ચાર-ચાર પુત્રો હોવા છતા માતા રઝળી રહી છે રસ્તા પર, કોઈ પુત્ર આ વૃદ્ધાની સાર-સંભાળ લેવા માટે નથી તૈયાર

મિત્રો, પોતાના પેટે પાટા બાંધીને સંતાનોનો ઉછેર કરનાર વૃધ્ધ માતા-પિતાની દુર્દશાના અનેક કિસ્સાઓ સમાજમા અવારનવાર સંભાળવા મળતા હોય  છે. ત્યારે આવા જ એક કિસ્સા વિશે આજે આપણે આ લેખમા ચર્ચા કરીશુ. આ વાસ્તવિક ઘટનાને તમારી સમક્ષ રજુ કરવા માટે લેખમા દર્શાવવામા આવેલા તમામ પાત્રોના નામ અને જગ્યા કાલ્પનિક છે. કારેલીબાગ વિસ્તારમા બનેલા આવા જ એક કિસ્સા એ સ્થાનિક લોકોમા ભારે રોષની લાગણી પેદા કરી છે. ચાર-ચાર પુત્રોનો ઉછેર કરનાર વૃધ્ધ માતા મણીબાના પતિ મૃત્યુ પામ્યા હતા. તેમછતા તેમણે તેમના ચારેય પુત્રોને પગભર કરવામા લોહીનું પાણી કરી દીધુ હતુ.પરંતુ, હાલ જ્યારે આ વૃધ્ધ માતાને સંતાનોના સહરાની આવશ્યકતા પડી ત્યારે તમામ પુત્રો એકબીજા પર જવાબદારી ઢોળવામા લાગી ગયા છે. ચારેય પુત્રો પોતાના જુદા-જુદા મકાનો રાખી પોતાના પરિવાર સાથે સુખના દિવસો પસાર કરી રહ્યા છે

કોરોના એ અદૃશ્ય શત્રુ છે પરંતુ, તેની સામેના યુધ્ધમા કોરોના વોરિયર્સ અડીખમ છે : મોદી

મિત્રો,કોરોના વાયરસ એ આપણા માટે અદ્રશ્ય શત્રુ છે પરંતુ, આ અદ્રશ્ય વાયરસ સામેના યુધ્ધમા કોરોના વોરિયર્સ અડીખમ ઉભા છે તેમ પી.એમ. મોદીએ પોતાના ભાષણમા જણાવ્યુ હતુ. સોમવાર ના રોજ કર્ણાટકમા બેંગ્લોર ખાતે રાજીવ ગાંધી યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સના સિલ્વર જ્યુબિલી કાર્યક્રમને તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ખુલ્લો મુક્યો હતો. તેમણે જણાવ્યુ કે, કોરોના સામેના યુધ્ધમા આપણા મેડિકલ કાર્યકર્તાઓની વિજય નિશ્ચિત છે. કોરોના સામે લડતા ફ્રન્ટલાઇન વર્કર્સ સાથે અભદ્ર વર્તન કે હિંસા કોઈપણ પરિસ્થિતિમા ચલાવી લેવાશે નહી. સમગ્ર વિશ્વ તમારી પાસેથી સારવારની આશા રાખીને બેઠુ છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે, આજે સમગ્ર વિશ્વની નજર આપણા દાક્તરો ,નર્સો , મેડિકલ સ્ટાફ અને સાયન્ટિફિક કોમ્યુનિટી પર છે. તેઓ આપણી પાસેથી અનેકવિધ આશાઓ રાખીને બેઠા છે. હાલ સમગ્ર વિશ્વ તમારી પાસેથી સારસંભાળ અને સારવાર બંનેની

શું ભારતીય ટીમનો આ ઓલરાઉન્ડર ખેલાડી હાલ બનવા જઈ રહ્યો છે પિતા?

