
મિત્રો, આજે આ લેખ મા હાલ અમે તમને ગુગળ વિશે થોડી અગત્ય ની વાતો જણાવીશું. જેને વાંચ્યા બાદ તમે પણ કહેશો કે ગુગળ એ ખરેખર કામ ની વસ્તુ છે. ગુગળ એ એક પાનખર નુ ગાઢ ૧ થી ૩ મીટર ઊંચાઈ ધરાવતી સુગંધીદાર વનસ્પતિ છે અને તેની છાલ ચળકતી રાખોડી રંગની અથવા તો પીળા રંગની હોય છે. તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે આ વનસ્પતિને ઈન્ડિયન બેલેડો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વનસ્પતિ માથી પ્રાપ્ત થતુ ગુગળ મંદિરમા વપરાતી સુગંધિત ધૂપ બનાવવા માટે ઉપયોગમા લેવાય છે.
તેના ફૂલની વાત કરીએ તો તે લાલ રંગ ધરાવતા હોય છે તેમજ તેમા નર અને માદા પુષ્પ અલગ-અલગ હોય છે અને તેના ફળ માંસલ, લાલ રંગના અને અણીદાર હોય છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ તથા સૌરાષ્ટ્ર ના ખડક અને ટેકરી વાળા તથા કાંકરાવાળા આ ઉપરાંત રેતાળ વિસ્તારોમા આ વનસ્પતિ વધુ પડતી ઉગે છે. પરંતુ, વર્તમાન સમય મા સુગંધીદાર ધૂપ તથા ઔષધ બનાવવા માટે ગુગળ નો ઉપયોગ કરવા માટે તેની વધુ પડતી કાપણી થઇ રહી છે જેના લીધે તેનુ અસ્તિત્વ જોખમાઈ રહ્યુ છે.
આ ગુગળ ના અનેકવિધ નામો છે જેમકે, ગુજરાતીમા તેને ગુગળ એટલે કે ભેંસા ગુગળ તરીકે ઓળખવામા આવે છે, હિંદીમા ગુગલ , ઉર્દુમા ગુગળ, મરાઠી મા ગુગ્ગુળ, ફારસી મા બોએ જહુદાન, અરબીમા કુન્દર, અંગ્રજી મા ઇન્ડિયન ડેલીઅમ, લેટીન મા કોમીફોરા મુકુલ વગેરે એના નામ છે. સારા ગુગળ માટે અંગ્રેજીમા બલાસ્મેન્દ્રોન મુકુલ કહેવાય છે. ગુગળના વુક્ષમાંથી ઉનાળા ની ઋતુ મા ગરમી ના કારણે જે રસ ઝરે છે, તેને ગુગળ કહે છે. ગુગળ ના કુલ પાંચ પ્રકાર છે. એમાંથી જે હરલ્યક્ષ ગુગળ છે જે લાલ પારદર્શક હોય છે તે સૌથી શ્રેષ્ઠ છે.
ગુગળનો ઉપયોગ કરતા સમયે એક વાત ની અવશ્ય કાળજી રાખવી કે બને ત્યા સુધી તે તાજો જ વાપરવો જોઈએ. કારણ કે, જુના ગુગળ માં ગુણવતા ઓછી છે, જો એની ચકાસણી કરવી હોય તો ગુગળ ને ગરમી મા રાખવો જો તે પીગળે તો તે શ્રેષ્ઠ ગુગળ છે. ગુગળ જોવામાં કાળા અને લાલ રંગનું હોય છે અને તેનો સ્વાદ અત્યંત કડવો હોય છે. ગુગળ ગરમ પ્રકૃતિ ધરાવે છે. ગુગળ નો ઉપયોગ મુખ્યત્વે પેટનો ગેસ, સોજો, દુ:ખાવો, પથરી, મસા, જૂની ઉધરસ, યૌન શક્તિમા વૃદ્ધિ, દમ, ઘુંટણનો દર્દ, ફેફસાનો સોજો વગેરે જેવી સમસ્યાઓ દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે.
