You are here
Home > Health >

ઓછા સમય મા વજન ને ઘટાડવા તેમજ ચરબી ને ઓગાળવા, બસ આ રીતે કરો મસાજ

મિત્રો, વર્તમાન સમય ની આધુનિક જીવનશૈલી એવી બની ગઈ છે કે મેદસ્વીતા અથવા શરીર ના એક ભાગમા ચરબી ના થર જામી જાવા એ સામાન્ય બાબત બની ગઈ છે. મોટાભાગ ના લોકો મોટાપા અને તેના વચ્ચે ની પાતળી ભેદરેખા ને પારખી શકતા નથી. મોટાભાગ ના લોકો બધી સમસ્યાઓ માટે એકસરખો ઉપચાર અજમાવતા હોય છે, પરિણામે આ સમસ્યા જડમૂળ થી દૂર થઈ શકતી નથી.

મેદસ્વીતા ના પ્રકારો :

આમ જોવા જઈએ તો આ મોટાપા ની સમસ્યા ને તમે બે ભાગ મા વહેંચી શકો, સર્વપ્રથમ છે સર્વાંગી જાડાપણું, કે જેમા આખી બોડી પર એકસમાન ચરબી ના થર જામેલા હોય છે, જ્યારે અન્ય પ્રકારના મોટાપા મા, એવી પરિસ્થિતિ હોય છે કે જેમાં વ્યક્તિ ના શરીર ના અમુક હિસ્સાઓ મા જ ચરબી નું પ્રમાણ વધુ પડતું હોય છે અથવા તો તમે એમ કહી શકો કે શરીર ના બીજા હિસ્સાઓ કરતાં આ હિસ્સા મા ચરબી નું પ્રમાણ વધુ પડતું હોય છે.

આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે, શરીર ના જે ભાગ પર જેમ કે, હાથ, જાંઘ અથવા પેટ પર ચરબી ના વધુ પડતા થર જોવા મળે છે તેને ઘટાડવા માટે અમુક અસરકારક પગલાં લેવા આવશ્યક બને છે. સામાન્ય રીતે વર્તમાન સમય ની જીવનશૈલી મા પેટ પર મેદસ્વીતા ની સમસ્યા વધુ પડતી જોવા મળે છે. પુરુષો અને સ્ત્રીઓ બંનેમા બહાર નીકળેલું પેટ તેમના વ્યક્તિત્વ ને સંપૂર્ણપણે બગાડે છે, વળી તે સિવાય તે અનેકવિધ અન્ય બીમારીઓ ને પણ નોતરું આપે છે. આ ઉપરાંત આ સમસ્યા થી પીડાતા લોકો ને હ્રદય સાથે સંકળાયેલા રોગો પણ વધુ પ્રમાણ મા જોવા મળે છે.

આ સમસ્યા ઉદ્ભવવા પાછળ ની જવાબદાર આદતો :

આ સમસ્યા માંથી મુક્તિ મેળવવા માટે, ભોજન મા અમુક પ્રકારના પરિવર્તન કરવા આવશ્યક છે, આ સિવાય બોડી પોઈશ્ચરમા પણ સુધારો કરવો ખૂબ જ અગત્ય નો છે. જો તમને સંપૂર્ણપણે મોટાપા ની સમસ્યા નથી, તો પગ વાંકા કરીને સૂવું તથા પેટ બહાર નીકળવા નું કોઈ વિશેષ કારણ હોઈ શકે છે. આ ઉપરાંત ભોજન કર્યા બાદ તુરંત જ બેસવું કે સૂવું એ પણ જવાબદાર કારણ હોઈ શકે છે. તેથી, તેનાથી મુક્તિ મેળવવા માટે આ તમામ હેબીટ ને તુરંત જ દૂર કરો. આજે, આ લેખ મા અમે તમને મસાજ ની એક વિશિષ્ટ પદ્ધતિ વિશે જણાવી રહ્યા છીએ, જે ધીમે-ધીમે તમને આ સમસ્યા માંથી મુક્તિ અપાવશે.

મસાજ કરવાની વિધિ :

આ એક મસાજ ની સાવ સરળ અને સામાન્ય પ્રક્રિયા છે કે જેમાં બાવને-બાવન સરક્યુલર મોશનમા માલિશ કરવામાં આવે છે. જેમાં તમે કોઈપણ ઓઈલ નો યુઝ કરી શકો છો અને સ્ત્રી અને પુરૂષ બંને માટે આ મસાજ એકસમાન લાભદાયી છે. પરોઢે સ્નાન કરતાં પૂર્વે અથવા તો રાત્રે સુતા પૂર્વે તમે આ મસાજ કરી શકો છો. મસાજ કર્યા બાદ ગરમ પાણી થી સ્નાન કરવું જેથી આ મસાજ ની ત્વરિત અસર તમને જોવા મળશે.

કેવી રીતે કરવી આ મસાજ ?

સૌપ્રથમ એક પાત્ર મા તેલ લો, ત્યારબાદ બંને હાથ ની આંગળીઓ ને તેમાં યોગ્ય રીતે ડુબાડી દો. હવે નાભી ને કેન્દ્ર રાખીને ગોળાઈમા સૌપ્રથમ કલોકવાઇઝ ત્યારબાદ એન્ટિ-કલોકવાઇઝ ૫ મિનિટ સુધી પેટ ની યોગ્ય રીતે માલિશ કરવી. થોડા-થોડા સમય નો ગાળો રાખીને આ પ્રક્રિયાને કમ સે કમ ૧૦ થી ૧૫ વાર અનુસરવી. નિયમિત વહેલી પરોઢે અને સંધ્યાકાળે આ પ્રક્રિયા અજમાવવા થી થોડા દિવસોમા જ તમને ફરક નજર આવવા માંડશે. તો એકવાર આ નુસખો અવશ્ય અજમાવવો.

Leave a Reply

Top