You are here
Home > Jyotish >

નિયમિત સવારે તુલસીજીને પાણી ચઢાવતી વેળાએ જાપ કરો આ બે અક્ષરના મંત્રનો, ઘરમા થશે ધનની વર્ષા

ભારત ના હિંદુ ધર્મ મા માતા તુલસી ને ઘણું મહત્વ આપવામાં આવે છે. જેથી દરેક પુજા પાઠ મા તુલસી ની જરૂર પડતી જ હોય છે. ભારતીય શાસ્ત્રો મુજબ તુલસી ને અન્ય દેવી-દેવતાઓ ની જેમ પૂજવામાં આવે છે. આ જ કારણ છે કે મોટેભાગે બધા જ ઘર મા બીજા કોઇપણ છોડ હોય કે ન હોય પણ તુલસી નો છોડ તો જરૂર થી હોય જ છે.

જો કદાચ તમે આ વાત થી અજાણ હતા તો અત્યારે જ આ છોડ લગાવી દો. તેનાથી તમારા જીવન મા તેમજ તમારા ઘર પરિવાર મા બીમારીઓ થી મુક્તિ મળશે અને જીવન સમ્પન્ન થશે. ઘર ની અંદર હર્યો ભર્યો તુલસી નો છોડ પરિવાર ની સમૃદ્ધી દર્શાવે છે.એવું મનાય છે કે જે પણ ઘર ની અંદર વિધિવત પૂજા કરવામાં આવે તો બધા દેવી દેવતાઓ ની કૃપા મળે છે તેમજ આ એક ઔષધિ નો ભંડાર પણ છે.

ભારત ના ધાર્મિક ગ્રંથો મા આ છોડ થી ઘણી મુશ્કેલીઓ દુર થવાના ઉપાયો સૂચવ્યા છે. જેથી મુશ્કેલીઓ દુર થાય છે અને સૌભાગ્ય મળે છે. આ સાથે આ છોડ એક ફાયદાકારક ઔષધી પણ છે. આદિકાળ મા આ છોડ આયુર્વેદીક દવા બનાવવા મા ઉપયોગ કરાતો.

તો ચાલો જાણીએ આ તુલસી ના છોડ વિશે કે જેને હિન્દુ ધર્મ માં તો ઘણી માન્યતા પ્રાપ્ત છે પણ સાથે સાથે દવા તેમજ અન્ય મુશ્કેલીઓ મા કેવી રીતે આ છોડ નો ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો જાણીએ આ વિશે વિસ્તાર થી.

કોઇપણ કામ ની સફળતા માટે આ છોડ ને વિધિ વિધાન થી ઘરે લઇ ને આવો. ત્યારબાદ આ છોડ ને પવિત્ર ગંગાજળ થી સ્નાન કરાવી તેની ભક્તિભાવ થી પૂજન કરવું. પૂજા પૂર્ણ થયા બાદ આ છોડ ને પોતાના જમણા હાથ થી પીળા કપડા મા બાંધી લો. આ પૂજા દરમિયાન મંત્રોચાર કરવાથી ધન સંબંધિત તકલીફો દુર થાય છે.

આ છોડ ને નિયમિત પ્રાતઃકાળ જળ અર્પણ કરતા સમયે આ ઓમ મંત્ર નુ જાપ કરવાથી સમૃદ્ધી મા હજાર ગણું વધુ ફળ મળે છે. આ સાથે રોગ,શોક,ચિંતા જેવી મુશ્કેલીઓ થી પણ છુટકારો મળે છે. આવું કરવાથી જે ધન થી લગતી નુકશાની આવે અથવા તો સ્વાસ્થ્ય બગડે કે કોઈ ની કાળી નજર લાગે અને તમારું કામ અટકતું જણાતું હોય તો આ નીચે જણાવેલ ઉપાય પણ કરી શકો છો.

આ ઉપાય માટે આ છોડ ના સાત પાન સાથે સાત કાળા મરી હાથ ની મુઠ્ઠી મા લઇ પીડિત વ્યક્તિ ઉપર થી ૨૧ વાર ઓમ મંત્ર ના ઉચારણ કરી પિડિત વ્યક્તિ ને ચાવવા આપો અને આ પાન ને વાટી તેને ગળવા આપો. આવું કરવાથી બધી જ તકલીફો દુર થાય છે.

Leave a Reply

Top