You are here
Home > Jyotish >

નિયમિત સવાર-સાંજ માતા લક્ષ્મી તેમજ માતા દુર્ગા સામે બોલો આ દુર્ભાગ્ય દુર કરનારો મંત્ર, દરેક કાર્યમા મળશે ભાગ્યનો સાથ

વેદિક ક્રિયાઓ નો કોઈ અંત કે છેડો નથી. આપડા વેદ-પુરાણો મા દરેક માનવ જીવન થી લગતી તમામ દુવિધાઓ નુ સમાધાન મંત્ર સ્વરૂપે આપવામાં આવ્યું છે. માત્ર વાર હોય છે તો તેને સમજીને અનુસરણ કરવાની. આવી જ એક વાત માતા દુર્ગા વિશે પણ ઉલ્લેખનીય છે. ઋષિ માર્કેડે તેમની રચના દુર્ગા સપ્તશતી મા જણાવ્યું છે કે માતા ની પૂજા કરનાર ભક્તો ના બધા જ દુખ દૂર થાય છે તેમજ તેમની સર્વ મનોકામનાઓ પૂરી થાય છે.

દુર્ગા સપ્તશતી મા દરેક ઈચ્છાઓ મુજબ અલગ-અલગ મંત્રોચાર કરવાનું જણાવવા મા આવ્યું છે. જો આખી દુર્ગા સપ્તશતી નુ પઠન ન થઇ શકતો હોય તો માત્ર આવા મંત્રો નો જાપ પણ કરી શકાય છે. ઉજ્જૈન ના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા વધુ જણાવતા કહે છે માતા ની ભક્તિભાવ થી પૂજા કરતા સમયે ઉચારવા માટે ના ઘણા જાપ તેમજ મંત્રો નો ઉલ્લેખ તેમાં કરવામાં આવ્યો છે.

આ મંત્રોચાર કરવાની રીત :

સવાર-સાંજ નિત્યકર્મ થી નિવૃત થયા બાદ ઘર ના મંદિર અથવા તો કોઇપણ પવિત્ર જગ્યા પર બાજોટ ઉપર લાલ કપડું પાથરી તેના પર માતા લક્ષ્મી અથવા માતા દુર્ગા ની મૂર્તિ અથવા ફોટા ને સ્થાપિત કરો. આ મૂર્તિ પર કંકુ, ચોખા, લાલ ફૂલ ચઢાવો. ત્યારબાદ ગાય ના ઘી થી બનેલા પકવાનો નો પ્રસાદ ભોગ ધરો. માતા સામે ધૂપ-દીપ કરો અને ત્યારબાદ જ નીચે જણાવેલ મંત્રો નુ ઈચ્છા મુજબ ઉચારણ કરો. આ મંત્ર જાપ કરતા સમયે હાથ મા લાલ ફૂલ અને ચોખા રાખવા તેમજ મંત્રોચાર નો જાપ ૧૦૮ વાર કરવો જોઈએ.

ધન, ધાન્ય તેમજ સંતાનસુખ માટે નો મંત્ર

सर्व बाधा विनिर्मुक्तो, धन धान्य सुतान्वितः।
मनुष्यों मत्प्रसादेन भविष्यति न संशयः॥

ભાગ્ય સંબંધિત કોઇપણ બાધા દૂર કરવા માટે આ મંત્ર ના જાપ કરી શકાય છે

देहि सौभाग्य आरोग्यं देहि मे परमं सुखम्।
रूपं देहि जयं देहि यशो देहि द्विषोजहि।।

શારીરિક તેમજ માનસિક પ્રબળ થવા માટે નો મંત્ર

सृष्टिस्थितिविनाशानं शक्तिभूते सनातनि।
गुणाश्रये गुणमये नारायणि नमोस्तुते।।

ગરીબી ને દૂર કરવા માટે નો મંત્ર

दुर्गे स्मृता हरसि भीतिशेषजन्तोः स्वस्थैः स्मृता मतिमतीव शुभां ददासि।
दारिद्रयःखभयहारिणि का त्वदन्या सर्वोपकारकरणाय सदार्दचित्ता।।

કોઇપણ પ્રકાર ના સુખ મેળવવા માટે નો મંત્ર

ऊँ सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके।
शरण्ये त्रयम्बके गौरी नारायणी नमोस्तुते।।

Leave a Reply

Top