You are here
Home > Articles

નોંધી લો ઈડલી અને ઢોસા સાથે ખવાતા ઓરીજનલ સાઉથ ઇન્ડિયન સંભારની રેસીપી

મોટેભાગે દરેક ને અવનવી વાનગીઓ ચાખવા નો શોખ હોય છે અને તેમાય જો વાત કરવામા આવે દક્ષીણ ભારત ની રેસીપી ની તો તેમાં સાંભાર તો મોખરે હોય જ. આ રેસીપી મોટેભાગે લોકો ઘરે બનાવવા ની ટ્રાય કરતા હોય છે. શું તમે પણ ક્યારેય બહાર હોટેલ જેવો ઇડલી સાંભાર ઘરે ટ્રાય કર્યો છે. જો નહીં તો આજ ના આ આર્ટીકલ મા દર્શાવેલ રેસીપી તમારા માટે જ છે. તો આજે નોંધી લો આ સાઉથ ઇન્ડિયા મા બનાવવા મા આવતા સાંભાર ની રેસીપી વિષે.

આ સાઉથ ઇન્ડિયન સાંભર બનાવવા જોઈતી વસ્તુઓ:
૩/૪ કપ બાફી ને છુંદો કરેલી તુવેર ની દાળ, એક ચમચી જીરુ, એક નાની ચમચી મેથી, એક મોટી ચમચી ધાણા, એક નાની ચમચી ચણા ની દાળ, એક નાની ચમચી ચોખા, ત્રણ લવીંગ ના ટુકડા, એક એલચી, આદુ નો નાનો કટકો, પાંચ થી છ લસણ ની કળીઓ, દસ થી બાર મીઠા લીમડા ના પાન, પાંચ થી છ કાશ્મીરી સુકાયેલા મરચા, બે મોટી ચમચી જેટલું લીલા ટોપરા નુ છીણ, નાની અરધી વાટકી સમારેલ ડુંગળી, એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચુ, અડધી ચમચી હળદર, ત્રણ થી ચાર મોટા ચમચા આમલી નુ પાણી, અડધી ચમચી ગોળ, પાંચ થી છ સરગવા ની સીંગ ટુકડા કરેલા અને નમક જરૂર પ્રમાણે.

હવે આ સાઉથ ઇન્ડિયન સાંભર બનાવવા ની રીત
સૌથી પેહલા એક પાત્ર મા એક ચમચી તેલ ઉમેરી તેને ગરમ થવા માટે ગેસ પર રાખી દેવું. ત્યારબાદ તેલ ગરમ થઇ જાય એટલે ગેસ ધીમો કરી દેવો. ત્યારબાદ તેમાં ઉપરોક્ત જણાવ્યા અનુસાર એક ચમચી જીરુ, મેથી, ધાણા ઉમેરી તેને સાંતળો. ત્યારબાદ તેમા એક નાની ચમચી ચણા ની દાળ, એક નાની ચમચી ચોખા ઉમેરવા. આટલું થઇ ગયા બાદ લવીંગ, એલચી, આદુ નો કટકો અને લસણ ની કળીઓ ઉમેરવી.

આ તમામ વસ્તુઓ ને ગેસ પર ધીમા તાપે સાંતળો અને થોડી વાર પછી તેમા સુકાયેલા કાશ્મીરી મરચા નાખવા અને લીમડા ના પાન ઉમેરવા અને આ તમામ વસ્તુઓ ને શેકી લો. આ તમામ વસ્તુઓ ને શેકતા સમય ખાસ ધ્યાન રાખવું જેથી સાંભર ખાવા મા લજીજ બને છે અને સાથોસાથ આ તમામ વસ્તુ બળી ના જાય તેનો ખાસ ખ્યાલ રાખવો. હવે તેમા ટોપરા નુ છીણ અને ડુંગળી ઉમેરવી. હવે આ તમામ વસ્તુઓ અને ડુંગળી સોનેરી થાય ત્યાં સુધી સાંતળો અને પછી ગેસ બંધ કરી દો.

