You are here
Home > Bollywood >

મૃત્યુ બાદ કરોડો ની ધન-સંપદા છોડીને ગઈ આ અભિનેત્રીઓ, પાંચ નંબરવાળી અભિનેત્રી હતી સૌથી નાની ઉંમર ની

મિત્રો, બોલિવૂડ જગત મા અભિનેતાઓ વિશે દિન-પ્રતિદિન અનેક ચર્ચાઓ થતી હોય છે. આ બોલીવુડ ની દુનિયા મા અમુક ચહેરા એવા પણ છે કે જેમણે પોતાના અભિનય થી સૌ કોઈ ના હૃદય માં સ્થાન મેળવ્યુ છે. ભલે, હાલ તે અહી આપણી વચ્ચે ઉપસ્થિત નથી પરંતુ, તેમનો અભિનય સૌ કોઈના હૃદય મા અકબંધ રહેશે.

આપણે આજે જે અભિનેત્રીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેમાની અમુક અભિનેત્રીઓએ તો એટલી નાની વયે સફળતા પ્રાપ્ત કરી હતી અને તેમની અમુકે તો ઘણા વર્ષો આ બોલીવુડ જગત પર રાજ કર્યું હતું. મૃત્યુ બાદ આ અભિનેત્રીઓ કરોડો ની સંપત્તિ ગઈ છે, આ બધી જ અભિનેત્રીઓએ કોઈ ને કોઈ અકસ્માત ના કારણે પોતાનો જીવ ગુમાવ્યો જેથી તમે ભાગ્યે જ ભૂલી શકો.

આ અભિનેત્રીઓ અવસાન બાદ તેમના પરિવાર માટે છોડી ગઈ કરોડો ની માલ-મિલકત :

બોલિવૂડમાં એવી અનેક અભિનેત્રીઓ છે જેઓ આકસ્મિક ઘટના ના કારણે મૃત્યુ પામી અને વિશ્વ ને અલવિદા કહીને ચાલી ગઈ. તે સૌ તેમના સૌન્દર્ય માટે વિશેષ જાણીતી હતી અને તેમની પાસે અઢળક સંપત્તિ પણ હતી જે હવે તેમના ઘર ના સદસ્યો ના નામે છે. તો ચાલો જાણીએ આ અભિનેત્રીઓ વિશે.

દિવ્યા ભારતી :

બોલિવૂડ માં સૌથી સુંદર દેખાતી અભિનેત્રી દિવ્યા ભારતી એ માત્ર ૧૯ વર્ષની વયે દુનિયા ને વિદાય આપી હતી. જ્યારે દિવ્યા ભારતી નું મૃત્યુ થયું ત્યારે તે બોલિવૂડ ની સૌથી સફળ અભિનેત્રીઓ માંની એક બની ચુકી હતી, અહેવાલો પર થી મળતી માહિતી અનુસાર મૃત્યુ બાદ દિવ્યા ભારતીએ અંદાજીત ૭૦ કરોડની સંપત્તિ તેમના પરિવાર માટે છોડી દીધી હતી.

શ્રીદેવી :

બોલીવુડ મા અપાર સૌન્દર્ય ધરાવતી અને સુપરસ્ટાર તરીકે નામના ધરાવતી સર્વપ્રથમ સ્ત્રી શ્રીદેવીએ અનેકવિધ સુપરહિટ ફિલ્મો આપી છે. તેણી એ ૪ વર્ષની વયે પોતાની કારકિર્દી નો પ્રારંભ કર્યો હતો. વર્ષ ૨૦૧૮ મા આકસ્મિક રીતે તેનુ મૃત્યુ નીપજ્યુ હતું. શ્રીદેવી નો અભિનય તમે અનેકવિધ ફિલ્મોમાં જોયો હશે જ અને તેમના અભિનય ના તમે દીવાના પણ હશો. શ્રીદેવી ના મૃત્યુ બાદ તેની ૨૪૭ કરોડની સંપત્તિ તેમની બે પુત્રીઓ જાહ્નવી અને ખુશી કપૂરના નામે થઈ ગઈ.

સૌંદર્યા :

૧૯૯૯ ના સમય માં આવેલી ફિલ્મ સૂર્યવંશમ્ માં અભિનેતા અમિતાભ બચ્ચન સાથે જોવા મળી રહેલી અભિનેત્રી સૌંદર્યા નું ૨૦૦૪ મા વિમાન અકસ્માત મા મૃત્યુ થયું હતું. એવું કહેવાય છે કે સૌંદર્યા પોતાની પાછળ ૫૦ કરોડની સંપત્તિ છોડી ગઈ છે.

રિમા લાગૂ :

અભિનેત્રી રીમા લાગૂ નું મૃત્યુ વર્ષ ૨૦૧૭ ના રોજ હૃદય ના હુમલા ના કારણે થયુ હતું. રીમા લાગૂ એ પોતાની કારકિર્દી દરમિયાન એક થી એક સુપરહિટ ફિલ્મોમાં કાર્ય કર્યું હતુ. અહેવાલો મુજબ રીમા લાગૂ ની સંપત્તિ અંદાજીત ૧૫ થી ૨૦ કરોડ ની હતી, જે પાછળથી તેના ઘર ના સદસ્યો ને આપી દેવામાં આવી. રીમાએ ‘મૈને પ્યાર કિયા’, ‘હમ આપકે હૈ કૌન’, ‘સાજન’, ‘દુલ્હન હમ લે જાયેંગે’, ‘કલ હો ના હો’ અને વાસ્તવ જેવી ફિલ્મો મા કાર્ય કર્યું હતુ.

જિયા ખાન :

૧૯ વર્ષની વયે અભિનેત્રી જિયા ખાને આત્મહત્યા કરીને પોતાના જીવન નો અંત આણી દીધો હતો. ખૂબ જ નાની વયે અને ટૂંકા ગાળા માં જ સફળતા પ્રાપ્ત કરનારી આ અભિનેત્રી ના લગ્ન પણ થયા નહોતા. પ્રેમી દ્વારા મળેલા દગા ના કારણે જિયા ખાને સમગ્ર દુનિયા ને અલવિદા કહી દીધું. મીડિયા દ્વારા પ્રાપ્ત થયેલી અમુક માહિતી અનુસાર જિયા ખાન પાસે અંદાજીત ૧૦ થી ૧૫ કરોડની સંપત્તિ હતી.

Leave a Reply

Top