You are here
Home > Bollywood >

માત્ર ૫૦ રૂપિયા મા અનિલ અંબાણી ના ઘરે જમવાનુ પીરસવા નુ કામ કરતી હતી આ અભિનેત્રી, હાલ વ્યતીત કરે છે આવુ જીવન

મિત્રો, રાખી સાવંત અવાર-નવાર તેના નિવેદનો ના કારણે ચર્ચા મા હોય છે. બોલિવૂડની આઇટમગર્લ તરીકે ઓળખાતી રાખી સાવંત ઓનસ્ક્રીન હંમેશા તેના વિચિત્ર વર્તન ના કારણે ચર્ચા નો વિષય બની છે. રાખી સાવંતે તેનું બાળપણ ખૂબ જ ભય અને સમસ્યાઓ મા વ્યતીત કર્યુ છે. ફક્ત ૧૧ વર્ષની વયે તે ટીના અંબાણીના લગ્નમા લોકો ને પીરસી રહી હતી અને તે જ રાખી સાવંત હાલ મુંબઈના સૌથી પોશ વિસ્તારના લક્ઝુરિયસ બંગલા મા રહે છે. આજે અમે તમને રાખી સાવંત સાથે સંકળાયેલી અમુક વાતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

જયારે રાખી ૧૧ વર્ષની હતી ત્યારે તેણે દાંડિયા ડાન્સ પર જવાની જીદ પકડી હતી. ત્યારબાદ તેની માતા અને મામા બંને ક્રોધિત થયા અને રાખી ના લાંબા વાળ ને કાપી નાખ્યા અને ટૂંકા કરી નાખ્યા. રાખીના વાળ એવી રીતે કાપવામા આવ્યા હતા કે જેને જોઈને એવુ લાગે કે તેના વાળ કોઈએ બાળી નાખ્યા છે. વાળ કાપવા પર રાખી આખો દિવસ અરીસા સામે જોઇને રડતી હતી. તે જ દિવસે રાખી સાવંતે નક્કી કર્યુ હતુ કે તે તેના ફેમીલી ની વિરુદ્ધ જશે અને તમામ કાર્ય કરશે.

રાખી સાવંતે પોતાના એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ હતુ કે તે એક એવી ફેમીલી સાથે રહેતી હતી કે જ્યા સ્ત્રીઓ ને કોઈપણ પ્રકાર ની છૂટ મળતી નથી. તે એક એવા કુટુંબ મા રહેતી હતી કે જેમા સ્ત્રીઓ ને માત્ર પગરખા જ માનવામા આવે છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન રાખી સાવંતે જણાવ્યુ હતુ કે તેના કુટુંબમા કોઈપણ સ્ત્રીને કોઈપણ પુરુષ ની સામે જોવાની પણ પરવાનગી નથી. તેમના ઘરની સ્ત્રીઓ ઘરની છત અથવા બાલ્કનીમા પણ ઉભી રહી શકતી નથી અને તેમને પાર્લર અથવા તો બજારમા જવા માટેની મંજૂરી પણ નથી.

રાખીએ જણાવ્યુ કે સ્ત્રીઓ પર આ પ્રકાર ના પ્રતિબંધ હોવા છતા તેમનુ કુટુંબ પૈસા માટે તેમની પાસે કોઈપણ કાર્ય કરાવી શકે છે. ૧૧ વર્ષની વયે તેના પરિવારે રાખી સાવંતને ટીના અંબાણીના લગ્નમાં ભોજન પીરસવા માટે મોકલી. રાખીને આ કેટરિંગ ના કાર્ય માટે રોજના ૫૦ રૂપિયા મળતા હતા. ઇન્ટરવ્યૂમા રાખીએ જણાવ્યુ કે જ્યારે તે બોલિવૂડમા કામ શોધવા માટે આવી ત્યારે તેની પાસે પહેરવા માટે સારા કપડા પણ નહોતા. તે કંઈપણ પહેરીને લોકો ને મળવા જતી. આજે આ કપડાં ફેશનેબલ બની ગયા છે.

લોકો કંઈપણ પહેરે છે. તેથી જ રાખી એ માને છે કે કપડા ક્યારેય કોઈ કાર્ય કરતા નથી. રાખી એવુ જણાવે છે કે લોકો ની નજરમા પોતાને સાબિત કરવા માટે તેણે રાજકારણની સાથે અભિનય, નૃત્ય મા પણ કાર્ય કર્યુ હતુ. રાખી સાવંત અને અભિષેક અવસ્થીની પહેલી મુલાકાત મા જ એકબીજાના પ્રેમમા પડી ચુક્યા હતા અને બંનેએ વિવાહ કરવાનો નિર્ણય કરી લીધો હતો. જો કે, થોડા દિવસો બાદ બંને છૂટા પડી ગયા. અભિષેક વિશે વાત કરતા રાખીએ જણાવ્યુ કે, અભિષેક ખૂબ જ સારો ડાન્સર છે પરંતુ, તેમના જેવુ બનવુ ખૂબ જ અઘરુ છે.

તેને ખ્યાલ જ નથી કે અભિષેકે તેને ક્યારેય પ્રેમ કર્યો હતો કે નહી પરંતુ, જ્યારે અમે બંને સાથે હતા ત્યારે તેણે મારી ખૂબ જ કાળજી લીધી હતી. અભિષેક મારા ખરાબ સમય મા પણ મારી સાથે રહ્યો. જ્યારે હુ હતાશ હતી ત્યારે મારી માતાએ તથા મારી આખી ફેમીલીએ મારો સાથ છોડી દીધો હતો પણ તે મારી સાથે હતો.

રાખી સાવંતે ટીવી પર પણ પોતાનો સ્વયંવર યોજ્યો હતો. પરંતુ, તે હકીકત મા જીવનમા ક્યારેય પણ લગ્ન કરવાની ઈચ્છા ધરાવતી જ નહોતી. તે જણાવે છે કે તે તેની ફેમીલી થી અત્યંત ગુસ્સે છે અને તેમના કારણે જ તે ક્યારેય લગ્ન કરવા ઈચ્છતી નહોતી અને હંમેશા લોકો ની સેવા કરવાના કાર્ય મા જોડાવવા ઈચ્છતી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે હાલ , રાખી અંદાજીત ૧૫ કરોડ ની સંપત્તિ ની માલિક છે.

Leave a Reply

Top