You are here
Home > Recipe >

માત્ર થોડી જ મિનીટોમા તૈયાર થતા આ તવા બ્રેડ પિઝા, બાળકો ને ખુબ જ ભાવશે આ વાનગી

મિત્રો, શું તમે ક્યારેય તવા પીઝા વિશે સાંભળ્યું છે. આજે આ લેખમાં જાણો ટૂંક સમયમા તૈયાર થઈ જતાં તવા બ્રેડ પિઝા. આ તવા પીઝા જો તમે બાળકો ને નાસ્તા આપશો તો ખુશ થઈ જશે અને સ્કૂલ ના લંચ બોક્ષ ખોલતી વખતે બાળક ને પણ મજા આવશે તથા થોડી જ વારમા ડબ્બો ખાલી થઈ જશે. આ વાનગી ની વિશિષ્ટ વાત એ છે કે તે બાળકો ને ભાવે તેવું છે તે ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે.

તવા બ્રેડ પિઝા બનાવવા માટેની આવશ્યક સાધન-સામગ્રી :

૧ ચમચી મેયોનીઝ, ૧ ચમચી બારીક સમારેલા કેપ્સીકમ, ૧ ચમચી બારીક સમારેલ કાંદા, ૧ ચમચી છીણેલુ મોઝરેલા ચીઝ, ૧ ચમચી બારીક સમારેલા ટામેટા , બ્રાઉન બ્રેડ ૬ નંગ

તવા બ્રેડ પિઝા બનાવવા માટે ની વિધિ :

હવે એક બાઉલ લો, તેમાં ડુંગળી, ટામેટા અને કેપ્સીકમ ને બારીક સમારીને ઉમેરવા અને સાથોસાથ પિઝા બનાવવા માટે ના જે મિક્સ હર્બ્સ આવે છે તે પણ તેમાં ઉમેરવા. ત્યારબાદ તેમાં થોડા ચીલી ફ્લેક્સ અને ઓરેગા નો તથા સ્વાદ મુજબ નમક ઉમેરવું. આ બધી જ સામગ્રીને એક બાઉલ માં વ્યવસ્થિત રીતે મિક્સ કરી દેવુ. હવે ૨ બ્રેડ ની સ્લાઇસ લેવી અને તેના પર બટર લગાવી દેવું. અહીં બ્રેડની કીનારીઓ કાઢવાની કંઈ જ આવશ્યકતા નથી. હવે, બટર બ્રેડ ની જે સાઈડ પર લગાવ્યું છે તેની ઉલટી બાજુ પર મેયોનીઝ લગાવી દેવું.

અહીં મેયોનીઝ વૈકલ્પિક છે જો તમારા બાળકોને મેયોનીઝ ના પસંદ હોય તો તમે તેને ના ઉમેરો. હવે આ બ્રેડ પર જે સબ્જી નું મિક્સ્ચર તૈયાર કર્યું છે તે વ્યવસ્થીત રીતે પાથરી દેવું. ત્યારબાદ તે વેજિટેબલ પર છીણેલુ મોઝરેલા ચીઝ નું એક લેયર પાથરી દેવું. હવે પાછું તેના પર વેજિટેબલ મિક્સ્ચર પાથરી દેવુ અને તેના પર થોડું નમક ભભરાવવું. હવે બીજી બ્રેડની સ્લાઇસથી આ પુરણવાળી બ્રેડને ઢાંકી દેવી અને વ્યવસ્થિત દબાવી દેવી જેથી અંદરની સબ્જી ની પેસ્ટ પડી ના જાય.

હવે ચુલ્લા પર એક તવો ગરમ થવા માટે મુકવો અને તેના પર આ તૈયાર કરેલી બ્રેડ શેકવા માટે મુકી દેવી. બટર લગાવેલી બ્રેડ ને બહાર ની તરફ રાખવી જેથી અહીં તમારે બટર લગાવવાની જરૂરિયાત નહીં પડે. હવે બ્રેડ ની બંને બાજુઓ ને વ્યવસ્થીત રીતે દબાવીને શેકી લેવી. આ માટે અહીં સેન્ડવીચ પર એક પ્લેટ મુકવામાં આવી છે અને તેના પર એક નાનકડો ખરલ મુકવામા આવ્યો છે કે જેથી સેન્ડવીચ અંદરનું પુરણ વ્યવસ્થિત રીતે દબાઈ જાય.

તમે અન્ય કોઈ ભારે વસ્તુ નો પણ ઉપયોગ કરી શકો છો. આવી જ રીતે તેને ૩૦ સેકેન્ડ સુધી શેકવું. હવે તેના પરની ડીશ હટાવી લેવી અને શેકાયા વગર ની બ્રેડ ની જે ઉપરની બાજુ છે તેના પર બટર લગાવી દેવું અન તેને શેકવા માટે પલટાવી દેવી. હવે પાછી પહેલાની જેમ ડીશ અથવા તો બીજો કોઈ વજન મુકીને શેકી લેવી. ફરી તેને પહેલાની જેમ ૩૦ સેકન્ડ શેકાવા દેવી. હવે બન્ને બાજુથી સેન્ડવિચ વ્યવસ્થિત રીતે શેકાઈ ગઈ હશે.

તો તૈયાર છે તમારા તવા બ્રેડ પિઝા. આ પીઝા ના ટુકડા કરી નાખવા જેથી નાના બાળકો પણ તેનું સેવન કરી શકે. આ પીઝા ને ટોમેટો કેચપ સાથે સર્વ કરવા. આ તવા બ્રેડ પિઝા તમે બાળકો ને નાસ્તા માં પણ આપી શકો છો. તેમને તે ખુબ જ ભાવશે. એકવાર આ રેસિપી તમારા ઘરે જરૂર થી બનાવવી.

Leave a Reply

Top