You are here
Home > Health >

માથું દુખવો અથવા તો સાંધા નો દુખાવો આવા તમામ રોગો મા ઘણો ઉપયોગી છે આ કલૌજી, મળશે બીજા અન્ય ઘણા ફાયદાઓ

મિત્રો, આયુર્વેદ મા અનેક પ્રકાર ની પ્રાકૃતિક વસ્તુઓ સમાવિષ્ટ છે, જે તમને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી સમસ્યા ને કોઈપણ પ્રકારની આડઅસર વિના દૂર કરવામા સહાયરૂપ બને છે, આ પ્રાકૃતિક વસ્તુઓ માની એક વસ્તુ છે કલૌજી. આયુર્વેદિક ગુણતત્વો થી પરિપૂર્ણ કલૌજી મા કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ઓમેગા, ફેટી એસિડ્સ અને એન્ટિ હિસ્ટામાઇન જેવાં ગુણતત્વો સમાવિષ્ટ હોય છે, જે તમને અસ્થમા જેવી સમસ્યા થી લઇ ને તમારા બ્લડસુગર ના સ્તર ને નિયંત્રણ મા રાખવામા સહાયરૂપ બને છે.

આ ઉપરાંત, તે વજન ઘટાડવા મા પણ સહાયરૂપ બને છે. સૌપ્રથમ કલૌજી ના બીજ ને ક્રશ કરીને તેને હુંફાળા દૂધ મા મિકસ કરીને ત્યારબાદ તેનું સેવન કરવું. જો તમે ચાહો, તો તેનો ઉકાળો બનાવીને પણ સેવન કરી શકો છો. અસ્થમા ની સમસ્યા થી રાહત મેળવવા માટે, તમે કલૌજી ના ઓઇલ નો ઉપયોગ મધ સાથે પણ કરી શકો છો. આ ઉપરાંત તમે દાળ, શાક અને રોટલી મા પણ કલૌજી નો ઉપયોગ કરી શકો છો. તો ચાલો હવે અમે તમને જણાવીએ કે, કલૌજી થી પ્રાપ્ત થતાં અમુક જબરદસ્ત લાભો.

બ્લડ શુગર નિયંત્રણ મા રહે :

જો તમે ડાયાબિટીસ ની સમસ્યા થી પીડાતા હોવ , તો કલૌજી ના બીજ તમારા માટે વરદાનરૂપ સાબિત થઈ શકે. નિયમિત વહેલી પરોઢે ૧ કપ બ્લેક ટી મા ૧/૨ ચમચી કલૌજી નું ઓઇલ મિક્સ કરી તેનું સેવન કરવું. તે તમારા બ્લડ શુગર ના સ્તર ને નિયંત્રણ મા રાખશે.

લીવર ડિટોક્સ થાય :

કલૌજી ની સકારાત્મક અસરો તથા એન્ટીઓકિસડન્ટ ગુણતત્વો માત્ર લીવર જ નહીં પરંતુ, સમગ્ર શરીર ને ડિટોક્સ કરે છે. તે કિડની ના ચેપ ના જોખમ ને પણ ઓછું કરે છે. તમે નિયમિત પાણી મા ઉકાળી અને તેનું સેવન કરી શકો છો.

સરદર્દ મા રાહત અપાવે :

સરદર્દ ની સમસ્યા માંથી મુક્તિ મેળવવા માટે કલૌજી ના ઉકાળા નું સેવન કરવું અથવા ઓઈલ થી માલિશ કરવી. જેના થી તમને તુરંત રાહત મળશે.

અસ્થમા ના નિદાન માટે કલૌજી અસરકારક :

અસ્થમા ની સમસ્યા ને દૂર કરવા માટે અનેકવિધ મેડિસિન છે પરંતુ, તેમની આડઅસર પણ વધુ છે. આ પરિસ્થિતિમા તમે કલૌજી ના બીજ થી અસ્થમા ની સમસ્યા નું નિદાન કરી શકો છો. તેમાં સમાવિષ્ટ થાઇમોક્વિનોન અસ્થમા ના લક્ષણો ને નિયંત્રણ માં રાખે છે.

શરદી-ઉધરસ કફ મા રાહત :

૧ /૨ ચમચી કલૌજી, આદુ નો રસ અને અને ૧ ચમચી મધ મિક્સ કરીને દિવસ મા બે વખત તેનું સેવન કરવું. તે શરદી, કફ, અને લાંબી ઉધરસ મા રાહત અપાવશે.

સાંધા નો દર્દ દૂર થાય :

કલૌજી ના તેલ થી માલિશ કરવાથી તમારા સાંધા, ઘૂંટણ, કમરદર્દ અને માંસપેશીઓ વગેરે ની સમસ્યાઓ દૂર થશે.

વજન ઘટાડવું :

વહેલી પરોઢે ભૂખ્યાં પેટે ૧ ચમચી કલૌજી ના તેલ નું નવશેકા પાણી સાથે સેવન કરવામાં આવે તો તેના થી મેટાબોલિઝમ મા વૃધ્ધિ થશે અને વજન ઘટાડવામા પણ સહાયરૂપ બનશે.

હૃદય સાથે સંકળાયેલ સમસ્યા માંથી મુક્તિ મળે :

નિયમિત કલૌજી નુ ૧ ચમચી તેલ અને દૂધ મિકસ કરી ને નિયમિત તેનું સેવન કરવામાં આવે તો હ્રદય ના હુમલા નું જોખમ ઘટી જાય છે. આ સાથે કોલેસ્ટરોલ પણ નિયંત્રણ માં રહે છે, જેથી તમે હ્રદય સાથે સંકળાયેલ સમસ્યાઓ થી રક્ષણ મેળવી શકો.

નેત્રો માટે લાભદાયી :

૧ ગ્લાસ ગાજર ના રસ મા કલૌજી તેલ ના ૧૦ ટીપાં ઉમેરીને ને તેનું સેવન કરવાથી નેત્રો નું તેજ વધે છે. આ ઉપરાંત તેના થી નેત્રો મા સોજો, દર્દ અને ઇન્ફેક્શન જેવી સમસ્યા માંથી પણ મુક્તિ મળે છે.

ખીલ ની સમસ્યા :

ખીલ ની સમસ્યા થી બધા જ લોકો પીડાય છે. લીંબુ ના રસ મા કલૌજી નું તેલ ઉમેરી ને નિયમિત સ્કિન પર માલિશ કરવામા આવે તો તેના થી પિમ્પલ્સ તો દૂર થશે જ પરંતુ, સાથોસાથ તેના ડાઘ થી પણ મુક્તિ પ્રાપ્ત થશે.

 

વાળ ખરવા ની સમસ્યા :

વર્તમાન સમય મા દરેક સ્ત્રી આ વાળ ખરવાની સમસ્યા થી પીડાય છે. જો તમે પણ આ સમસ્યા થી પીડાતા હોવ , તો પછી તમે કલૌજી અને મેથી ના દાણા ની પેસ્ટ મા કોકોનટ ઓઇલ ઉમેરી ને લગાવી શકો છો. જેથી તમારાં વાળ ખરતા અટકે છે.

Leave a Reply

Top