You are here
Home > Health >

માત્ર એક જ માસ મા પેટ અંદર કરવા, અપનાવો પોપૈયા નો આ ડાયટ પ્લાન

મિત્રો, વજન મા વધારો થવો જેટલો સરળ છે, વજન ઘટાડવો એટલો જ કપરો બની જાય છે. વજન ને નિયંત્રણ મા લાવવા માટે અનેક પ્રકાર ના વ્યાયામ કરવા પડે છે અને યોગ્ય ડાયટ પ્લાન બનાવીને તેને અનુસરવું પડે છે. જો તમે હાલ વર્તમાન સમયમાં વજન ઘટાડવાના માટે પ્રયત્ન કરો છો તો તમારા ડાયટ પ્લાનમા પપૈયું અવશ્યપણે ઉમેરો. પપૈયા નું સેવન કરવાથી તમારા શરીર મા જામી ગયેલું કોલેસ્ટ્રોલ અને ચરબી નું પ્રમાણ ઘટી જાય છે અને વજન એક માસ ના સમયગાળા ની અંદર ઘટવા માંડે છે.

પપૈયું કઈ રીતે વજન ઘટાડવા મદદરૂપ થાય છે :

પપૈયા માં અનેક પ્રકારના વિશિષ્ટ તત્વો જોવા મળે છે જે તમારા શરીરની અંદર જામી ગયેલી ચરબીને ઘટાડવા માટે ઉપયોગી છે. તેના સિવાય પપૈયા નું સેવન પાચનક્રિયા ને પણ મજબૂત બનાવે છે અને ભૂખ પણ નિયંત્રણ માં રહે છે. પપૈયાની માફક જ પપૈયા નું બીજ પણ વજન નિયંત્રણમાં લેવા માટે સહાયરૂપ બને છે.

તેનું સેવન કરવાથી શરીર માં સમાવિષ્ટ ઝેરી તત્વો પણ શરીરની બહાર કાઢી લે છે અને મેટાબોલિઝમ પણ નિયંત્રણ માં રહે છે. પપૈયા પર કરેલા અમુક અભ્યાસ અનુસાર જાણવા મળ્યું છે કે પપૈયા નું સેવન કરવાથી પેટમાં ચરબી નું પ્રમાણ ઘટી જાય છે અને પેટ સાથે સંકળાયેલ અનેકવિધ બીમારીઓ નું નિદાન પણ થઈ શકે છે.

આ પ્રમાણે કરવું પપૈયાનું સેવન :

જો તમે તમારું વજન નિયંત્રણ મા રાખવા ઇચ્છતા હોવ તો નિયમિત પપૈયા નું સેવન કરવું. આ પપૈયા નું સેવન કરવાથી તમારી ભૂખ કંટ્રોલમાં મા રહશે અને તમે વધુ પડતા ભોજન ના સેવન થી પણ બચી શકશો. વળી, પપૈયાંનું સેવન કેવી રીતે કરવું અને તે માટે ડાયટ પ્લાન શું બનાવવો તે વિશે ની સંપૂર્ણ માહિતી આ પ્રમાણે છે.

પોપૈયા ને સમાવેશ કરો તમારા ડાયટ પ્લાનમા:

પરોઢ ના સમયે બ્રેકફાસ્ટ મા દૂધ સાથે એક વાટકો પોપૈયા નું સેવન કરી શકો છો. આ વસ્તુ નું સેવન કરવાથી તમારા શરીર ને ઉર્જા પ્રાપ્ત થશે અને પાચનતંત્ર પણ મજબૂત બનશે. સૌપ્રથમ તમે એક વાટકી પોપૈયા નું સેવન કરો અને એના ૧૫ મિનિટ બાદ મલાઈવાળા દૂધ નું સેવન કરી લો. તમે ઈચ્છો તો તમે દૂધ સાથે ઈંડા નું સેવન કરી શકો છો. પરંતુ, જો તમે ઈંડા ને ઉકાળી ને તેનું સેવન કરો છો તો એ વધારે સારું રહેશે.

તમે બપોર ના ભોજન મા ૨ રોટલી અને ૧ વાટકી દાળ અથવા બાફેલુ શાક નું સેવન કરી શકો છો. આ લેવા પછી કાં તો તમે અડધા કલાક પછી પોપૈયા નું જ્યુસ પી લો કે પછી એની સ્મૂદી બનાવી ને ખાઈ લો. વળી તમને જોઈએ તો જ્યુસ ને બદલે પોપૈયું કાપીને પણ ખાઈ શકો છો. રાતના તમે એકદમ હળવું ભોજન લ્યો અને બને તો ખાલી સૂપ જ પીઓ. સૂપ પીવાના અડધા કલાક પછી તમે પોપૈયું કાપીને ખાઈ લો. આ ડાયટ પ્લાન એક માસ સુધી વ્યવસ્થિત રીતે અનુસરવા થી તમારું વજન સરળતા ઓછું થઈ જાશે અને પેટ પણ અંદર થઈ જશે.

આ ડાયટ પ્લાન નું અનુસરણ કરવા ની સાથોસાથ નીચે જણાવેલ ચીજ-વસ્તુઓ નું સેવન ટાળવું.

ભાતનું સેવન જરાપણ ના કરવું. કારણ કે, ભાત નું સેવન કરવાથી ભૂખ મા વૃદ્ધિ થવા લાગે છે અને તેનાથી વજન મા પણ વધારો થાય છે. બહાર માર્કેટ મા મળતા તીખા-તળેલા આહાર નું સેવન ટાળવું. વધારે ભૂખ લાગવા પર ફક્ત સુગર ફ્રી બિસ્કિટ નું જ સેવન કરવું. પીઝા, બર્ગર જેવા જંગફૂડ નું સેવન ભૂલ થી પણ ના કરવું. આનું સેવન કરવાથી તમારા વજન મા ધરખમ વધારો થઈ શકે છે. આ ઉપરાંત બને ત્યાં સુધી ગળયી વસ્તુઓ જેમ કે મીઠાઈ, ચોકલેટ નું સેવન ટાળવું.

Leave a Reply

Top