You are here
Home > Articles >

ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા આપવામા આવ્યા કોરોના વાઈરસ ના રસી ને લઈને સારા સમાચાર, ટ્રાયલ ની શરૂવાત

મિત્રો, કોરોના વાયરસના કારણે હાલ સમગ્ર વિશ્વ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ માથી પસાર થઈ રહ્યુ છે. હજારો લોકો આ કોરોના વાયરસ ના કારણે પોતાના જીવ ગુમાવી ચુક્યા છે અને લાખો લોકો જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા હાલ જાહેરાત કરવામા આવી છે કે તેમના દ્વારા તૈયાર કરવામા આવેલી રસી કોરોના વાઇરસ ને દૂર કરવા માટે સક્ષમ છે કે નહિ તેની તપાસ કરવામા આવી રહી છે અને હાલ આ પરીક્ષણ નો પ્રથમ તબક્કો શરૂ થઇ ચુક્યો છે.

કોરોના વાયરસની હજુ સુધી કોઈ રસી શોધાઈ નથી. વિશ્વ ની અનેકવિધ સંસ્થાઓ હાલ આ સમસ્યા ના નિવારણ માટે મથી રહી છે. ત્યારે ઓક્સફર્ડ યુનિવર્સિટી પણ આ કાર્યમા લાગેલુ છે. ઓક્સફર્ડ દ્વારા શુક્રવાર.ના રોજ સ્વસ્થ માણસો પર સ્ક્રિનિંગ શરુ કરી દેવામા આવી હતી. આ સમસ્યામાથી માણસો ને બહાર કાઢવા માટે અત્યાર સુધી કોઈ જ વેક્સિન ની શોધ થઈ નથી એવામા હવે ઓક્સફર્ડ ની આ રસી મનુષ્યમા ટ્રાયલ ના પ્રથમ તબક્કા પર પહોંચી છે જે અંગેની માહિતી યુનિવર્સિટી દ્વારા આપવામા આવી હતી.

સૌથી વિશેષ વાત તો એ છે કે આ રસીના સંશોધન મા મૂળ ભારતીય લોકો પણ જોડાયેલા છે. અહેવાલો પર થી મળતી માહિતી અનુસાર ઓક્સફર્ડ ની સાથે સમજૂતી કરીને રોકી માઉન્ટેન લેબોરેટરી અને અન્ય એક સંસ્થા પણ આ રસી પર કાર્ય કરી રહી છે જેનુ સંચાલન મૂળ ભારત ના અને હાલ ઓસ્ટ્રેલિયા મા પ્રોફેસર તરીકે ફરજ બજાવતા એસ.એસ.વાસન. કરે છે

આ રસીના સંશોધન માટે ૧૮ થી ૫૫ વર્ષ ની વય ધરાવતા માણસો પર ટ્રાયલ કરવામા આવશે. આ ટ્રાયલ બાદ કોરોના વાયરસની રસી માટે વધુ માહિતી મેળવી શકાશે. સંશોધકો જો આ ટ્રાયલમા સફળ થાય તો શક્ય તેટલી વહેલા મા વહેલી તકે આ રસી ના ડોઝ તૈયાર કરવામા આવશે.

પરીક્ષણ થી થશે આ લાભ :

આ ટીમ ૧૮-૫૫ વર્ષની વય ધરાવતા સ્વસ્થ વ્યક્તિઓ પર પરીક્ષણ કરશે અને જો તેઓ આ સ્ક્રીનિંગમા સફળ થયું તો તેઓ આ નવી ChAdOx1 nCoV-19 રસીના પરિક્ષણમા પાસ થનાર આપણો દેશ પ્રથમ હશે. આ ટ્રાયલ થી રસી ને લગતા અમુક સુરક્ષિત પરિબળો વિશેની માહિતી તો મળશે જ સાથે સાથે કોરોના વાયરસ સામે લડવા માટે આ રસી કેટલી સક્ષમ છે તે પણ આઈડિયા મળશે.

Leave a Reply

Top