You are here
Home > Articles >

OMG : હવે દર 6 મહિને વધી જશે પગાર, 3 કરોડ માણસોને થશે ફાયદો, જાણો કેવી રીતે

દરેક નોકરીયાત સંપૂર્ણ વર્ષ રાહ જુએ છે કે ક્યારે તેની પગાર ધોરણમાં વધારો થશે. પણ જો વર્ષમાં બે વખત સતત તમારા વેતનમાં વધારો થાય તો? ઇન્ડસ્ટ્રીયલ સેકટરમાં ફરજ નિભાવતા માણસો માટે આ સૌથી મોટી ભેટ છે.

ભાજપ સરકારે મોંઘવારીથી વિરુદ્ધ લડવા માટે એક માસ્ટર પ્લાન ઘડી નાખ્યો છે. આ પ્લાન અનુસાર વધતી મોંઘવારીનાં બોજને બને એટલો ઓછો કરવા માટે મોંઘવારી સૂચકઆંક અનુસાર વેતન વધારો આપવામાં આવશે. નવા નિયમ પ્રમાણે ઇન્ડસ્ટ્રીયલ વિભાગમાં કામ કરતા આશરે 3 કરોડ કર્મચારીઓનું વેતન દર 6 મહીને વધશે. આ અગત્યના નિર્ણયથી કર્મચારીઓ મોંઘવારીની અસર ઓછી થવાની શક્યતા છે.

બિઝનેસ સ્ટેન્ડર્ડનાં અહેવાલ પ્રમાણે એક ઊંચા સ્તરીય સમિતિએ ઇન્ડસ્ટ્રીયલ ભાગમાં કામ કરતા કર્મચારીઓ માટે ઉપભોક્તા મૂલ્ય સૂચકઆંકનાં આધાર નક્કી કર્યા છે જે સીધા જ મોંઘવારી સૂચકાંક જોડે સંકળાયેલા હશે.

ગયા મહિને 27 તારીખનાં દિવસે શ્રમ તથા રોજગાર સલાહકાર બી એન નંદાની આગેવાનીમાં બેઠક ભેગી થઈ હતી. આ એક બેઠકમાં ઇન્ડસ્ટ્રીયલ સેકટરના કર્મચારીઓ માટે એક નવી સીરીઝ હેઠળ ઉપભોક્તા મૂલ્ય સૂચકઆંકને મંજૂરી આપવામાં આવી. વર્ષ 2016ને આધાર વર્ષ કહેવામાં આવશે. મોદી સરકારનાં આ નિર્ણયથી ઇન્ડસ્ટ્રીયલ સેકટરના 3 કરોડ કર્મચારીઓને ફાયદો થશે. હમણાં કેન્દ્ર સરકાર અને પ્રાઈવેટ ક્ષેત્રનાં કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું દર 6 મહિને આંકવામાં આવે છે.

dip

Leave a Reply

Top