You are here
Home > Recipe >

પંજાબી સ્ટાઈલમા આજે જ ઘરે આ સરળ રીતે બનાવો “પનીર-મખ્ખની”, જે એકવાર ખાશે ક્યારેય નહી ભૂલે તેનો સ્વાદ…

જો કોઈ વ્યક્તિ પનીર નું નામ લે તો ઘણા લોકોને પનીર નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. પનીર અલગ-અલગ રીતે બનાવવામાં આવે છે. શું તમે ક્યારેય પનીર મખની ખાધા છે. તો આજે એકવાર ટ્રાય કરો આ સ્વાદિષ્ટ વાનગી. તેના માટે તમારે કઈ કઈ વસ્તુઓ જોઈએ છે?

સામગ્રી :

સો ગ્રામ પનીર, મખાણા ૫૦ ગ્રામ, ૨૦૦ ગ્રામ ટામેટા, ૨૦૦ ગ્રામ ડુંગળી, ખસ ખસના બી ૨ ચમચી, આદુ લસણ અને મરચાની ચટણી, પાંચ ચમચી ગરમ મસાલો સ્વાદાનુસાર, તજ લવિંગ અને એલચી નો ભૂકો તેમજ નિમક સ્વાદ અનુસાર તેમજ સાત ચમચી તેલ જોઈશે.

બનાવવાની રીત :

ચાલો જોઈએ પનીર મખણા બનાવવાની રીત આ શાક બનાવવા માટે સૌપ્રથમ તમારે ધીમા તાપે એક તપેલીમાં તેલ ગરમ કરો તેમાં મખણા ઉમેરી દો અને તે બ્રાઉન કલરના થાય. ત્યાં સુધી તેને શેકો હવે તેને એક પ્લેટમાં બહાર કાઢી લો. અને બીજી તપેલી માં ફરી વઘાર માટે આદુ લસણ અને મરચાની ચટણી નાખો. તેમાં થોડું તેલ નાખો તેમાં ટામેટા અને ડુંગળી ઝીણા સમારેલા હોય તેવા નાખો.

ગરમ મસાલો તમારા સ્વાદ અનુસાર ઉમેરો અને તેલ છૂટું પડે ત્યાં સુધી બધુ ધીમા તાપે ગરમ થવા દો. ત્યારબાદ તેમાં તજ અને લવિંગનો ભૂકો નાખો. અને સ્વાદ અનુસાર નમક પણ તેમાં ઉમેરી શકો આ બધું ચડી જાય પછી તેમાં થોડા પનીરના કટકા નાખો. અને તેને ચડવા દો. અને હવે પહેલા બનાવેલા મખણા પણ આમાં ઉમેરી દો.અને તેમાં ધીમા તાપે હલાવો થોડીવાર ગેસ ઉપર આ શાકને હમણાં રહેવા દો. ત્યારબાદ આ સબ્જી તમે પરોઠા સાથે ખાઈ શકો છો.

Leave a Reply

Top