મિત્રો, વડોદરાના ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યાના ઘરે હાલ  પારણુ બંધાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. હાર્દિક પંડ્યાની મંગેતર નતાશા એ હાલ સોશિયલ મીડિયામા બંનેનો એક ફોટો શેર કરીને આ વિશે માહિતી આપી છે. હાર્દિક પંડ્યા લગ્ન પહેલા જ પિતા બનશે. અત્રે , ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૦ ના પહેલાં દિવસે હાર્દિક પંડ્યાએ નતાશા સાથે સગાઈ કરી હોવાની માહિતી આપી સૌને ચોંકાવી દીધા હતા. નતાશા એ હાલ થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામમા એક ફોટો શેર કર્યો છે. આ ફોટામા નતાશા હાર્દિકની સામે જોઈ રહી છે અને હાર્દિક તેના પેટ પર હાથ રાખીને ઉભો છે. આ ફોટો શેર કરતાની સાથે નતાશા એ કેપ્શનમા લખ્યુ છે કે, હાર્દિક અને મે અત્યાર સુધી ઘણી યાદગાર સફર ખેડી છે અને તે બધી ખુબ જ સારી હતી અને

જાણો, એક અમેરિકન વૈજ્ઞાનિક એવો દાવો કરી રહ્યો છે કે આવનાર સમયમા ચિકનથી ફેલાશે મહામારી

મિત્રો, કોરોના સંક્રમિત દર્દીઓનો આંક ૬૧ લાખને પાર કરી ચુક્યો છે અને વૈજ્ઞાનિકો ને હજુ સુધી પણ અસરદાર દવા શોધવામા સફળતા નથી મળી શકી. જોકે વેક્સિન પર કાર્ય ચાલી રહ્યુ છે. આ બધા વચ્ચે અમેરિકાના વૈજ્ઞાનિક ડો. માઈકલ ગ્રેગરે હાલ ચેતવણી આપી કે, ખાવા માટે આપણી જાનવરો પરની નિર્ભરતા કોરોનાથી પણ મોટી આફત નુ નોંતરું લાવી શકે છે. તમને જણાવી દઈએ કે, આ ચેતવણી એવા સમયે આવી છે, જ્યારે અન્ય એક્સપર્ટ કોરોના વાયરસ ચામાચિડીયા માંથી માણસમા ફેલાઈ રહ્યો હોવાનુ માની રહ્યા છે. આ ચર્ચા વચ્ચે ડો. ગ્રેગર જે વારંવાર શાકાહાર ભોજન પર જોર આપતા આવ્યા છે્. તેમનુ માનવુ એવુ છે કે, ચિકન પર હાલ વિશ્વની મોટી આબાદી આધારિત છે, એવામા ચિકન માંથી ફેલાવનારી આ મહામારીની વ્યાપકતા વધુ ભયજનક અને પીડાદાયક હશે

જાણો, આ રાજ્યના કેબીનેટ મંત્રી બન્યા કોરોનાના શિકાર !

મિત્રો, કોરોના સંક્રમિત લોકોનો આંકડો હાલ ૬૧ લાખને પણ પાર કરી ચુક્યો છે. ત્યારે હજુ સુધી પણ વૈજ્ઞાનિકો આ સમસ્યાના નિરાકરણ માટે અસરદાર દવા શોધવામા કોઈ સફળતા મેળવી શક્યા નથી. જોકે, હાલ વિશ્વના તમામ દેશો  આ બીમારીની વેક્સિન શોધવા પર કાર્ય કરી રહ્યા છે. અનેક તજજ્ઞો  કોરોના વાયરસ ચામાચિડીયા માંથી માણસમા આ વાયરસ  ફેલાયો હોવાનો દાવો કરી રહ્યા છે. આ બધી ચર્ચાઓ વચ્ચે હાલ સુત્રોથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ઉતરાખંડના કેબિનેટમંત્રી સતપાલ મહારાજ પણ કોરોનાના શિકાર બની ચુક્યા છે, જે સાંભળીને સમગ્ર રાજ્યમા હાહાકાર મચી ગયો છે. આ કેબીનેટ મંત્રીનો કોરોના  રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેમના આખા કેબિનેટને  હોમ ક્વોરન્ટાઇન કરવામા આવ્યુ છે. કારણકે, કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યાના એક દિવસ પહેલા જ સતપાલ મહારાજ કેબિનેટ બેઠકમા હાજર રહ્યા હતા. સતપાલ મહારાજ સિવાય

