
મિત્રો, હાલ ફિલ્મી જગતના એક ખૂબ જ પ્રખ્યાત ફિલ્મ નિર્માતાના ઘરમા હાલ કોરોનાની સમસ્યાએ એન્ટ્રી મારી છે. ફિલ્મ નિર્માતા બોની કપૂરના ઘરમા હાલ કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ છે. તેમના ઘરમા કાર્ય કરતા નોકર “ચરણ સાહુ” નુ સ્વાસ્થ્ય એકાએક ખરાબ થયુ હતુ, જેથી તેનો કોવિડ-૧૯ ટેસ્ટ કરાવવા મા આવ્યો અને હાલ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ પ્રેસ રિલીઝ દ્વારા આ માહિતી મીડિયાને આપવામા આવી હતી.
ચરણ સાહુ એ વર્ષોથી બોની કપૂરના ઘરમા કાર્ય કરે છે અને વર્ષોથી તેમની સાથે જ રહે છે. બોની કપૂરનુ ઘર લોખંડવાલા કોમ્પલેક્સમા ગ્રીન એકર્સ સોસાયટીમા છે. શનિવારના રોજ ચરણનુ સ્વાસ્થ્ય કથળતા તુરંત તેનો કોવિડ-૧૯ ટેસ્ટ કરાવવામા આવ્યો હતો. જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે ખબર પડી કે તે કોરોના પોઝિટિવ છે. આ અંગે જાણ થતા જ તાત્કાલીક કપૂર પરિવારે તેમની સોસાયટીના અધિકારીઓ અને બી.એમ.સી.ને આ માહિતી મોકલી હતી. ત્યારબાદ બી.એમ.સી. એ તેને ક્વોરન્ટાઇન સેન્ટરમા મોકલી દીધો હતો.
એવુ શક્ય બની શકે છે કે, ઘરમા રહેતા કપૂર પરિવારના અન્ય સદસ્યો પણ કોરોનાની સમસ્યાથી સંક્રમિત હોય શકે છે. એવામા પ્રશ્ન એવો હતો કે, તેમણે તેમનો કોવિડ-૧૯ ટેસ્ટ કેમ કરાવ્યો નથી પરંતુ, આ અંગે બોની કપૂર હાલ એવુ જણાવી રહ્યા છે કે, મારા અને મારા સંતાનો તથા ઘરના અન્ય સભ્યોમા હાલ કોરોનાની સમસ્યાના કોઈપણ પ્રકારના લક્ષણો દેખાતા નથી. અમે બધા તંદુરસ્ત છીએ અને લોકડાઉન લાગવ્યા બાદથી અમે અમારા ઘરમા કેદ છીએ.
આ સિવાય પ્રેસ રિલીઝ દરમિયાન ફિલ્મ નિર્માતા બોની કપૂરે મહારાષ્ટ્ર સરકાર અને બી.એમ.સી. નો આભાર માન્યો હતો કે તમેણે તત્કાલ એક્શન લીધા અને ચરણ સાહુને સમયસર કવોરોન્ટાઈન સેન્ટરમા પહોંચાડ્યો. અમે હાલ મેડિકલ ટીમ દ્વારા આપવામા આવેલા સૂચનો અને સલાહનુ સંપૂર્ણ નિષ્ઠાથી પાલન કરીશું. અમને વિશ્વાસ છે કે, ચરણ થોડા જ સમયમા સ્વસ્થ થઈને ઘરે પરત આવી જશે.