You are here
Home > News >

માસ્ક ની ખરીદી પાછળ ખોટા ખર્ચા કરતા પહેલા જરૂર થી જાણીલો આ સત્યતા, સરકાર દ્વારા આપવામા આવી છે આ સલાહ…

કાળ જેવા કોરોનાથી બચવા માટે હાલ કોઈ રસી ઉપલબ્ધ ના હોવાથી માસ્ક અને સોશિયલ ડિસ્ટંસ સૌથી સારો અને સરળ વિકલ્પ છે. લોકો જુદા-જુદા પ્રકારના માસ્ક પહેરીને કોરોનાથી બચવા માટે ના પ્રયાસ કરતા રહે છે. જેમાં ફિલ્ટર તેમજ વાલવાળા માસ્કનો વપરાસ પણ ઘણાબધા લોકો કરે છે. પણ આ મહામારીને રોકવા માટે વાલવાળા N-95 માસ્ક થી પણ ૨રૂપિયાનું માસ્ક વધુ ફાયદાકારક નીકળે છે. તેથી જ સરકારે વાલવાળા માસ્ક પેરવા ની લોકોને મનાય કરી છે.

આખા વિશ્વમાં કોરોના વાયરસ એ ત્રાહિમામ મચાવ્યો છે. તેના ચેપથી બચવા માટે કોઈ વેક્સીન. પણ હાલમાં ઉપલબ્ધ નથી. તેના ચેપથી બચવા માટે માસ્ક જ સૌથી સરળ ઉપાય છે. કોરોના સામે રક્ષણ મેળવવા માટે લોકો અનેક પ્રકારના ફિલ્ટર અથવા વાલવાળા માસ્કનો ઉપયોગ કરતા હોય છે. જો કે, આરોગ્ય વિભાગ ના કેવા મુજબ આવા માસ્ક કોરોનાગ્રસ્ત માણસ પહેરે તો કીટાણુંઓ સામે જોઈતું રક્ષણ આપતાં નથી, તેથી આવાં માસ્ક પેરવા એ સારી બાબત નથી.

તેવો માસ્ક મામલે રાજ્ય સરકારે તમામ વિભાગોને લેખિત માં જણાવ્યું છે. જેમાં ફિલ્ટર કે વાલવાળા માસ્ક પહેરવાનુની મનાય કરવા માં આવી છે.આ પાછળનું કારણ એવું છે કે તેવા માસ્ક કોરોના સામે રક્ષા નથી આપી શકતા. તેથી સાદા (જે અમૂલ ડેરીના પાર્લર પર 2 રૂપિયામાં મળી રહે છે) તેમજ કાપડના માસ્કનો વપરાસ કરવો જોઈએ અને કાપડના માસ્કને પણ રોજ પાંચ મિનિટ સુધી ઊકળતા પાણીમાં ધોવા ખુબ જરુરી છે.

મિત્રો શરૂઆત થી જ એવું માનવામાં આવતું હતું કે, N-૯૫ માસ્ક તે સૌથી સલામત છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે વાલવાળા તેમજ N-95 માસ્ક તેની સામે પુરતું રક્ષણ આપતા નથી. તે પછી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે પણ આને લગતું માર્ગદર્શન જાહેર કર્યું હતું. નિષ્ણાતોએ ઘરે સુતરાઉ કાપડના ૨-૩ લેયર માસ્ક પેરવા સલામત જાહેર કર્યા છે.તેનો ઉપયોગ ધોઈને કરી ફરીથી શકાય છે. પરંતુ, વારંવાર તેનો ઉપયોગ કરી શકાતો નથી.

આ મહામારી થી બચવા માટે તમે જ્યારે પણ બહાર નીકળો ત્યારે અવશ્ય માસ્ક પહેરો, બાહરથી આવીને સાબુથી હાથ ધોવા, સેનિટાઇઝરનો પણ વાપરો તો ચોક્કસ તમે પોતે અને પરિવારને કોરોનાથી બચાવી શકશો. વાલ અને ફિલ્ટરવાળાં માસ્ક ને માણસો વપરાસના કરે તે માટે જાગૃતિ ફેલાય તેથી આરોગ્ય વિભાગ અને કોર્પોરેશન તરફથી પ્રયાસો હાથ લેવા માં આવી રહ્યા છે, તેથી પબલિકને પણ સાવધાની રાખીને આવાં માસ્કનો ઉપયોગ ટાળવા વિનંતી કરવામાં આવી છે.

Leave a Reply

Top