You are here
Home > Health >

માત્ર લીમડો જ નહીં તેના ફુલ પણ છે લાભદાયક, ઝડપી વજન ઘટાડવા ની સાથોસાથ બીજા અન્ય ફાયદાઓ

મિત્રો , લીમડો એ આપણાં સૌ માટે કેટલો લાભદાયી છે અને લીમડા ના પર્ણો થી આપણ ને કેટલાં લાભ પહોંચે છે તે અંગે તો આપણે સૌ જાણીએ જ છીએ પરંતુ, તેના પુષ્પો મા પણ ઔષધીય ગુણતત્વો સમાવિષ્ટ છે તેના વિશે ખ્યાલ છે? જોવા જઈએ તો લીમડા ના છોડ ના તમામ ભાગ તમને કોઈને કોઈ રીતે લાભ પહોંચાડતા જ હોય છે આજે અમે તમને આ લેખમાં જણાવીશું કે લીમડાના પુષ્પો આપણાં સ્વાસ્થ્ય માટે કેટલા લાભદાયી છે?

વજન ઘટાડવામા સહાયરૂપ બને છે :

જો તમે મોટાપા ની સમસ્યા થી પીડાતા હોવ અને તમારે તમારું વજન નિયંત્રણ માં લાવવું હોય તો તેના માટે લીમડાના પર્ણો અને લીમડાના પુષ્પો નું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. લીમડાના પુષ્પો એ શરીર ના મેટાબોલિઝમ રેટ ને સુધારવા માટે સહાયરૂપ બને છે. આ ઉપરાંત તે શરીર માં રહેલી વધારા ની કેલરી તથા ચરબી ઘટાડવાનું કાર્ય કરે છે.

આમ, લીમડો એ વજન ઘટાડવા માટે નું એક ખૂબ જ અસરકારક ઔષધ છે. જો તમે પણ તમારું વજન પ્રાકૃતિક પધ્ધતિ થી નિયંત્રિત કરવા માંગો છો તો આ ઉપાય અવશ્ય અજમાવો. જો તમે લીમડાના તાજા ફુલો નો રસ કાઢી તેનું નિયમિત સેવન કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે.

લીમડા ના પુષ્પો માંથી તૈયાર થયેલો વજન ઘટાડવા મા ટેનો એક દેશી અસરકારક નુસખો :

સૌપ્રથમ, એક મુઠ્ઠી જેટલા લીમડા ના પુષ્પો હાથ મા લઇ લ્યો. ત્યારબાદ આ પુષ્પો ને પથ્થર પર ઘસીને વ્યવસ્થિત રીતે ક્રશ કરી લ્યો. ત્યારબાદ તેમા ૧ ચમચી મધ મિક્સ કરો. ત્યારબાદ તેમાં અડધા લીંબુ નો રસ ઉમેરી તેને મિક્સ કરી લો. હવે આ મિશ્રણ ને વહેલી પરોઢે ભૂખ્યા પેટે સેવન કરી લો. આ મિશ્રણ નું નિયમિત સેવન તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે.

આ સિવાય જો તમે તમારા બોડી ને સ્લિમ-ટ્રિમ બનાવી રાખવા ઇચ્છતા હોવ તો નિયમિત વહેલી પરોઢે ઉઠીને ભૂખ્યા પેટે આ મિશ્રણ નું સેવન કરી લેવું. આ મિશ્રણ તૈયાર કરવું અત્યંત સરળ છે અને આ નુસખા માટે ની સામગ્રી પણ તમને સરળતા થી પ્રાપ્ત થઈ રહેશે, તો એકવાર આ નુસખા ને અચૂક અજમાવજો અને ત્યારબાદ જુઓ તેના પરિણામ.

Leave a Reply

Top