જાણો, વલસાડની એક યુવતી દ્વારા કરવામા આવ્યો આપઘાતનો પ્રયાસ , સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો વાઈરલ

મિત્રો, જો તમે એવી માનસિકતા ધરાવતા હોય કે આપઘાત ભાગ્યે જ થતો હોય છે, તો એ વાત જરાપણ સાચી નથી પરંતુ, આ એક એવી કરુણતા છે, જે આપણા વર્તમાન સમાજનો હિસ્સો બની ચુક્યુ છે અને હાલ, આ બાબતને કોઈપણ સ્વીકારવા માટે તૈયાર નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાના આત્મહત્યા અંગેના છેલ્લા આંકડા મુજબ હાલ સમગ્ર વિશ્વમા અંદાજે સાત લાખ કરતા પણ વધુ લોકોએ આત્મહત્યા કરી હતી. આ સર્વેમા આ બાબત પણ જાણવા મળી કે આ આપઘાત કરનાર વ્યક્તિઓમા મોટાભાગના લોકો ની ઉમર ૪૦ વર્ષથી નીચે હતી એટલે કે આપઘાત ની આ સમસ્યા યુવાવર્ગ સાથે મુખ્યત્વે સંકળાયેલી છે. હાલ, વર્તમાન સમયમા જ વલસાડના પારનેરા મા રહેતી એક યુવતીએ કોઈ અંગત કારણોસર આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ યુવતી પોતાના એપાર્ટમેન્ટ ની અગાસી પરથી કુદીને

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા ૬ વર્ષમા કરી નાખી સમગ્ર દેશની કાયાપલટ : અમિત શાહ

મિત્રો , હાલ કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઊષ્માભરી શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી. અમિત શાહે છેલ્લા છ વર્ષમા હાંસલ કરેલી સિદ્ધિઓને વર્ણવતા ટ્વિટ કર્યુ હતું કે, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૬૦ વર્ષની તમામ ઐતિહાસિક ભૂલોને માત્ર છ વર્ષમા સુધારી દીધી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છ દશકામા દેશનાં વિકાસમા પડેલા ગાબડાને બુરીને માત્ર છ વર્ષમા આત્મનિર્ભર ભારતનો પાયો નાખ્યો છે. તેમણે ટવીટમા લખ્યુ છે કે, મોદી સરકારના શાસનમા થેલા વિકાસકાર્યોની ભાગીદાર બનનાર આ દેશની જનતાને હુ કોટિ-કોટિ વંદન કરુ છુ. ભાજપના એક અન્ય કાર્યકર્તા દ્વારા પણ ટ્વિટ કરવામા આવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી મોદીએ વિકાસના માર્ગમા પડેલા ૬૦ વર્ષના ગાબડાને ફક્ત છ વર્ષમા બુરયુ છે. કાર્યકાળના આ છ વર્ષ ગરીબ કલ્યાણ, રિફોર્મનાં સમાંતર સમન્વયની અભૂતપૂર્વ મિસાલ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને

ઈરફાન ખાન મરતા પહેલા પણ કોરોના પીડિતો માટે એવુ કાર્ય કરી ગયા, જે જાણીને તમે પણ કહેવા મજબુર થઇ જશો ” વાહ ઈરફાન વાહ”

