You are here
Home > Jyotish >

માત્ર એક ગ્લાસ પાણીથી જાણો તમારા ઘરમાં કોઈ નેગેટીવ ઊર્જા છે કે નહીં? જાણો તેને દુર કરવાનો ઉપાય

મિત્રો આપણો દેશ બે બાબતે ખુબજ સમૃદ્ધ છે શાસ્ત્રો અને સંસ્કૃતિ. પરંતુ હાલ આપણે જ તેની કદર નથી કરતા તથા તેને વિસરતા જઈએ છીએ. શાસ્ત્રો મા નું જ એક શાસ્ત્ર છે જ્યોતિષશાસ્ત્ર જેમાં આખા વિશ્વ ના સમસ્યાઓ ના તોડ છુપાયેલા છે.

આ જ્યોતિષશાસ્ત્રોનુસાર આખા વિશ્વ મા માત્ર બે જ ઉર્જા સ્થિત છે.એક છે પોઝીટીવ શક્તિ અને બીજી છે નેગેટીવ શક્તિ. આ બન્ને શક્તિઓ પોતપોતાની રીતે સારું તથા ખરાબ ફળ આપવા સક્ષમ છે. એમાં ની એક આપણે ને કોઇપણ સમસ્યા માંથી ઉગારી શકે છે અને જયારે બીજી આપણા માટે નવી-નવી સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે.

જો કોઈ જગ્યાએ નેગેટીવ શક્તિ નો સંચાર ખુબજ વ્યાપક પ્રમાણ મા ફેલાયેલો હોય તો તેના વિશે આપણે સરળતા થી જાણી શકતા નથી તેના માટે આપણે જ્યોતિષશાસ્ત્ર ની સહાય લેવી પડે છે. જ્યોતિષશાસ્ત્ર મા ઘણા એવા નુસ્ખાઓ ની ચર્ચા કરવામા આવી છે જેના દ્વારા આ શક્તિ નો સરળતા થી વિનાશ કરી શકાય.

આ નેગેટીવ શક્તિ ની હાજરી જાણવા માટે કોઈ જાદુ-ટોના કે ટોટકા કરવાની જરૂરિયાત નથી. પરંતુ એક સાધારણ એવો ઉપાય છે. સૌપ્રથમ ઈક ગ્લાસ લઇ તેમા પાણી ભરો. તેમાં બે ચમચી જેટલું નમક ઉમેરો તથા તેની સાથે વાઈટ વિનેગર ઉમેરો ત્યારબાદ આ બધું જ મિક્ષ કરી તમને જે જગ્યાએ નેગેટીવ શક્તિ નો અહેસાસ થતો હોત ત્યાં રાખી દેવું.

શાસ્ત્રો મા જણાવવા મા આવ્યું છે કે જ્યાં નેગેટીવ શક્તિ નો વ્યાપ હોય તેવી જગ્યાએ જો આ ગ્લાસ રાખવામા આવે તો આ ગ્લાસ નુ પાણી એકદમ ગંદુ તથા પીળાશ પડતું થઇ જાય છે. આમ આ ટેકનીક થી તમે જાણી શકો છો કે કઈ જગ્યાએ નેગેટીવ શક્તિ નો નિવાસ છે.

જો તમારા નિવાસસ્થાન મા આ નેગેટીવ શક્તિ નો વાસ દેખાય તો તમારે જયારે ઘર ની સાફ-સફાઈ કરવામા આવતી હોય ત્યારે પોતું કરવાના પાણી મા નમક ઉમેરી ને પોતું કરવું. જેથી નિવાસસ્થાન ના જે કોઇપણ ખૂણે નેગેટીવ શક્તિ નો વસવાટ હશે તે ત્યાંથી દુર થઇ જશે.

જો તમારા નિવાસસ્થાન મા નેગેટીવ શક્તિ નુ પ્રમાણ ખુબજ વધુ પ્રમાણ મા હોય તો તમે સાદા નમક ની આપેક્ષે આખા નમક નો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત જ્યોતિષશાસ્ત્ર મા એવું પણ કેહવામા આવ્યું છે કે જો તમારા ઘર ના પ્રાગણ મા નિયમિતપણે રંગોળી બનાવવા મા આવે તો કોઇપણ જાત ની નેગેટીવ શક્તિ તમારા નિવાસસ્થાન મા પ્રવેશી શકતી નથી કારણ કે આંગણ મા રંગોળી બનાવવી ખુબજ શુભ ગણાય છે.

તેના દ્વારા તમારા નિવાસસ્થાન મા માતા મહાલક્ષ્મી નો વાસ થાય છે. જેથી નેગેટીવ શક્તિઓ તમારા ઘર મા ઘુસી શકતી નથી.

Leave a Reply

Top