You are here
Home > Health >

માત્ર એક જ મહિનામા ત્રણ થી ચાર કિલો વજન થશે ઓછું, બસ આ રીતે…

મિત્રો, મોટાપો એક એવી સમસ્યા છે કે જેનાથી સમગ્ર વિશ્વના અડધાથી પણ વધુ લોકો પીડાઈ રહ્યા છે. મોટાપાની સમસ્યાના કારણે શરીરના વજન માં વૃદ્ધિ થવા માંડે છે. આ સમસ્યાના કારણે શરીરમાં સરળતાથી અનેક રોગો ઘર કરી જાય છે. મોટાપા ની સમસ્યા ઉદ્ભવવાથી સુગર, ઘૂંટણમાં દર્દ, શ્વાસ ચડ-ઉતર થવો તેવી અનેકવિધ સમસ્યાઓ ઉદભવી શકે છે અને તેથી જ મોટાપા ની સમસ્યાને રોગો ના ઘર તરીકે પણ ઓળખવામાં આવે છે.

તમારું વજન જો વધી ગયું હોય તો તેને જરા પણ હળવાશમાં ના લેવું. તમારા વજન ને કોઈપણ સ્થિતિ માં નિયંત્રણ માં લેવાનો પ્રયાસ કરવો. વજન નિયંત્રણ માં લેવું જરા પણ કપરું નથી ફક્ત જો તમે ડાયટ પર યોગ્ય ધ્યાન રાખો તો એક માસ ના સમયગાળા ની અંદર જ તમારું વજન નિયંત્રણ માં લાવી શકાય છે.

વજન નિયંત્રણ માં લાવવાના સરળ ઉપાય :

હાલ આ લેખ માં વજન નિયંત્રણ માં લાવવા માટે અનેકવિધ સરળ ઉપાયો વિશે જણાવીશું જેની સહાયતાથી તમે એક માસ ના સમયગાળા ની અંદર ૩-૪ કિલો જેટલું વજન ઘટાડી શકો છો. આ ઉપાય અજમાવતા સમયે તમારે રાત્રી નો આહાર બંધ કરી દેવુ. રાત્રી નો આહાર બંધ કરવાથી તમારું વજન સરળતા થી ઘટી જશે અને આ વજન નિયંત્રણ કરવાના હેતુસર તમારે ફક્ત નાસ્તો અને મધ્યાહન ના સમયે ભોજન ગ્રહણ કરવું. આ ઉપરાંત તમારે સવારે અને બપોરે ભોજન માં શું ગ્રહણ કરવું તે વિશે પણ તમને આ લેખ માં માહિતી આપીશું.

બ્રેકફાસ્ટ માં આ મુજબ ની વસ્તુઓ નું કરવું સેવન :

તમારે પરોઢે ઊઠીને સૌપ્રથમ હુંફાળું જળ અને તેની અંદર મધ ઉમેરીને તે પાણી નું સેવન કરવું. આ પાણી નું સેવન કર્યા ના અડધી કલાક બાદ એક ઈંડુ અથવા દૂધ કે ફળ નું સેવન કરી લેવું. આ વસ્તુઓ નું સેવન કાર્ય બાદ અન્ય કોઈપણ ચીજ વસ્તુઓનું સેવન ના કરવુ.

બપોરે આ ચીજવસ્તુઓ નું સેવન કરવું :

બપોરે તમે આહાર મા ૩ રોટલી, સબ્જી અને એક વાટકી દાળ નું સેવન કરવું. આ દાળની અંદર તમે ઘી પણ ઉમેરી શકો છો. આ સિવાય તમે આ સમયે દહીં અને રોટલી નું પણ સેવન કરી શકો છો. મધ્યાહન નુ ભોજન ગ્રહણ કર્યા ના ત્રણ કલાક બાદ તમે કોઈ ફળ અથવા તો જ્યુસ નું સેવન કરી શકો છો. આટલી વસ્તુઓ નું સેવન કર્યા બાદ રાત્રી ના સમયે ભોજન ની કંઈપણ વસ્તુ ગ્રહણ કરવી નહીં. જો તમને રાત્રી ના સમયે ભૂખ જેવું લાગે તો તમે મલાઈ વિનાના દૂધ નું સેવન પણ કરી શકો છો.