આ ગુગળ નુ વ્રુક્ષ સામાન્ય રીતે ૪ થી ૧૨ ફુટ ની ઉંચાઇ ધરાવે છે અને તેને સમગ્ર ગુજરાતની જમીન અને આબોહવા માફક આવે છે. ખેતર ની વાડ મા કે ઘર મા કેકટસ ની જગ્યાએ આ ગુગળ વાવો તો ઘણી સારી વાત છે. ગળો ના છોડ ની માફક તેની પણ ડાળખીઓ પરથી પાતળી કાગળ જેવી છાલ નીકળે છે. તેના પર્ણો શિયાળા ની ઋતુ મા ખરી જાય એટલે મુખ્ય શાખા ને છોડી આસપાસ ની શાખા પર નાનો ઉઝરડો કરવાથી ગુંદર જેવો ચિકણો રસ વહ્યા રાખે છે જે સુકાઇ ગયા બાદ ગુગળ ના નામથી પણ ઓળખાય છે.
આ વ્રુક્ષ મા નાના લીલા રંગના સુંદર અને ઉત્કૃષ્ટ ફળ પણ આવે જેને ખાઇ શકીએ છીએ. તેને તમે માઉથ ફ્રેશનર તરીકે પણ ઉપયોગ મા લઇ શકો છો. તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે, ગુગળ એક પ્રકાર નો ગુંદર રેઝીન છે. જેમા ૫૦ ટકા ગુંદર, ૧૦ ટકા સુગંધી દ્રવ્ય સીનેમિક એસીડ, બેન્ઝીલ બેન્જોએટ, બેન્જોઈક એસીડ સમવિષ્ટ હોય છે. ગુગળ વિશે એવી અનેક ધાર્મિક માન્યતાઓ પણ છે કે, જેનો ધૂપ કરવાથી શત્રુઓ નો નાશ થાય છે.
જો તમે ગુગળ ના વૃક્ષ ને તમારા ઘર-આંગણે રાખો છો તો સુક્ષ્મ અને બીમારી ફેલાવનાર જીવાણુ વાઈરસ વગેરે તમારા ઘર થી દૂર રહેશે. તેમજ હાલ આ ફાટી નીકળેલી બીમારીઓ જેવી કે કોરોના, ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લુ વગેરે જેવી ભયજનક બીમારીઓ તમારી આસપાસ પણ ભટકતી નથી. સંધિવા કે સાંધા ની સમસ્યા મા પણ અસરકારક ઔષધ તરીકે ગુગળ નો ઉપયોગ થાય છે. આ ગુગળ અન્ય અનેકવિધ બીમારીઓ મા લાભદાયી સાબિત થાય છે. આવો આ વિશે થોડી વિસ્તૃત માહિતી મેળવીએ.
મોટાપા ની સમસ્યા માથી મુક્તિ મળે :
તમને જણાવી દઈએ કે ગુગળ ના સેવન થી મેટાબોલિઝમ મા વૃદ્ધિ થાય છે અને મોટાપા ની સમસ્યા માંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત પેટમા ઉદ્ભવતી ગેસ ની સમસ્યા માથી પણ મુક્તિ મેળવી શકાય છે.
થાઇરોઇડ ની સમસ્યા માથી મુક્તિ મળે :
ગુગળ થાઇરોઇડ ગ્રંથીની કાર્યપ્રણાલી મા સુધારો કરે છે અને તે શરીરની ચરબી ઓગાળવામા પણ સહાયરૂપ બને છે.
કોલેસ્ટ્રોલ મા ઘટાડો થાય :
ગુગળ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સ ના પ્રમાણ ને ઘટાડે છે. ગુગળ ફક્ત ત્રણ માસ ના સમય મા ૩૦ ટકા જેટલુ કોલેસ્ટ્રોલ ને નિયંત્રણ મા લાવી શકે છે.
હ્રદય માટે પણ લાભદાયી :
ગુગળ રક્ત મા પ્લેટલેટ્સ ને ચીપકવા થી રોકે છે તથા હ્રદય સાથે સંકળાયેલી બિમારી અને સ્ટ્રોક થી તમારુ રક્ષણ કરે છે.
