You are here
Home > Articles >

૧લી જાન્યુઆરી થી એ.ટી.એમ માંથી પૈસા ઉપાડવા ના નિયમ મા થયો ફેરફાર

હાલ ના સમય મા બેન્કિંગ થી લગતા ફ્રોડ ના કેસો વધવા લાગ્યા છે. મોટેભાગે રોજબરોજ તમે છાપાઓ મા વાંચતા જ હશો કે કોઈ ના કોઈ વ્યક્તિ ના બેંક ખાતા માં થી પૈસા ઉપડી ગયા અથવા તો ફ્રોડ કરી ને પૈસા ખેંચી લીધા જેવી અનેક ઘટનાઓ જોવા મા આવતી હોય છે. આ વાત ને ધ્યાન મા રાખી ને જ દેશ ની સૌથી મોટી સરકારી બેંક એટલે કે ભારતીય સ્ટેટ બેંક, તેના એ.ટી.એમ માંથી રોકડ ઉપાડવા ની રીત બદલવા જઈ રહી છે.

એ.ટી.એમ મા થતા વ્યવહારો ની છેતરપિંડી ને રોકવા માટે, બેંક દ્વારા ૧લી જાન્યુઆરી ૨૦૨૦ થી વન-ટાઇમ પાસવર્ડ એટલે કે ઓ.ટી.પી આધારિત કેશ ઉપાડ ની સિસ્ટમ ને રજૂ કરવા જઈ રહ્યા છે. આ અંતર્ગત સવાર ના આઠ થી બીજા દિવસ ના સવાર ના આઠ વાગ્યા સુધી એ.ટી.એમ માંથી પૈસા ઉપાડવા માટે, તમારે બેંક સાથે નોંધાયેલા મોબાઇલ નંબર પર ઓ.ટી.પી જણાવવું પડશે. આ નિયમ દસ હજાર રૂપિયા થી વધુ ના રોકડ વ્યવહાર પર લાગુ થશે. એસ.બી.આઈ દ્વારા ટ્વીટટર ના માધ્યમ થી આ વિશે માહિતી આપી છે.

આ રીતે કામ કરશે
જ્યારે તમે પૈસા ઉપાડવા એસ.બી.આઈ એ.ટી.એમ પર જાઓ છો, ત્યારે કાર્ડ સ્વિપ કર્યા પછી એક વખત નો પાસવર્ડ (ઓ.ટી.પી) બેંક મા નોંધાયેલા તમારા મોબાઇલ નંબર પર મોકલવા મા આવશે. જે તમારે તમારી અ.ટી.એમ ની સ્ક્રીન પર દાખલ કરવું પડશે. આ પ્રક્રિયા અન્ય કોઈપણ બેંક ના એ.ટી.એમ પર કાર્ય કરશે નહીં કારણ કે હાલ મા તે રાષ્ટ્રીય નાણાકીય સ્વિચ મા બનાવવા મા આવી નથી. બેંક નું કહેવું છે કે આના થી બનાવટી કાર્ડ થી ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન અટકાવવા મા આવશે.


બેન્કિંગ ફ્રોડ ના કેસ મા સતત વધારો થઈ રહ્યો છે
આર.બી.આઈ ના જાણવા મળતા એક અહેવાલ મુજબ, ડિજિટલ ટ્રાન્ઝેક્શન ને લીધે વર્ષ ૨૦૧૮-૧૯ મા બેન્કિંગ ક્ષેત્રે છેતરપિંડી ૭૧,૫૪૩ કરોડ ની થઈ હતી. આ સમયગાળા દરમિયાન બેંક મા છેતરપિંડી ના ૬૮૦૦ થી પણ વધુ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭-૧૮ મા બેંક છેતરપિંડી ના ૫૯૧૬ કેસ નોંધાયા હતા. તેમાં થી ૪૧,૧૬૭ કરોડ થી પણ વધુ ની છેતરપિંડી કરવામા આવી હતી. છેલ્લા ૧૧ નાણાકીય વર્ષો મા બેંક ના છેતરપિંડી ના કુલ ૫૩,૩૩૪ કેસ નોંધાયા છે, જ્યારે તેમના દ્વારા ૨.૦૫ લાખ કરોડ ની છેતરપિંડી કરવામા આવી છે.

એવું માનવામા આવી રહ્યું છે કે આવી રીતે કરવામા આવતા ટ્રાન્ઝેક્શન થી લોકો મા જાગૃતિ આવશે અને તેના મોબાઈલ સિવાય આ ઓ.ટી.પી બીજા કોઈ અન્ય વ્યક્તિ ને પ્રાપ્ત પણ નહી થાય જેથી આ પ્રયાસ હાથ ધરવામા આવ્યો છે. જે મોબાઈલ નંબર બેંક સાથે સંકળાયેલો હશે તેમા જ ઓ.ટી.પી આવશે જેથી ગ્રાહક ચેતી જાય કે તે આ પ્રકાર ના નાણા નો વ્યવહાર કરી રહ્યો છે કે નહી. આ તમામ બાબતો ગ્રાહકો ના પૈસા ની સુરક્ષા હેતુસર ધ્યાન મા રાખી ને અમલ મા મુકવામા આવી રહી છે.

Leave a Reply

Top