You are here
Home > Articles >

માતા-પિતાએ સંતાનો માટે કરેલ કાર્યનુ ઋણ સંતાન ક્યારેય ચૂકવી શકતા નથી- વાચો એક સત્ય બનાવ

વાત શરૂ થાય છે ગામ ના સિમાડે થી. ગામડા ની સીમ મા એક મોટી ગાડી અને અન્ય ત્રણ ગાડી ઊભી. મોટી ગાડી મા થી એક મોટા વેપારી જેવો માણસ ઊતર્યો. એક હાથ મા ફોન હતો અને ફોન ન લાગવા થી ફોન ને ખીસ્સા મા મુક્યો અને એક પાન ની કેબીન પાસે જઈ ને ભવાન કરમશી ના ઘર નુ સરનામુ પુછ્યુ. પાન ની કેબીન વાળા ભાઈ એ કહ્યુ કે હા પણ આ ગામ મા ક્યા ભવાન ભાઈ ? પેલો માણસ બોલ્યો કે જેનો દીકરો ડૉક્ટર છે એને ત્યા જવુ.

પાન ની કેબીન વાળાએ કહ્યુ કે હા ભવાન ભીંડી ને ત્યા. હા હા અને પછી કઈ રીતે ત્યા જવૂ એ કહ્યુ અને ન મળે તો ગમે એ માણસ ને પૂછજો એ બતાવી દેશે. ગાડીઓ જતા જ કેબીન વાળો બોલ્યો કે આ લોકો ને ત્યા શુ કામ હશે? તેના ઘર ની આસપાસ તો કોઈ ફરકતુ પણ નથી. એટલા મા જ બાજુ મા બેસી જૂનુ છાપુ વાચતો એક વ્યક્તિ બોલ્યો કે એના દીકરા ની સગાઈ નક્કી કરવા સુરત થી આવ્યા છે અને દીકરી ડૉક્ટર છે.

ત્યારે પાન ની કેબિન વાળો બોલ્યો કે એ બધુ તેના દીકરા ને લીધે જ છે નકર તો આખુ ગામ એને ઓળખે જ છે. ક્યારે પણ કોઈ ને ચા નહી, ઘરે કોઈ પણ કથા કે પુજા નહી, કોઈ દીવસ પૈસા નુ દાન પણ નહી. આ તો એનો છોકરો ડૉક્ટર છે અટલે સંબંધ થઈ ગયો. આ સાંભળી ને પેલો માણસ ફરી બોલ્યો કે તેનો દીકરો તો એકાદ વર્ષ થી ડૉક્ટર બન્યો એની પહેલા તો તેની ત્રણ છોકરીઓ ને પરણાવી.

એની જીવનશૈલી ખુબ જ સારી છે. એ કોઈ પાસે માગતો નથી અને કોઈ ને આપતો પણ નથી. એ એની રીતે જીવે છે. બિજાઓ નિ જેમ એ કોઈને ઠગતો નથી. આખા ગામ ને એમા શુ બળતરા થાય છે. એટલા મા કેબીન વાળો બોલ્યો કે છોકરીઓ ની ઘટ્ટ છે અટલે લગ્ન થઈ જાય નકર એમ ને એમ રયે. હવે છોકરા નો વારો છે. શુ થાય એ જોઈએ.

આ ગામ નુ એક પાત્ર એટલે ભવાન કરમશી. તે એટલો બધો લોભિયો કે આખુ ગામ એને ભવાન ‘ભીંડી’ તરીકે જાણે કેમ કે ભીંડૉ પણ ખુબ જ ચીકણો હોય. બાળપણ મા તે ખુબ જ ગરીબ અને તેના માતા-પિતા ના અવસાન બાદ મળેલ ચાર વિઘા મા ખેતી કરતો. ધીમે ધીમે તેણે સંસાર શરૂ કર્યો. પોતે પોતાની રીતે જ છોકરી જોવા ગયેલ અને સંબંધ નક્કી કરેલ. જે લોકો બોલાવવા ની રાહ જોઈ રહ્યા હતા એના અરમાનો પર પાણી ફેરવી દીધુ.

કાઠિયાવાડ મા એક બીજા પર ખોટા ખાર ની પરંપરા હોય કે તમે અમારા લગ્ન મા નોતા આવ્યા અટલે અમે પણ નહી આવીએ. તેની પત્નિ પણ તેના જેવા જ સ્વભાવ ની હતી. ખોટા કઈ ખરચ નહી. પોતે ખેતી સાથે હિરા પણ ઘસતો અને તેણે પોતાની પત્નિ ને પણ શીખવ્યુ. ગામ મા કોઈ પણ તહેવાર ની ઊજવણી હોય તો પણ તે બંને કામ કરતા.

