
મિત્રો, પપૈયુ એવુ ફળ છે કે જે તમને સરળતાથી મળી યેલ અનેકવિધ સમસ્યાઓ સામે રક્ષણ મેળવી શકો છો. આ ફળ સ્કિનને આવશ્યક માત્રામા પોષણ આપે છે. તેમા સમાવિષ્ટ વિટામીન-એ અને જાય છે. આ ફળ આપણા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાની સાથે ત્વચા માટે પણ લાભદાયી સાબિત થાય છે. તેનો ઉપયોગ કરીને તમે ત્વચા સાથે સંકળાપાપેન નામના એન્જાઇન તમારી ડેડ સ્કિનને દૂર કરવાની સાથે ત્વચા પર પડેલા દાગ-ધબ્બાને દૂર કરે છે અને ત્વચાને સ્વસ્થ રાખે છે.
તેમા સમાવિષ્ટ વિટામીન-સી, વિટામીન-ઇ અને બીટા કેરોટીન જેવા એન્ટીઓક્સીડેન્ટ સ્કીનને સાફ કરવાની સાથે કરચલીઓની સમસ્યાથી પણ મુક્તિ અપાવે છે. પપૈયાનુ માસ્ક લગાવવાથી તમારી સ્કિન હાઇડ્રેટ થાય છે અને તમારી સ્કીન જીવંત બને છે. આ ઉપરાંત ડલ સ્કિન અને એજિંગ ઇફેક્ટની સમસ્યાને દૂર કરવા તે ખુબ જ અસરકારક સાબિત થાય છે. જો તમને તમારી ત્વચા ડલ અને રફ નજરે પડી રહી હોય તો તમારે પપૈયાનુ માસ્ક દર બે-ત્રણ દિવસે લગાવવુ જોઇએ.
જો તમે ગ્લોઇંગ સ્કિન મેળવવા ઈચ્છતા હોવ તો તેના માટે પાકેલા પપૈયાને યોગ્ય રીતે મેશ કરી લો. ત્યારબાદ તેમા મધ મિક્સ કરી એક ચમચી મુલતાની માટી મિક્સ કરી લો. હવે આ મિશ્રણ ને તમારા ચહેરા અને ડોક પર યોગ્ય રીતે લગાવી લો. તે સૂકાઇ જાય એટલે હળવા હાથે ચહેરો ધોઇ લો.
આ સિવાય જો તમે ખીલની સમસ્યાથી પીડાતા હોવ તો તે તમારા માટે અમૃત સમાન સાબિત થઇ શકે છે. આ માટે પપૈયાને પીસીને તેની પેસ્ટ બનાવી લો. ત્યારબાદ તેને ચહેરા પર લગાવીને અડધા કલાક માટે રાખી મુકો, જ્યારે તે સૂકાઇ જાય ત્યારે તેને સાફ પાણીથી ધોઇ લો. આમ, કરવાથી તમે ખીલ અને દાગની સમસ્યામાંથી તમને મુક્તિ મળી શકે છે.
આ ઉપરાંત જો તમે કાચા પપૈયાને લીંબુના રસ અને ખાટા દહી સાથે મિક્સ કરી લો અને ત્યારબાદ આ પેકને વાળના જડમૂળમા લગાવો અને અડધા કલાક માટે રાખી મૂકો. ત્યારબાદ શેમ્પુ કરી અને વાળ ધોઇ લો. આ ઉપાય અજમાવવાથી તમારા વાળ મજબૂત અને આકર્ષક બનશે તથા તમને ખોળાની સમસ્યાથી રાહત મળી શકે છે.