You are here
Home > Recipe >

ઓવન કે કૂકર ના ઉપયોગ વિના, કડાઈ મા બનાવો ઈંડા વગર ની કેક

હાલ ના સમય મા કોઇપણ પ્રસંગ હોય કે પાર્ટી લોકો કેક નો ઓર્ડર કરવાનુ ક્યારેય ભૂલતા નથી. આમ તો મોટેભાગે લોકો કેક ને બહાર  ની સારી-સારી દુકાનો થી મંગાવતા હોય છે પરંતુ ઘણા લોકો ને ટેવ હોય છે તેમને બહાર ની વસ્તુ માફક નથી આવતી. આ સિવાય ભારત મા મોટેભાગે લોકો શાકાહારી હોવા ને લીધે પણ આ કેક નુ સેવન નથી કરતા. પરંતુ હવે તો માર્કેટ મા ઈંડા વગર ની કેક પણ મળતી હોય છે. તે છતાં ઘણા લોકો નુ મન નથી માનતું.

આ માટે જ આજ ના આ આર્ટીકલ મા અમે જણાવવા જઈ રહ્યા છીએ કે તમે જાતે જ ઘરે કેક બનાવી શકો છો. આમ જોવા જઈએ તો કેક ને ઓવન અથવા તો કૂકર મા જ બનાવવા મા આવતું હોય છે પરંતુ આજ ના આ આર્ટીકલ મા અમે જણાવવા જઈ રહ્યા છીએ કેક ની એક એવી અવનવી રેસિપી વિષે જે જેને તમે કડાઈ મા પણ બનાવી શકો છો અને તે પણ મેંદા ના લોટ ના ઉપયોગ વિના. તો ચાલો જાણીએ આ અવનવી વાનગી વિષે વિસ્તાર થી.

આ કેક બનાવવા માટે જોઈતી વસ્તુઓ 

અડધો કપ દહીં, દોઢ કપ ખાંડ બારીક પીસી ને ભુક્કો કરેલી, થોડુંક તેલ, દોઢ કપ રવો, અડધો કપ મેંદો, ૨૦૦ ગ્રામ દૂધ, અડધી ચમચી વનીલા ના એસેંસ, ત્રણ ચમચી કોકો નો ભુક્કો, એક નાની ચમચી બેકિંગ સોડા, એક નાની વાટકી મા ડ્રાઈફ્રૂટસ અને અડધો કિલો નમક અથવા તો રેતી. તો ચાલો હવે જાણીએ આ કેક ની વિધિ વિષે.

વિધિ-
તો હવે સર્વપ્રથમ એક મોટા વાસણ મા દહીં ઉમેરી લો અને તેને સારી રીતે ફેંટી લો. ત્યારબાદ આ દહીં મા ઉપરોક્ત જણાવ્યા મુજબ ની ખાંડ ઉમેરી દો અને તેને સારી રીતે દહીં સાથે ભેળવી લો. હવે ત્યારબાદ આ મિશ્રણ મા અડધું કપ તેલ ઉમેરો અને તેને સારી રીતે ફેંટતા રહો. ત્યારબાદ આ મિશ્રણ મા રવા ની સાથોસાથ કોકો પાઉડર ઉમેરી ને આ મિશ્રણ ને સારી રીતે ફેંટતા રહો. જ્યારે આ મિશ્રણ ઘટ્ટ થવા લાગે તો તેમાં અડધું કપ દૂધ ઉમેરો અને આ મિશ્રણ ને ફરી પાછુ ફેટી લો.

ત્યારબાદ તૈયાર કરેલા આ મિશ્રણ ને અડધા કલાક માટે ઢાંકી ને રાખી દો. ત્યારબાદ હવે એક કેક-ટિન લઇ તેના પર થોડું તેલ લગાવી લો.અને તેમા અંદર ની ગોળાઈ મા બટર પેપર કાપી ને પાથરી દો અને હવે આ બટર પેપર ને પણ ચિકણા કરી લેવા. ત્યારબાદ ગેસ ને ચાલુ કરી મધ્યમ તાપે તેના ઉપર કડાઈ મુકવી અને હવે તેમા નમક ઉમેરી દો અને તેને સારી રીતે ફેલાવી લો. જો નમક નો ઉપયોગ ના કરવો હોય તો તમે રેતી નો પણ ઉપયોગ કરી શકો છો.

જ્યારે આ ગેસ પર રાખેલી કડાઈ મા નમક ગરમ થવા લાગે ત્યાં સુધી મા રવા ના અગાવ તૈયાર કરેલ મિશ્રણ મા વધારા ના દૂધ ને ઉમેરી ને સારી રીતે ભેળવી લો. ત્યારબાદ તેમા ઉપરોક્ત દર્શાવ્યા પ્રમાણે વનીલા ના એસેંસ, બેકિંગ સોડા તેમજ થોડું નમક ઉમેરી દો અને આ મિશ્રણ ને સારી રીતે હલાવી ને ભેળવી લો. ત્યારબાદ આ મિશ્રણ ને કેક-ટિન ની અંદર પાથરી દો અને તેના ઉપર હવે ડ્રાઈફ્રૂટસ નો છટકાવ કરી દો. ત્યારબાદ ૩૦ થી ૩૫ મિનિટ સુધી ધીમા તાપે આ કેક ને રાંધવા દેવું.

સમયાંતરે કેક ને ચપ્પુ અથવા તો ટૂથપિક ની સહાયતા થી ચકાસતા રેહવું. જો આ સાફ નિકળી જતું હોય તો ઠીક છે નહીતર આ મિશ્રણ ને વધુ પાંચ મિનિટ માટે બેક કરી લો. જો કેક સારી રીતે બેક થઇ ગયું હોય તો આ  કેક-ટિન ને કડાઈ મા થી બહાર કાઢી લો અને તેને ૧૦ થી ૧૨ માટે ઠંડુ થવા દો. તો લો મિત્રો તૈયાર છે તમારી ઈંડા વગર ની અવનવી ડ્રાઈફ્રૂટસ કેક. આ કેક બનાવવા માટે જો શક્ય હોય તો બધી જ વસ્તુઓ નુ માપ માટે કપ નો ઉપયોગ કરવો.

Leave a Reply

Top