આ દૂધમાં તમે ખાંડની અવેજી માં મધનો ઉપયોગ પણ કરી શકો છો કારણ કે, ખાંડ થી શરીર માં ચરબી વધવાનો ભય વધુ પડતો રહે છે. દૂધ સિવાય તમે રાત્રી ના સમયે મગદાળ ના પાણી નું સેવન પણ કરી શકો છો. મગદાળ નાં પાણી માં ભરપુર પ્રમાણ માં પોષકતત્વો સમાવિષ્ટ હોઇય છે જે તમારા શરીર માં આવશ્યક ઉર્જા પ્રદાન કરે છે અને તેનું સેવન કરવાથી શરીર માં અનુભવાતી તમામ પ્રકાર ની નબળાઈઓ દૂર થાય છે.

આ ચીજવસ્તુઓ અંગે વિશેષ કાળજી રાખવી :

જો તમે તમારું વજન નિયંત્રણ માં લાવવા ઈચ્છતા હોવ તો નિયમિત યોગા કરવા જેથી તમારુ વજન ટૂંક સમય માં જ નિયંત્રણ માં આવી જાય છે. આ ઉપરાંત ગ્રીન ટી પણ વજન ઘટાડવા માટે નો એક શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે , જેથી નિયમિત એક કપ ગ્રીન ટી નું સેવન તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે છે. આખા દિવસ દરમિયાન કમ સે કમ ૨૦ મિનિટ જેટલું વોકિંગ કરવા ની આદત કેળવવી , જે વજન ઘટાડવા માં ખુબ જ ઉપયોગી સાબિત થશે.

કાર્યસ્થળે અથવા તો ઘર એપાર્ટમેન્ટ માં હોય તો લિફ્ટ ની જગ્યાએ સીડી નો ચડવા કે ઉતરવા માટે ઉપયોગ કરવો જેથી તમારા શરીર માં રહેલી વધારા ની ચરબી દૂર થઇ શકે છે. બને ત્યાં સુધી ફાઇબર થી ભરપુર ભોજન સેવન કરવાનો આગ્રહ રાખવો. કારણ કે , ફાઈબરયુક્ત ભોજન નું સેવન કરવાથી વધુ પડતી ભૂખ નથી લાગતી. જો તમે ગરમ પાણી નું સેવન કરવાનો વધુ પડતો આગ્રહ રાખો તો પણ તમારા શરીર ની ચરબી નિયંત્રણ માં આવી શકે છે.

આ નીચે દર્શાવેલી વસ્તુઓ નું સેવન બને ત્યાં સુધી ટાળવું :

મેંદા માંથી બનેલી ચીજવસ્તુઓ નું સેવન ના કરવું. તીખા-તળેલા આહાર થી દૂર રહેવું. બટાકા નું સેવન સદંતરે બંધ કરી દેવુ. નમક નુ આવશ્યકતા ના પડે ત્યાં સુધી સેવન ના કરવું. ઠંડા પીણા નું સેવન ટાળવું. આહાર માં બને ત્યાં સુધી ચોખા નું સેવન ટાળવું. ઉપરોકત, જણાવેલા ડાયટ ને જો તમે યોગ્ય રીતે અનુસરશો તો તમે એક માસ ના સમયકાળ ની અંદર ૩ કિલો જેટલું વજન ઘટાડી શકો છો અને તમે સારું એવું બોડી મેઇન્ટેઇન કરી શકો છો.

જો તમે વજન ઘટાડવા માટે કોઈ મેડીસીન નું સેવન કરી રહ્યા હોવ તો તેવું ના કરવું. કારણ કે , મેડીસીન એ તમારા શરીર ને ગંભીર રીતે હાની પહોંચાડી શકે છે. 

Leave a Reply

Top