ત્યારબાદ તેમા એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચા નો પાવડર, નમક અને હળદર નાખી એક થી ડોઢ મીનીટ માટે બંધ ગેસ કરી સાંતળવા દેવું. ત્યારબાદ આ પાત્ર ને ઠંડા થવા માટે રાખી મુકો અને ઠંડુ થઈ જાય એટલે તેમા થોડું પાણી ઉમેરી ને આ બધી જ વસ્તુઓ ને મિક્સર ની મદદ થી એક ઘાટું પેસ્ટ બનાવી લો. ત્યારબાદ એક કુકર લઈ તેમાં ત્રણ ચમચી તેલ નાખી ગેસ પર ગરમ થવા માટે રાખી મુકો.

ત્યારબાદ આ તેલ ગરમ થવા લાગે એટલે તેમાં અડધી વાટકી સમારેલ દુધી, એક કપ જીણા સમારેલા ટામેટા અને અડધો કપ જેટલા બટાટા ઉમેરવા અને તેને સાંતળો. આ સિવાય પણ તમે આમાં તમને ગમતા કોઇપણ શાકભાજી ઉમેરી શકો છો. થોડીવાર બાદ તેમાં અગાવ તૈયાર કરેલ પેસ્ટ ને આ કુકર મા ઉમેરવી અને તમામ વસ્તુઓ ને સારી રીતે ભેળવી લો. જરૂર પ્રમાણે તમે તેમા પાણી પણ ઉમેરી શકો છો. આ બધી જ વસ્તુઓ ને સારી રીતે સાંતળો.

ત્યારબાદ તેમા આંબલી નું પાણી ઉમેરવું અને હવે તેમા ઉપરોક્ત જણાવ્યા અનુસાર બાફેલી તુવેર ની દાળ ઉમેરવી અને જરૂર મુજબ નુ પાણી ઉમેરી ને આ મિશ્રણ ને સારી રીતે ભેળવી લેવું. ત્યારબાદ તેમા ગોળ અને સ્વાદ મુજબ નમક ઉમેરવું. હવે સરગવા ની સીંગ ઉમેરી ને આ મિશ્રણ ને હલાવી લો. ત્યારબાદ કુકર ને ઢાંકી ને ગેસ ફૂલ કરી દેવો. થોડીવાર મા જયારે સીટી વાગે એટલે ગેસ ને મધ્યમ તાપે કરી નાખવો અને આ મિશ્રણ ને ત્રણ થી ચાર મિનીટ સુધી પાકવા દો.

જો આ જ વસ્તુઓ એક ખુલ્લા પાત્ર મા બનાવવા મા આવતી હોય તો આ મિશ્રણ ને દસ થી પંદર મિનીટ સુધી પાકવા દેવું. આ કુકર ને પંદર થી વીસ મીનીટ માટે ઠંડુ થવા દો અને ત્યારબાદ જ કુકર નું ઢાંકણ ખોલવું. હવે આ સાંભર ને હજુ થોડો પાકવા દો અને તેને સારી રીતે હલાવી લેવો. હવે આ સંભાર નો વઘાર કરવાનો છે. તેના માટે તમારે એક બીજા પાત્ર મા થોડુક તેલ, રાઈ, થોડું જીરુ, ચાર-પાંચ લાલ મરચા તેમજ પાંચ થી છ મીઠા લીંમડા ના પાન નાખી ને વઘાર કરી લેવો.

ત્યારબાદ આ તૈયાર કરેલા વઘાર ને કુકર મા ઉમેરી સારી રીતે હલાવી ને ભેળવી લેવું. આ વઘાર ત્યારે જ તૈયાર કરવો કે જયારે તમારે તેને પરોસવા નો હોય. આ સાથે જ આ સંભાર મા કોથમીર થી ગાર્નીશિંગ કરી લેવું. તો લો તૈયાર છે તમારો સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ થી બનાવવા મા આવતો સાંભર. તેને તમે ઢોસા અથવા ઈડલી સાથે પરોસી શકો છો.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Top