
મિત્રો, મોટેભાગે લોકો વજન મા વૃદ્ધિ થાય એટલે સૌપ્રથમ તો તેમના ડાઈટ પ્લાન મા ધરખમ પરિવર્તનો કરે છે અને વજન ઘટાડવા માટે એક નવો ડાયટ પ્લાન બનાવે અને તેને અનુસરે છે. સમતોલ આહાર લેવાથી અને તેનું સેવન કરવાથી શરીર માં રહેલી વધારા ની ચરબી માં ઘટાડો થાય છે અને વજન પણ નિયંત્રણ માં રહે છે. જો તમે તમારા વજન ને નિયંત્રણ મા રાખવા ઈચ્છતા હોવ તો તેના માટે ડાઈટ પ્લાન એક અગત્ય નો ભાગ ભજવે છે.
જે લોકો ની આહાર ગ્રહણ કરવાની શૈલી અસ્તવ્યસ્ત હોય છે તેમનું વજન દિન-પ્રતિદિન વધતું જ જાય છે અને તેમના શરીર મા ચરબી ના થર જામતા જ રહે છે. જો તમે વધુ પડતો વજન ધરાવો છો અને વહેલી તકે તમારું વજન ઘટાડવા ઈચ્છો છો તો આજે આ લેખ માં વજન ઘટાડવા માટે જે ડાઈટ પ્લાન બતાવ્યો છે તેને ફક્ત એકવાર અનુસરો અને પછી જુઓ તેની અસર. આ ડાયટ પ્લાન ને અનુસરવાથી તમે ટૂંક સમય માં જ તમારું વજન નિયંત્રણ માં લાવી શકશો અને મોટાપા ની સમસ્યા માંથી મુક્તિ મેળવી શકશો.
વજન નિયંત્રણ માં લાવવા માટે નો ડાઈટ પ્લાન :
કેલરી થી ભરપુર આહાર નું સેવન કરવાથી વજન માં વૃદ્ધિ થાય છે. તેથી તે વાત ખૂબ જ અગત્ય ની છે કે તમે જે આહાર નું સેવન કરો છો તેમાં કેલરી નું પ્રમાણ ખુબ જ નિમ્ન હોય. વજન નિયંત્રણ માં લાવવા માટે તેવા જ ભોજન નો તમારા દૈનિક આહાર માં સમાવેશ કરો કે જેમાં કેલરી નું પ્રમાણ ખુબ જ નિમ્ન હોય. વજન ને નિયંત્રણ માં લાવવા માટે ના આ ડાઈટ પ્લાન ને એક વીક સુધી અનુસરવું.
પ્રથમ વીક માટે નો ડાયટ પ્લાન :
વહેલી પરોઢે ઉઠીને સૌપ્રથમ એક બાઉલ મેથી ના પાણી નું સેવન કરવું. ત્યારબાદ ૮:૩૦ કલાક સુધીમાં બ્રેકફાસ્ટ કરી લેવો. બ્રેકફાસ્ટ માં સૌપ્રથમ ચાર બદામ નું સેવન કરવું. બદામ નું સેવન કાર્ય બાદ ૩ ઇડલી અને ૧ વાટકી સાંભર નું સેવન કરવું. ત્યારબાદ તમે ૧ કપ ગ્રીન ટી નું પણ સેવન કરી શકો છો. ત્યારબાદ ૧૦:૦૦ વાગ્યા થી લઈને ૧૦:૩૦ સુધીમાં મલાઈવાળું દૂધ અથવા તો ૧ ગ્લાસ જ્યુસ નું સેવન કરવું. ત્યારબાદ બપોરે ૧:૦૦ વાગ્યા સુધી માં ભોજન ગ્રહણ કરી લેવું અને ભોજન માં ફક્ત ૩ રોટલી, ૧ બાઉલ દાળ, મિકસ સબ્જી અને કચુંબર લો.