મિત્રો, ઈરફાન ખાન આપણને છોડીને ચાલ્યા ગયા તેના હાલ ૩૦ દિવસ થઈ ચુક્યા છે. તેમનો અભિનય અને યાદો હંમેશા લોકોના હૃદયમા જીવંત રહેશે. કોરોના મહામારી વચ્ચે બધા સિતારાઓ અલગ-અલગ રીતે મદદ કરી રહ્યા છે અને લોકોને સહાય કરવા માટે આગળ આવી રહ્યા છે. આ વચ્ચે જ ઈરફાનના એક ચાહકે આજે એક ખુલાસો કર્યો જે હાલ ચર્ચાનો વિષય બની ગયો છે. આ ચાહકનુ કહેવુ એવુ છે કે, ઈરફાન આ દુનિયા છોડીને ગયા તે પહેલા કોરોના પીડિતો માટે સારું એવુ દાન કરતા ગયા. જો કે હજુ સુધી કોઈને તેના વિશે ખબર નથી અને તે પોતે પણ નહોતા ઈચ્છતા કે દુનિયાને આ વિશે ખબર પડે. એક ઈન્ટકવ્યૂમા ઈરફાનના ખાસ મિત્ર જિયાઉલ્લાએ જણાવ્યુ હતુ કે, આ વિશ્વમા ઈરફાનની ગેરહાજરીની ભરપાઈ કોઈ નહી કરી શકે. જિયાઉલ્લા

જુઓ હૃદય ને થરથરાવી દે તેવો આ ફોટો, જે આપણા દેશની વર્તમાન સ્થિતિને વર્ણવે છે

મિત્રો, આપણા દેશમા વર્તમાન સમયમા એવા ઘણા બધા બાળકો છે જે ભૂખ્યા સુવા પર મજબુર છે પરંતુ મધ્ય પ્રદેશથી જે ઘટના સામે આવી છે તે જોઇને કોઈનું પણ હૈયું ચિરાઈ જાય. આ તસવીર સરકારનાં દાવાઓની પોલ ખોલવા માટે પર્યાપ્ત છે. ભોપાલ પોલીસને આ બાળક બસ સ્ટોપ પાસેથી મળી આવ્યુ છે અને તે એટલુ નબળુ છે કે તેનુ વજન ફક્ત ૧.૩ કિલો છે. પોલીસ દ્વારા માતાની શોધખોળ હાથ ધરાઈ : મધ્યપ્રદેશ સરકાર હાલ ગર્ભવતી સ્ત્રીઓ અને બાળકો માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડ્યાના દાવા કરે છે પરંતુ, આ દાવા કેટલા અંશ સુધી સાચા છે તે ફક્ત આ એક ફોટોમા દેખાય આવે છે. ૧૦ દિવસનુ એક બાળક ભોપાલ પોલીસને બસ સ્ટોપ પર મળી આવ્યુ. આ બાળક ફક્ત ૧.૩ કિલોગ્રામનુ છે અને તેને તરછોડી દેવામા

વાવાઝોડાની અસરનો પ્રારંભ , સૌરાષ્ટ્રમા ઠેર-ઠેર વરસાદના હળવા ઝાપટા

મિત્રો, અરબી સમુદ્રમા ઉદભવેલા દબાણના કારણે ગુજરાતના દરિયાઈ તટ પર સ્થિત વિસ્તારોમા પવનની ગતિ ઉતરોતર વધી રહી છે અને હાલ ગુજરાતના પોરબંદરના દરિયામા કરંટ વર્તાઈ રહ્યો છે. અહી પંદર થી વીસ ફુટ જેટલા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. જેના કારણે અરબી સમુદ્ર પર સ્થિત ગુજરાત-સોૈરાષ્ટ્ર સહિતના તમામ બંદરો પર માછીમારોને એલર્ટ રહેવા માટે અને દરિયામાથી પાછા આવી જવા માટે જણાવ્યુ છે. હાલ, આવનાર સમયમા પોરબંદર , વેરાવળ ,દીવ , માંગરોળ , જાફરાબાદ , રાજુલા , જામનગર , ઓખા , જામનગર , દ્વારકા , સલાયા , બેડી ,રોજી ,સિકકા બંદર પર ભયસુચક એક નંબરનુ સિગ્નલ લગાડવામા આવ્યુ છે. દરિયામા હાલ ૧લી જુનથી ૩૦ જુલાઈ સુધી માછીમારી માટે વેકેશન જાહેર કરવામા આવ્યુ છે. જેથી, બધી જ બોટ દરિયાકાંઠે પરત આવી રહી છે. અહી,

Top