You are here
Home > Life Style >

પાર્લરમા ખોટો ખર્ચ ના કરો, હવે ઘરે જ તમારા વાળને કુદરતી રીતે મસાજ કરો અને વાળને બનાવો મજબૂત, રેશમિ અને મૂલાયમ

મિત્રો આજે અમે તમને વાળ સિલ્કી અને લાંબા બનાવા માટે એક ઉપચાર બતાવીશુ. જેનાથી તમારા વાળ ખૂબ જ સુંદર બનશે અને માનસિક તણાવ પણ દૂર થશે. ઘણી વખત વાળ બહુ ખરતા હોય છે. તેનું કારણ માનસિક તણાવ હોય છે. સ્પા કરવા માટે સ્ત્રીઓ બ્યુટી પાર્લરમાં જતી હોય છે. પરંતુ ત્યાં પ્રાકૃતિક રીતે તમારા વાળને ટ્રીટમેન્ટ આપતા નથી. પરંતુ કૃત્રિમ કેમિકલ વાળી ક્રીમો દ્વારા ટ્રીટમેન્ટ આપે છે. માટે આજે આપણે અહી ઘરેજ સ્પા બનાવતા શિખીશું.

સિલ્કી અને લાંબા વાળ કરવા માટે મહિનામાં એક વાર હેર સ્પા કરાવવું જોઈએ. સ્પા કરવાથી વાળ મુલાયમ, રેશમી, અને મજબૂત બને છે તેમજ ખોડો થતો નથી. તમારા વાળ ફાટી ગયા હોય તો તેમાં પણ ફાયદો થાઈ છે. સ્પા કરવાથી વાળ ને પોષણ મળે છે. આપણે સ્પા કરવા માટે પાર્લરમાં ખર્ચા કરીયે છીયે તો આવા ખર્ચા થી બચવા માટે આપણે ઘરેજ પ્રાકૃતિક રીતે સ્પા કરતાં શિખીશું. અને તે ખૂબ જ અસરકારક સાબિત થશે. તો ચાલો શિખીએ ઘરે હેર સ્પા કેવી રીતે કરવો તે.

આપણે અહી પાંચ સ્ટેપમાં સ્પા કરીશું. જે તમારા વાળ ને સારી અસર કરશે. અને તે કરવાથી તમારા વાળ મજબૂત, સિલ્કી અને લાંબા બનશે. અને તમારા પૈસા પણ બચશે.

કુદરતી રીતે હેર સ્પા કરવાના સ્ટેપ્સ

સ્ટેપ 1

પહેલા સ્ટેપમાં વાળનો મસાજ કરવાનો હોય છે. નારીયેલ તેલ ને ગરમ કરી તે તેલને વાળની ત્વચામાં લગાવી અને મસાજ કરવો. લગભગ પાંચથી સાત મિનીટ સુધી હળવા હાથે મસાજ કરવો. મસાજ કરવાથી માથામાં બ્લડ સર્ક્યુલેશન વધશે જેના કારણે તમારા વાળ લાંબા થશે.

સ્ટેપ 2

બીજા સ્ટેપ માં વાળ ને શેક આપવાનો છે. એક સ્વચ્છ ટૂવાલ લેવાનો છે. તેને ગરમ પાણીમાં બોળી પાણી નીચોવી અને તે ટુવાલ વાળ પર વિટાળી દેવો. આવું કરવાથી વાળમાં આપણે જે તેલનું માલીસ કર્યું તું તે તેલ ઊંડે સુધી ઉતરી અને વાળને પોષણ આપે છે.

સ્ટેપ 3

ત્રીજા સ્ટેપમાં વાળ ને ઠંડા પાણીથી શેમ્પુથી ધોવા.

સ્ટેપ 4

હવે ચોથા સ્ટેપ માં વાળ ને ધોયા પછી કંડીશનર લગાવો. પ્રાકૃતિક કંડીશનર બનાવવું હોય તો તેના માટે બીટને પીસીને તેની પેસ્ટ બનાવી લો પછી તેમાં ગુલમહોરના પાંદડાનો પાવડર ઉમેરી તે પેસ્ટનો ઉપયોગ કંડીશનર તરીકે કરી શકાઈ છે. બજારમાં મળતા કંડીશનરનો પણ ઉપયોગ કરી શકાઈ છે. હવે પાણી થી વાળને ધોય નાખવા.

સ્ટેપ 5

હવે આ છેલ્લું સ્ટેપ છે. હેર માસ્કનું આ માસ્ક તમે ઘરે બનાવેલું વાપરો તો વધારે સારું. માસ્ક બનાવવા માટે બે ઈંડાની અંદરનો ભાગ લઈ તેમાં એક ચમચી મધ અને ચાર ચમચી નારિયેળ તેલ નાખો. ત્યાર બાદ તેમાં અડધું કેળું ક્રશ કરીને નાખવું. હવે આ મિશ્રણને બરાબર મિક્સ કરવું. પછી તેને વાળમાં લગાવી લો. વીસ મિનીટ સુધી આ માસ્ક વાળમાં લગાવેલું રાખવું. પછી ઠંડા પાણી અને શેમ્પૂ થી વાળ ધોવા.

આ રીતે તમે ઘરેજ હેર સ્પા કરી શકો છો. તો હવે તમારે પાર્લર માં ખોટા ખર્ચા કરવા જવાની જરૂર નથી. આ હેર સ્પા કરવાથી તમારા વાળને પ્રાકૃતિક ચમક મળશે. અને તમારા વાળ સિલ્કી અને મજબૂત બને છે.

Leave a Reply

Top