You are here
Home > Health >

નિયમિત સવારે નયણાં કોઠે આ રીતે બનાવીને પીઓ કાકડી નુ જ્યુસ, ત્વચા થી લઈને સ્વાસ્થ્ય માટે ખુબ જ છે ઉપયોગી, જાણો બનાવવા ની રીત…

કાકડી એવી ચીજ છે જે સલાડ અને રાયતા તરીકે નાના તથા મોટા સૌ કોઈને ભાવે છે. કાકડી બધીજ ઋતુમાં મલી જાય છે અને એમાં પણ ગરમીના સમયમાં કાકડી ને ખાવી એ ખૂબ લાભદાયી હોય છે કારણ કે તે ઘણા બધા પોષકતત્વોથી ભરપૂર હોય છે. તે સ્વાસ્થ્ય અને સુંદરતા તે બેય માટે ખુબ ફાયદાકારક છે. એમાં પણ અત્યારે કોરોનાની મહામારી નો સમય ચાલી રહ્યો છે ત્યારે કાકડીના જ્યુસનું પીવાથી ફ્રી રેડિકલ્સ દૂર થાય છે અને તેનાથી મેટાબોલિઝમ મજબૂત થાય છે. તો મિત્રો ચાલો તમે પણ જાણી લો કે કેમ બને છે આ જ્યુસ નીચે દર્શાવ્યા મુજબ બનાવી અને તેને નિયમિત લેવું.

સામગ્રી:

  • ૧ કાકડી
  • ૧ લીંબુનો રસ
  • ફૂદીનાના પાન
  • જીરું પાવડર
  • કાળા મરી
  • આદુનો કટકો
  • નમક સ્વાદનુસાર

આ ઉપર દર્શાવેલી તમામ વસ્તુઓ ને મીક્સર માં સારી રીતે મિક્સ કરી લ્યો. આ મિશ્રણ જાડુ રહે તો તેમાં થોડું પાણી ઉમેરી શકો છો અને પછી તેને તમારા નિયમિત પીણા માં ઉપયોગ કરી શકો છો. આ પીણું ન કેવળ તમારા સ્વાસ્થ્ય માટે સારું છે પણ તેનાથી તમને બીજા પણ ઘણા શારીરિક લાભ પ્રાપ્ત થાય છે. તો લો તૈયાર છે તમારું પીણું. સવારે નિયમિત નયણાં કોઠે પીવાથી તેનો લાભ બમણો થઇ જાય છે.

Leave a Reply

Top