જાન હાનિ ના યોગ પણ સર્જાયેલા છે.

આ લાલાશ પડતો રંગ ધરાવતો મંગળ ગ્રહ જયારે ધરાની સપાટી ની સમકક્ષ આવે ત્યારે તેને ઉદય થયો કહેવાય અને જયારે ઉદય થયા ના ૩૦૦ દિવસ ના સમયગાળા બાદ તે વક્રી બને ત્યાર બાદ ૨ માસ ના સમયગાળા સુધી તે વક્રી રહે ત્યારે આ પરિસ્થિતિ ને તેનો અસ્ત થયો તેમ કહી શકાય.

મેષ :
મંગળ નો અસ્ત થવાના કારણે તમારું સ્વાસ્થ્ય કથળી શકે. અકસ્માત થવાના યોગ સર્જાઈ રહ્યા છે. તમારી રાશિ ના સ્વામી ગ્રહ અસ્ત થઈ રહ્યા છે માટે વાણી પર નિયંત્રણ રાખવું નહિતર વાદ-વિવાદ નું સર્જન થઈ શકે.

વૃષભ :
આ રાશિ જાતકો ના પરિવાર માં ખુશી નો માહોલ પ્રવર્તશે. વ્યવસાય ક્ષેત્રે થોડા ઉતાર-ચઢાવ બની રહેશે. સંતાન તરફ થી શુભ સમાચાર મળી રહેશે. તમારા જીવનમાં આવી રહેલા તમામ। કટો દૂર થશે.

મિથુન :
આ રાશિ જાતકો માટે મંગળ નો અસ્ત લાભદાયી સાબિત થશે. વિદ્ધાર્થીઓ ને અભ્યાસ ક્ષેત્રે અભૂતપુર્વ સફળતા પ્રાપ્ત થશે. નોકરી ક્ષેત્રે ઉન્નતિ થવાના યોગ સર્જાઈ રહ્યા છે.

કર્ક :
મંગળ આ રાશિ માં અસ્ત થતો હોવાના કારણે તમારા માટે આ સમય સાનુકુળ નથી. આવનાર સમય માં તમારે અનેકવિધ સંકટો નો સામનો કરવો પડી શકશે.

સિંહ :
મંગળ નું અસ્ત થવું એ આ રાશિ માટે લાભદાયી સાબિત થશે. વ્યવસાય ને લગતી તમામ સમસ્યાઓ માંથી મુક્તિ મળશે. આર્થિક સ્થિતિ પ્રબળ બનશે.

કન્યા :
મંગળ નું અસ્ત થવું એ આ રાશિ માટે ફાયદાકારક સાબિત થશે. નોકરી અને વ્યવસાય ક્ષેત્રે સંકળાયેલા લોકો ને ધન લાભ થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

તુલા :
મંગળ નું અસ્ત થવાના કારણે આ રાશિ જાતકો પર આર્થિક વિપદાઓ આવી પડશે. સમાજ માં માન-પ્રતિષ્ઠા માં ઘટાડો થશે.

વૃશ્ચિક :
આ રાશિ નો સ્વામી ગ્રહ ગણાતા મંગળ નું અસ્ત થવું તે આ રાશિ માટે કષ્ટદાયી સાબિત થશે. જીવન ભાગદોડભર્યુ બની રહેશે. સ્વાસ્થ્ય કથળી શકે.

ધન :
જો આ રાશિ ના જાતકો સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરી રહ્યા હોય તો તેમને અવશ્ય સફળતા પ્રાપ્ત થશે. તમારી આર્થિક સ્થિતિ મધ્યમ રહેશે.

મકર :
આવનાર સમય માં વાણી પર નિયંત્રણ રાખવું તથા વાદ-વિવાદ થી બચવું નહિતર વૈવાહિક જીવન માં સમસ્યાઓ ઉદભવી શકે.

કુંભ :
મંગળનું અસ્ત થવું એ તમારા માટે લાભદાયી સાબિત થાય છે. તમારા શત્રુઓ પર તમારો વિજય થશે તથા તમારા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે.

મીન :
આ રાશિ જાતકો માટે મંગળ નું અસ્ત થવું એ શુભ સમય લઈને આવી રહ્યો છે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થશે. કૌટુંબિક જીવન સુખમયી બનશે. વ્યાપાર ક્ષેત્રે અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થશે.

Leave a Reply

Top