You are here
Home > Articles >

રાસ-ગરબાથી ચાલુ કરીને રિસેપ્શન સુધીની માયાભાઈની લાડલી દીકરીની તસવીરો, તમે જોઈ કે નહીં?

ગુજરાત રાજ્યના ફેમસ હાસ્ય કલાકાર માયાભાઈ આહીરની પુત્રી સોનલના તાજેતરમાં જ લગ્ન કરવામાં આવ્યા હતા. માયાભાઈની પુત્રી સોનલ અમરેલીના બીજેપી નેતા જીતુભાઈ ડેરના પુત્ર મોનીલ ડેર જોડે લગ્નગ્રંથીથી જોડાઈ હતી. માયાભાઈના વતન તળાજા તાલુકાના બોરડા ગામમાં જ શાસ્ત્રો અનુસાર વિધિથી નવદંપતીએ ફેરા લીધા હતા. ત્રણ દિવસ ચાલેલા અતિભવ્ય મેરજમાં વિવિધ મહેમાનો હાજર રહ્યા હતા. લગ્નમાં સોનલ ખૂબ જ સુંદર તથા આકર્ષક જોવા મળી હતી. સોનલનું પિતા માયાભાઈ જોડેનું ઈમોશનલ બોન્ડિંગ જોવા જેવું હતું.

લગ્ન આગળની શાસ્ત્ર વિધિમાં પુત્રી સોનલે પીળા અને લાલ રંગની સુંદર ચણિયા ચોળી પહેર્યા હતા. માથામાં ટીકો તથા ગળામાં સોહામણો હાર પહેર્યો હતો.

પોતાના ઘરે ઉપસ્થિત રહેલા સંત મોરારિબાપૂના માયાભાઈના ફેમિલી એ આશીર્વાદ લીધા હતા. દીકરી સોનલે પણ મોરારિબાપુને પગે લાગી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

રાસ-ગરબાના પ્રસંગમાં સોનલે પીળા કલરની સાડી પહેરી હતી. ભાઈઓ બેન સોનલને દોરીને સ્ટેજ પર લઈ ગયા હતા.

સોનલે મમ્મી પપ્પા અને ભાઈ-ભાઈ સાથે સ્ટેજ પર સુંદર ફોટો પણ ખેંચાવી હતી.

દ્વિતિય દિવસે ડાયરામાં સોનલે કોફી રંગના ચોલી પહેર્યા હતા. હાથમાં મહેંદી તથા ગળામાં હીરાના હારમાં સોનલ ખૂબ આકર્ષક જોવા મળી હતી.

માયાભાઈએ જાતે જ પુત્રી સોનલને દોરીને સ્ટેજ પર લઈ ગયા હતા. કીર્તિદાનના ગીતો પર સોનલ પર આખા ફેમિલી દ્વારા રૂપિયાનો વરસાદ કર્યો હતો.

મેરેજ માં ફેરા ફરતી વખતે સોનલ સફેદ તથા ગુલાબી રંગના દુલ્હનના આઉટફીટમાં એકદમ પરી જેવી લાગતી હતી. ગળામાં સોહામણા હાર અને કાનમાં મોટા ઝૂમકા જોડે સોનલ દુલ્હનના વેશમાં એકદમ સુંદર લાગી રહી હતી.

જ્યારે સાસરિયાં પક્ષ અમરેલીમાં રાખવામાં આવેલા રિસેપ્શનમાં સોનલ વેસ્ટર્ન કમ ઈન્ડિયન આઉટફીટમાં દેખાવા મળી હતી.

પ્રાપ્ત થયેલી માહિતી મુજબ હાસ્ય કલાકાર માયાભાઈની પુત્રી સોનલે બીએસએસીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.

માયાભાઈને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. મોટા પુત્રના બે વર્ષ પહેલાં મેરેજ કરવામાં આવ્યા હતા.

dip

Leave a Reply

Top