જો તમે ઇચ્છો તો તમે એક બાઉલ દહી નું પણ સેવન કરી શકો છો. સંધ્યા સમયે ૪ વાગ્યે ૧ બાઉલ અંકુરિત મગ અથવા સલાડ નું સેવન કરવું. ત્યારબાદ ૭:૩૦ વાગ્યે રાત્રી નું ભોજન ગ્રહણ કરવું અને તેમાં ૩ રોટલી, ૧/૨ વાટકી દાળ, ૧/૨ વાટકી દહી અને ૧ વાટકી કચુંબર નું સેવન કરવું , આ સિવાય સૂતા પૂર્વે ૧ ગ્લાસ દૂધ નું સેવન કરવું. આ દૂધમાં ખાંડ ઉમેરવી.
બીજા વીક માટે નો ડાયટ પ્લાન :
પરોઢે ૭:૩૦ વાગ્યા સુધી માં એક બાઉલ મેથી ના પાણી નું સેવન કરવું. ત્યારબાદ ૮:૩૦ વાગ્યે બ્રેકફાસ્ટ કરવો અને બ્રેકફાસ્ટ માં ૧ કપ ગ્રીન ટી, ૪ બદામ, ઈંડા અને બ્રાઉન બ્રેડ નું સેવન કરવું. ત્યારબાદ ૧૦:૩૦ વાગ્યે મોસંબી ના જ્યુસ નું સેવન કરવું. ત્યારબાદ બપોરે ૧ વાગ્યે ભોજનગ્રહણ કરવું અને તેમાં ૩ રોટલી, ૧ બાઉલ રાઈસ, સબ્જી, કચુંબર અને ૧ બાઉલ દહીં નું સેવન કરવું. સંધ્યા સમયે ૪:૦૦ વાગ્યે નાળિયેર નું પાણી , દ્રાક્ષ અથવા તો તરબૂચ નું સેવન કરવું.
ત્યારબાદ રાત્રે ૭:૩૦ વાગ્યે ૨ રોટલી, ૧ બાઉલ દાળ અને સબ્જી નું સેવન કરવું અને રાત્રે સૂતા પૂર્વે મલાઈ વાળા દૂધ નું સેવન કરવું. બીજા વીક માં તમે ફરક જોયો હશે કે શરીર માં રહેલી વધારાની ચરબી ધીમે-ધીમે ઘટવા માંડી હશે. આ ડાઈટ પ્લાન માં કેલરીનું સેવન મધ્યમ હશે. હવે, આપણે ત્રીજા વીક ના ડાયટ પ્લાન અંગે માહિતી મેળવીશું અને જોશું કે તેમાં શું તફાવત છે?
ત્રીજા વીક માટે નો ડાયટ પ્લાન :
સૌપ્રથમ પરોઢે ઉઠીને ભૂખ્યા પેટે ૭:૩૦ કલાકે ૧ ગ્લાસ લીંબુના પાણીનું સેવન કરવું. ત્યારબાદ ૮:૩૦ વાગ્યા સુધીમાં બ્રેકફાસ્ટ કરી લેવો આ સવારના બ્રેકફાસ્ટ માં તમે ૧ વાટકી દાળિયા, ગ્રીન ટી અને ૪ બદામ નું સેવન કરી શકો છો. ત્યારબાદ ૧૦:૩૦ વાગ્યે બાફેલા ઇંડા અને ફળો ના રસ નું સેવન કરી શકો છો.
