You are here
Home > Articles >

પાન-મસાલાની દુકાનો ખુલતા જ વાઈરલ થયા એવા મેસેજ, જે વાંચીને તમે હંસી-હંસીને લોટપોટ થઇ જશો

મિત્રો, હાલ ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરવામા આવેલી લોકડાઉન ૪ માટેની ગાઈડલાઈનમા પાન અને મસાલાની દુકાનો ખુલ્લી રાખવા અંગેની જાહેરાત કરતા જ ગુજરાતમા ચારેય તરફ ખુશીની લહેરો લહેરાઈ રહી છે. તેમા પણ વધારે પડતી ખુશીઓ તો વ્યસનીઓમા જોવા મળી હતી અને તેમના દ્વારા સોશિયલ મીડિયામા આ ઘટના ને લઈને રમૂજ શરૂ કરી હતી.

સોશીયલ મીડીયામા આ ઘટના ને લઈને અઢળક રમૂજી મેસેજ વાઈરલ થયા હતા. હાલ, સૌ કોઈ પોત પોતાની સર્જનાત્મકતા ને વોટ્સએપ તથા સોશિયલ મીડિયા પર અપલોડ કરી રહ્યા હતા જે ખૂબ જ વાઈરલ થઈ રહી છે. તો વાંચો સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલાં મેસેજ.

આજનુ પાન-ફાકી ખરીદવા માટેનુ શુભ મુહૂર્ત. વહેલી સવારે ૬ વાગ્યે ઊઠીને સ્નાન કરી હોન્ડાની કિક જમણા પગથી મારવી. ૬૦ દિવસ પછી માવો ખાવા મળતો હોવાથી ચૂનો માપમા નાખવો. પાન ફાકી ખાધા પછી પિચકારી ઘરે જઈને મારવી. જો ૧૩૫ કે ૧૨૦ ના મળે તો સાદી તમાકુ ખાઈને પણ મુહૂર્ત સાચવી લેવુ

આ સિવાય એક વ્યક્તિ એ કઈક આવુ લખ્યુ, દારુડીયાઓએ ભારતીય અર્થતંત્ર બેઠુ તો કરી આપ્યુ છે, હવે ઉભુકરવા માટે “ફાકી” વાળાનો વારો આવ્યો છે. સાચવી લે જો.

જો આજ થી માવા ફાકીના પાર્લર કે દુકાન ચાલુ થાય તો દર વર્ષે ૧૯ મી મે ના દિવસ ને “વિશ્વ ફાકી દિવસ” તરીકે ઉજવવામા આવશે.

આ સિવાય એક જોકસ કઈક આવો હતો કે પાનની દુકાનેથી ફાકી પાર્સલ કરાવીને હાલતુ થવાનુ છે.
ઉભા રહી ને કોરોનાની રસી શોધવાની નથી અને અર્થશાસ્ત્રી તો થવાનુ જ નથી.

હવે ગુજરાતની ધરતી ટુંક સમયમાં કંકુ વર્ણી રાતી ચોર થાવા ની છે….

પાન માવા ફાકી વારા થૂંકી થૂંકી ને લાલ કરશે.. અને આમ જ કોરોના ફેલાવી ને સમગ્ર ગુજરાત ‘ રેડ ઝોન ‘ પણ થઇ જાશે.

પાન-મસાલા ની દુકાનો ખોલવાની જાહેરાત થી વ્યસનીઓ માં ૬૦ વરસે ઘરે પારણુ બંધાયુ હોય તેવી ખુશી નો માહોલ.

ડખા તો હવે શુરૂ થાહે સાયબ
પાન માવાની સુટ તો પાણીપુરીની કેમ નય..? નારી_સન્માન ની અવગણના

Leave a Reply

Top