You are here
Home > Bollywood >

ના કોઈ ઝઘડો કે ના કોઈ મતભેદ, તમે વિચારી પણ નહી શકો કે આવા કારણ ને લીધે આ ગુજરાતી ગાયિકા રહે છે તેના પતી થી અલગ

મિત્રો, હાલ ટીવી માં અનેકવિધ પ્રોગ્રામ્સ પ્રસારિત થતાં હોય છે , આજે આ લેખમાં આપણે તેમાંના જ એક પ્રોગ્રામ વિશે થોડી ચર્ચા કરીશું. રિયાલિટી પ્રોગ્રામ “સારેગામાપા લિટલ ચેમ્પ્સ”ની ૮મી સીઝનમાં જજ તરીકે કાર્યરત અલકા યાજ્ઞિક સોન્ગ ને રીમિક્સ કરીને વખાણ લૂંટનાર વ્યક્તિઓ થી સતત ચિડે છે. તેમના મત મુજબ વર્તમાન સમયમાં સંગીતક્ષેત્રે જરાપણ ક્રિએટિવિટી રહી નથી. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, આ પ્રોગ્રામ માં અલકા ની સાથે કુમાર સાનુ અને ઉદિત નારાયણ પણ છે.

તેમણે એવું જણાવ્યું કે, આ ૩૦ વર્ષ ની હિસ્ટ્રી માં સૌપ્રથમ વાર અમે એકસાથે કોઇ રિયાલિટી પ્રોગ્રામ ને ટીવી પર એકસાથે જજ કર્યો છે. આ રીયાલીટી શો માં સમગ્ર દેશમાંથી અનેકવિધ બાળકોએ ભાગ લેવા માટે પધારે છે. ફિલ્મ “તેજાબ” ના ગીત “એક દો તીન… થી પ્રખ્યાત થયેલી ૫૩ વર્ષ ની વય ધરાવતી અલકા એ ૧૯૮૯ માં શિલાંગ ના નિવાસી બિઝનેસમેન નીરજ કપૂર સાથે વિવાહ કર્યાં હતાં. જો કે, વિવાહ બાદ અલકા છેલ્લાં ૨૭ વર્ષ થી પતિ થી દૂર રહે છે.

આ બંને નું અલગ રહેવાનું કારણ કોઇપણ જાતનો વાદ-વિવાદ કે મન-મેળાપ ના થવો એવું નથી, પરંતુ પોત-પોતાનું કાર્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિવાહ બાદ થી જ અલકા કાર્યબોજ ના કારણે મુખ્યત્વે મુંબઈમાં જ રહે છે તો પતિ નીરજ ને પણ પોતાના વ્યવસાય ના કારણે શિલાંગ માં સ્થિત રહેવું પડે છે. પોતાના કાર્ય માંથી થોડો સમય કાઢી અમુક સમયે અલકા શિલાંગ જતી રહે તો અમુક સમયે નીરજ મુંબઈ આવે. આમ આ ઘટનાક્રમ ઘણાં વર્ષો સુધી ચાલ્યો. આ સમયકાળ દરમિયાન તેમને ત્યાં એક પુત્રી નો પણ જન્મ થયો.

જે હાલ ૨૮ વર્ષની થઈ ચુકી છે. અલકા અને નીરજ બંને જુદું-જુદું આવક નું માધ્યમ ધરાવતા હોવાથી બંનેએ એવો જ નિર્ણય લીધો કે, બંને જુદા-જુદા રહીને પોતપોતાના કાર્ય પર ફોકસ કરશું. આમ અલગ રહેવા છતાં પણ તે બંનેના સંબંધો હજુ સુધી અકબંધ છે. પુત્રી ના પણ વિવાહ થઈ ચુક્યા છે. વર્ષ ૧૯૮૬ માં અલકા અને નીરજની સૌપ્રથમ મુલાકાત દિલ્હીમાં થઈ હતી. અલકા તે સમયે તેની માતા સાથે દિલ્હી ગઈ હતી. નીરજ એ અલકાની માતાના મિત્રનો ભત્રીજો હતો અને બંને એને સ્ટેશન પર રિસીવ કરવા માટે આવ્યા હતા.

એક હળવી મુલાકાત બાદ બંને વચ્ચે વાતચીત નો દૌર પ્રારંભ થયો. કાર્ય માટે નીરજ જ્યારે મુંબઈ આવતા હોય ત્યારે અલકાને મળવાનું ના ચૂકતા. આજ રીતે તે બંનેના સંબંધો ગાઢ બનતા ગયા. મિત્રતા અને રોમાન્સ બાદ બંનેના રિલેશન કમિટમેન્ટ સુધી પહોંચી ગયા. ૧૯૮૮ માં આવેલી “તેજાબ” ના ગીત “એક દો તીન…” એ અલકાને બૉલીવુડ જગતની નામચીન સ્ટાર બનાવી દીધી. આ જ વર્ષે બંનેએ પોતપોતાના ઘરે તેમના સંબંધો વિશે જણાવ્યું.

બંને ના ઘરના સદસ્યો ને આ સંબંધ સામે કોઇ વાંધો નહોતો, પરંતુ તેમના કુટુંબ ના સદસ્યો તેમના ભવિષ્ય અંગે ની ચિંતા કરીને તણાવ મા હતા. બંને નું કાર્ય જુદું-જુદું હતું અને આ જ કારણોસર બંને ને અલગ રહેવું પડે એમ હતું. માતા-પિતા એ જે-તે સમયે જણાવ્યું હતું કે, આગળ જઈને સંબંધો મા સમસ્યા આવી શકે છે. પરંતુ, અલકા અને નીરજ ના સંબંધો એટલા ગાઢ બની ચુક્યા હતા કે દૂર થવું ખૂબ જ કપરું બની ગયું હતું. પરંતુ, બંનેએ પોતપોતાના ઘર ના સદસ્યો ને મનાવી ૧૯૮૯ માં વિવાહ કરી લીધાં.

એક ઇન્ટરવ્યુ દરમિયાન અલકાએ કહ્યું હતું કે, નીરજે મુંબઈમાં પોતાનો વ્યવસાય સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, તેઓ એક નાના શહેર માં વસવાટ કરતાં હતા અને મુંબઈમાં તે પોતાનો વ્યવસાય સ્થાપિત કરવા માટે અસક્ષમ સાબિત થયા. અહીં વ્યવસાય પ્રારંભ કર્યા બાદ બહુ નાણાં ડૂબ્યા એટલે અલકાએ જ તેમને જણાવ્યું કે, તેઓ શિલાંગમાં જ પોતાનો વ્યવસાય કરે. આ સમયકાળ દરમિયાન બંને ના સંબંધોમાં અનેક પ્રકાર ના ઉતાર-ચઢાવ જોવા મળ્યા પરંતુ, આ તમામ વસ્તુઓ ને તેણે યોગ્ય ક્રમ મા ગોઠવી લીધા.

Leave a Reply

Top