You are here
Home > News >

મોદીજીએ ખોલ્યુ પોતાના ફિટનેસ નુ રાઝ, નિયમિત સેવન કરે છે આ વસ્તુઓ નુ અને સાથોસાથ ખાય છે આ ખાસ પરોઠા, જાણો તમે પણ…

મિત્રો, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુવાનોને શરમાવે તેવી રીતે આખા દિવસના ૧૫ કલાક કામમાં વ્યસ્ત રહેતા હોય છે. હાલ, તેમણે પોતાની આ તંદુરસ્તી પાછળના એક રહસ્ય વિશે સૌ કોઈ ને જણાવ્યુ હતુ. ફિટ ઈન્ડિયા મૂવમેન્ટનુ હાલ એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તેમણે હાલ ન્યુટ્રિશન એક્સપર્ટ રુજુતા દિવેકર સાથે કરેલી વાતચીત દરમિયાન આ રહસ્ય શેર કર્યુ હતુ.

આ ન્યુટ્રીશન એક્સપર્ટે પી.એમ. સાથે થયેલી વાતચીત દરમિયાન જણાવ્યુ હતુ કે, આપણે જે રોજિંદા જીવનમા ભોજન કરીએ છે તેનાથી પણ સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકાય છે કારણકે, આ ભોજનમા તમારા શરીરને આવશ્યક તમામ પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. આ ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતુ કે, મારી આ તંદુરસ્તી પાછળ એક સ્પેશિયલ રેસિપીનો વિશેષ ફાળો છે.

હુ મારા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે સરગવાના પાનના પરોઠા અઠવાડિયામા એક કે બે વખત અવશ્યપણે ખાવ। છુ. હુ આજે સમગ્ર જનતા સાથે મારી આ તંદુરસ્તીનુ રહસ્ય શેર કરીશ. હાલ વર્તમાન સમયમા કોરોના વાયરસના કપરા સમયમા પણ મારી માતા સાથે અઠવાડિયામા બે-ત્રણ વખત વાત કરવાનો પ્રયત્ન કરુ છુ.

જ્યારે પણ હુ તેની સાથે વાત કરું છુ ત્યારે તે મને એટલુ પૂછે છે કે, હળદર ફાકે છે કે નહી? અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૮મા પી.એમ. સાથે યુ.એ.ઈ.ની યાત્રા પર ગયેલા શેફ સંજિવ કપૂરે જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સરગવાના પાનમાંથી બનેલા પરોઠા ખૂબ જ પસંદ છે. નરેન્દ્ર મોદીએ આ પરાઠાની રેસિપી પણ સંજીવ કપૂર સાથે શેર કરી હતી.

Leave a Reply

Top