ત્યારબાદ બપોરે ૧ વાગ્યે ૧ રોટલી, ૧ બાઉલ રાઈસ, ૧ વાટકી દાળ અથવા સબ્જી, એક બાઉલ કચુંબર અને એક બાઉલ દહીં નું સેવન કરવું. ત્યારબાદ સંધ્યા સમયે ૪ વાગ્યે ૧ કપ ગ્રીન ટી અને બિસ્કિટ નું સેવન કરવું. ત્યાર બાદ રાત્રી ના ૭:૩૦ વાગ્યે ૩ રોટલી, ૧/૨ વાટકી દાળ, સબ્જી અને કચુંબર નું સેવન કરવું. સૂતા પૂર્વે ૧ ગ્લાસ ગરમ દૂધ નું સેવન કરવું. ત્રીજા વીક માં આ મુજબ ભોજન ગ્રહણ કરવાથી વજન નિયંત્રણ માં લાવી શકાય છે અને શરીર ઉર્જામય બની રહેશે.
ચોથા વીક માટે નો ડાયટ પ્લાન :
સૌથી પહેલા પરોઢે ૭:૩૦ વાગ્યે ૧ ગ્લાસ લીંબુના પાણીનું સેવન કરવું. ત્યારબાદ ૮:૩૦ વાગ્યે બ્રેકફાસ્ટ કરો અને બ્રેકફાસ્ટ મા ઉપમા , ગ્રીન ટી અથવા દૂધ અને ૪ બદામ નું સેવન કરવું. ત્યારબાદ ૧૦:૩૦ વાગ્યે ફળ અથવા તો ફળો ના રસ નું સેવન કરવું. ત્યારબાદ બપોરે ૧ વાગ્યે ૩ રોટલી, સબ્જી,૧ બાઉલ દાળ, ૧/૨ બાઉલ કચુંબર અને ૧/૨ બાઉલ દહીં નું સેવન કરવું. ત્યારબાદ સંધ્યા સમયે ૪ વાગ્યે ૧ કપ ગ્રીન ટી અને બિસ્કિટ નું સેવન કરવું.
ત્યાર બાદ રાત્રે ૭:૩૦ વાગ્યે ૩ રોટલી, ૧/૨ બાઉલ દાળ, સબ્જી અને કચુંબર નું સેવન કરી લો અને સૂતા પૂર્વે એક કપ ગરમ દૂધ નું સેવન કરવું. આ વજન નિયંત્રણ માં લાવવા ના ડાયટ પ્લાન ને ત્યાં સુધી અનુસરવું કે જ્યાં સુધી તમે તમારું ઈચ્છિત વજન પ્રાપ્ત ના કરી લ્યો. વજન નિયંત્રણ માં લાવવા માટે આ ડાયટ પ્લાન અત્યંત અસરકારક સાબિત થાય છે અને ટુંક સમય માં જ તમારું વજન નિયંત્રણ માં આવી જશે. આ ડાયટ પ્લાન ની સાથોસાથ નીચે દર્શાવેલી બાબતો અંગે પણ વિશેષ કાળજી રાખવી.
યોગ્ય ભોજન ગ્રહણ કરવાની સાથે તમારે યોગ પણ કરવો જોઈએ. કારણ કે, યોગ કરવાથી પણ તમારા વજન માં ઘટાડો થઈ શકે છે. જો તમને યોગ ના ગમતો હોય તો તમે જીમ મા પણ જઈ શકો છો. આ ઉપરાંત તીખું-તળેલું અને બહાર ના ભોજન ને બને ત્યાં સુધી ટાળવું. ઘર માં બનાવવા માં આવતી ખાવાની ચીજવસ્તુઓ માં તેલ અથવા ઘી આવશ્યકતા મુજબ જ વાપરવું.
ફ્રેન્ચફ્રાઈસ, ચિપ્સ, કોલ્ડડ્રિંક્સ, મીઠાઈ અને ખીર વગેરે જેવી ચીજવસ્તુઓ નું સેવન બને ત્યાં સુધી ટાળવું. કારણકે, આ બધી વસ્તુઓ નું સેવન આપણા વજન માં વધારા પાછળ કારણભૂત બની શકે છે. આખા દિવસ દરમિયાન બને તેટલું વધારે પાણી નું સેવન કરવું અને કાર્ય અંગે જરાપણ તણાવ ના લેવું.