તેના ઘરે સંતાનો મા ત્રણ દીકરી અને એક દીકરો. એમા દીકરીઓ મોટી અને દીકરો નાનો. દીકરીઓ પણ સાત ધોરણ અભ્યાસ કરી ને હિરા ઘસવા લાગી. નાના દીકરા કિશોરએ આગળ અભ્યાસ ચાલુ રાખ્યો ધીમે-ધીમે બધી દીકરીઓ ના લગ્ન કર્યા. બીજી દિકરી ના લગ્ન સમયે આખા ગામે નક્કી કર્યુ કે ભવાન કથા કરે તો જ આપણે જવા નુ અને કામ કરવા નુ.

આ વાત ની જાણ ભવાન ને થઈ અને તેને બીજા ગામ મા થી રસોઈયા બોલાવ્યા. આખુ ગામ જોતુ રહી ગયુ. બધા ને એમ કે ભવાન બધા ને જમવા માટે મનાવશે. પણ ભવાન એ કઈ કર્યુ જ નહી. ભુખ લાગતા બધા એ જમી લીધુ. આમ ત્રીજી દીકરી ના પણ લગ્ન થઈ ગયા. હવે વાત હતી દીકરા ના લગ્ન ની. કાઠિયાવાડ મા લગ્ન તોડાવનાર ગામેગામ હોય જ છે. કાંઈ પણ કહી ને લગ્ન મા અડચણ ઊભી તો કરે જ.

ધોરણ ૧૨ મા વિજ્ઞાન પ્રવાહ મા સારૂ પરીણામ લાવ્યો અને તે સરકારી કોલેજ મા થોડા જ ગુણ માટે રહી ગયો. હવે એને ખાનગી કોલેજ મા જ જવા નુ રહ્યુ અને તેનો ખરચ પણ વધારે આવે. હિસાબ કરતા ચાર લાખ ઘટ્યા. દીકરાએ કીધુ કે જમીન વેચી નાખો. આ સાંભળી ભવાન બોલ્યો કે પછી અમે શુ કરશુ. તું એક કામ કર આયુર્વેદિક મા જા.

ત્યારે કીશોર થી ગુસ્સા મા બોલાય ગયુ કે અમથા તમને આખુ ગામ ભીંડી નથી કહેતુ. આ વાત સાંભળિને ભવાન ની આંખ મા આંસુ આવી ગયા અને ભવાન એ કહ્યુ કે હુ થોડા જ દીવસ મા પૈસા લઈ ને આવુ છુ. કિશોર ને એડમીશન મળી ગયુ અને તે ગામ મા થી પહેલો ડૉક્ટર બન્યો. ભવાન ની પત્નિએ પૂછ્યુ કે આટલા બધા પૈસા ક્યા થી લાવ્યા? ભવાન એ એને કઈ કહ્યુ જ નહી.

આમ ધીમે-ધીમે કિશોર આગળ વદ્યો અને સંગીતા નામ ની છોકરી સાથે પ્રેમ મા પડ્યો. જેના પિતા સુરત ના મોટા વેપારી હતા. બધા ની મરજી થી લગ્ન નક્કી થયા. સંગિતા એક ની એક દીકરી હતી. બંને ના લગ્ન કરાવ્યા બાદ ભવાન અને તેની પત્નિ બધા જ સાથે રહેતા હતા.પણ ભવાન તેના સ્વભાવ મા પરીવર્તન ન લાવી શક્યો.

થોડા સમય સાથે રહ્યા બાદ ભવાન અને તેની પત્નિ ગામડે પરત ફર્યા. ત્યાં તેની તબીયત લથડી અને તેને મગજ મા તાવ ચડ્યો. કિશોર આવી ને તેને પોતાના દવાખાને લઈ ગયો અને ત્યા સારવાર કરી. રીપોર્ટ આવ્યા ત્યારે સંગીતા જોર થી બોલી કે જુઓ તો રીપોર્ટ. રીપોર્ટ મા ફક્ત એક જ દેખાતી કીડની હતી. કિશોરે પૂછતા ભવાન બોલ્યો કે એ કીડની વેચી ને પોતે ઘટતા ચાર લાખ રૂપીયા લાવ્યો હતો.

તે જ દીવસ ની રાતે ભવાન નુ અવસાન થાય છે. બધા ખુબ જ રડે છે. આખા ગામ ની આંખો મા પણ આસૂ હતા. ઘણીવાર માતા-પિતા એ કરેલ ત્યાગ ની ખબર પાછળ થી જ થાય છે.

Leave a Reply

Top