ઘૂંટણ ના દર્દ મા લાભદાયી :
ગુગળ નો પ્રયોગ ઘૂંટણ ના દર્દ માટે પણ લાભદાયી સાબિત થાય છે. જે ગુગળ ચીકણુ, સ્વર્ણ જેવા કલરવાળુ , જાંબુ ના રંગ જેવુ અથવા તો પીળાશ પડતુ હોય તે ગુગળ આ સમસ્યા મા અત્યંત લાભદાયી સાબિત થાય છે. પશ્ચિમ દેશ ના તબીબી શાસ્ત્ર ના સંશોધન એવુ જણાવે છે કે, ગુગળ રક્ત ના શ્વેતકણ ના પ્રમાણ મા વધારો કરે છે એટલે કે એ તમારી ઇમ્યુનીટી અથવા તો રોગપ્રતિકારક શક્તિ મજબુત બનાવે છે. ગુગળ એ આયુર્વેદ નુ એક શ્રેષ્ઠ ઔષધ છે. તમને જાણીને નવી લાગશે કે, ગુગળ માથી અંદાજીત ૪૦ જેટલા ઔષધો બને છે.
ગુગળ ને આયુર્વેદમા જીવન રસાયણ પણ કહેવામા આવે છે. એવુ કહી શકાય કે ગુગળ વિના આયુર્વેદ ની કલ્પના કરવી પણ અશક્ય છે. આ વાત જરાપણ ખોટી નથી. આયુર્વેદ મા ગુગળ ને સર્વદોષ હરનાર તરીકે પણ ઓળખાય છે. ગુગળ એ કડવો, તીખો, ઉષ્ણ, તુરો, લઘુપાચક, અગ્નિદિપક, ભીનો, મધુર, તીક્ષ્ણ સ્નિગ્ધ, સુગંધ વગેરે તત્વો થી પરિપૂર્ણ છે. તે કફ, વાયુ કૃમિ, વાતોદર, સોજો, પ્રમેહ, રક્તદોષ, ગ્રંથીરોગો, કંડમાલા, કોઢ, ઉલ્ટી, આમવાયુ તથા અશ્મરી વગેરે નો નાશ કરે છે.
પરંતુ, હંમેશા ગુગળ ને ઔષધ તરીકે ઉપયોગ મા લેતા પૂર્વે તેને શુધ્ધ કરવો આવશ્યક છે. એ તો તમને પણ ખ્યાલ છે કે મુખ્યત્વે ગુગળ નો ધુપ કરવામા વિશેષ ઉપયોગ થાય છે. આપણા દેશ ના વિદ્વાન મહર્ષિ ચરક એવુ કહે છે કે શિલાજીત ની માફક ગુગળ નુ પણ તમે નિયમિત સેવન કરી શકો છો. તેના થી પેટ ને લગતી તમામ સમસ્યાઓ માથી મુક્તિ મળશે અને આ ઉપરાંત જો દમ ના દર્દીઓ શુધ્ધ ગુગળ ૧-૧ ગ્રામ સવાર-સાંજ ૧-૧ ગ્રામ ધી સાથે સેવન કરવુ જોઈએ.
તેમજ શોઢલ ના કહ્યા મુજબ હાઈપર એસીડીટી ના દર્દીએ ગુગળ નુ સેવન કરવુ જોઈએ. જુના ઘારા પડયા હોય અથવા તો દુર્ગધયુક્ત પરૂ નીકળતુ હોય તેવા દર્દીને ધી સાથે ગુગળ નુ સેવન કરાવવા મા આવે તો તે અત્યંત લાભદાયી સાબિત થાય છે. અહી ગુગળ ની અમુક શાસ્ત્રીય બનાવટો જણાવેલી છે. લઘુયોગરાજ કે મહાયોગરાજ ગુગળ વા ના દર્દો માટે ઉપયોગી સાબિત થાય છે. શિલાજીત રસાયન કે કિશોર ગુગળ રક્તવિકાર માટે ઉપયોગી સાબિત થાય છે.
જયારે બત્રિસો ગુગળ એ શરીર મા ઉદ્ભવતી દરેક સમસ્યા માટે ઉપયોગી સાબિત થાય છે. આ તો આપણે ચર્ચા કરી ગુગળ થી થતા લાભો વિશે. પરંતુ , આપણે સૌ આ વાત જાણીએ જ છીએ કે કોઇપણ વાતનો અતિરેક જરાપણ યોગ્ય નથી. ગુગળ ના અધિક ઉપયોગ થી શરીર પર અનેકવિધ આડઅસર પણ થઇ શકે છે. તમને જણાવી દઈએ કે ગુગળ નુ વધુ પડતુ સેવન યકૃત માટે હાનિકારક સાબિત થઇ શકે છે. આ સિવાય ગુગળ ના વધુ પડતા ઉપયોગ થી અશક્તિ, નપુંસકતા, બેભાન થઇ જવુ વગેરે જેવી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે.