You are here
Home > Articles >

મુકેશ અંબાણીએ તેના કર્મચારીઓને આપી આ મોટી ખુશખબરી, આટલા માસ આપશે ઘર બેઠા પગાર

મિત્રો, કોરોના વાયરસના વધતા જતા કેસો ને ધ્યાનમા રાખીને હાલ સમગ્ર દેશમા લોકડાઉન કરી દેવામા આવ્યુ છે એટલે કે ૧૪ એપ્રિલ સુધી આપણા દેશના લોકો ઘરમા જ રહેશે. આ સ્થિતિ ને જોતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા હાલ સૌથી મોટુ એલાન કરવામા આવ્યુ છે. જેમા ૩૦ હજાર કરતા ઓછી આવક ધરાવતા કર્મચારીઓને મહિનામા બે વાર પગાર આપવામા આવશે. આર.આઈ. એલ. દ્રારા જણાવવામા આવ્યુ છે કે, ૩૦ હજાર રૂપિયા કરતા પણ ઓછો પગાર ધરાવતા કર્મચારીઓને એક મહિના મા બે વાર પગાર આપવામા આવશે.

કંપની દ્રારા એક નિવેદન જાહેર કરવામા આવ્યુ છે કે, ઓછા પગાર ધરાવતા લોકો ફેશક્લો માથી મુક્તિ મેળવવા માટે અને નાણાકીય ભાર ઓછો કરવા માટે કંપની દ્રારા આ નિર્ણય લેવામા આવ્યો છે. આ કારણે જ મહિનામા લોકડાઉનના કારણે આ કંપનીના કર્મચારીઓ ને સમસ્યા ભોગવવાનો વારો નહીં આવે. જો કોઈ પ્રકાર ની ઈમરજન્સી આવે તો કર્મચારી પાસે નાણા હશે. જેનો તે ઉપયોગ કરી શકશે. કંપની દ્રારા કહેવામા આવ્યુ કે રિલાયન્સ પરિવાર ના ૬ લાખ સદસ્યો કોરોના વાયરસ ના યુદ્ધ સામે પૂર્ણ રીતે તૈયાર છે.

રિલાયન્સ ફાઉન્ડેશ ને બી.એમ.સી. સાથે એક ૧૦૦ બેડ ની હોસ્પિટલ બનાવી છે. જે ફક્ત કોવિડ-૧૯ ના દર્દીઓ નુ નિદાન કરશે. રિલાયન્સ દ્રારા હાલ મા જ કહેવામા આવ્યુ હતુ કે, લોકડાઉન દ્રારા જે કર્મચારીઓ કાર્ય પર નથી આવી શકતા તેવા કર્મચારીઓ નો પગાર પણ ચાલુ રહેશે. આ સિવાય કંપનીએ રોટેશન ડ્યૂટી અને વર્ક ફ્રોમ હોમ ની પણ સુવિધા આપી છે. કોરોના વાયરસ ના કારણે સમગ્ર વિશ્વમા અત્યાર સુધીમા ૧૫ હજાર કરતા પણ વધુ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે.

આપણા દેશમા દર્દીઓ ની સંખ્યા નો આંકડો ૫૦૦ ઉપર પહોચી ગયો છે. આ કારણે જ મોદી સરકાર દ્રારા તાત્કાલિક નિર્ણય લઈ સમગ્ર દેશને ૧૪ એપ્રિલ સુધી લોકડાઉન કરી દેવાનો નિર્ણય લેવાયો. હાલ તો આ કોરોના વાયરસ જેવી ગંભીર સમસ્યા ને રોકવા માટે સોશિયલ ડિસ્ટસિંગ એક માત્ર ઉપાય નજર આવી રહ્યો છે. જેના કારણે જ લોકો ને ઘર ની બહાર ના નીકળવા માટે ની અપીલ કરવામા આવી રહી છે.

Leave a Reply

Top