You are here
Home > Articles >

દેશના સૌથી અમીર વ્યક્તિ અંબાણીના દીકરાને નાનપણમાં કેટલા રૂપિયા વાપરવા મળતા ? કિલક કરીને જાણી લો

ભારત દેશના સૌથી ધનવાન માણસ મુકેશ અંબાણી વિશ્વના 9માં સ્થાન ધરાવતા અમીર માણસ બની ગયા છે. હુરૂન ગ્લોબલ રિચ લિસ્ટ 2020ના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે મુકેશ અંબાણીની નેટવર્થ 4.80 લાખ કરોડ રૂપિયા છે. અને વર્ષ 2019માં દર કલાકે મુકેશ અંબાણીએ 7 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સિવાય મુકેશ અંબાણીના વાઇફ નીતા અંબાણીનો એક જૂનો ઈન્ટરવ્યૂ સોશ્યલ મીડિયામાં વાયુવેગે વાઈરલ થઈ રહ્યો છે. આ ઈન્ટરવ્યૂમાં નીતા અંબાણી વાત કરતા જોવા મળે છે કે તે નાનપણમાં પોતાના ત્રણેય બાળકોને કેટલી પોકેટ મની આપતા હતા.

iDiva એન્ટરટેનમેન્ટ વેબસાઈટમાં આપવામાં આવેલ એક ઈન્ટરવ્યૂમાં નીતા અંબાણીએ વાત કરતા કહ્યું હતું કે તે ઈશા, આકાશ તથા અનંતને માત્ર પાંચ રૂપિયાની પૉકેટ મની આપતાં હતા. નીતા અંબાણીએ એ પણ કહ્યું હતું કે કે તે આમ કેમ કરતાં હતા.

નીતા અંબાણીએ આગળ વાત કરતા જણાવ્યું કે, તે આવું એટલાં માટે કરતાં હતા જેથી તેના બાળકો પણ એક સામાન્ય લાઈફ જીવે અને તેમને પૈસાનું મહત્વ ખબર પડે. બાળકો કોઈ પણ ફેમિલી જોડે સંબંધ કેમ ન ધરાવતા હોય, પણ તેમને પૈસાના મહત્વની ખબર હોવી જ જોઈએ.

આ ઈન્ટરવ્યૂમાં નીતા અંબાણીએ કહ્યું હતું કે એક વખત અનંત તેની જોડે આવ્યો અને જણાવ્યું કે મમ્મી આજથી મને 10 રૂપિયા આપવાનું રાખજો, કેમ કે સ્કૂલમાં તેને બધા ચીડવે છે. આ બાબતે હું પણ કંઈ કરી શકું એમ નહોતી. એટલા માટે મેં બાળકોની પૉકેટ મની વધારી દીધી હતી.

જાણવા મળ્યું છે કે અંબાણીની દીકરી ઈશા હંમેશા દાદા-દાદીની લાડલી બનીને રહી છે. આ વાતનો ખુલાસો પોતે મુકેશ અંબાણીના માતા કોકિલાબેને ઈશાની સગાઈ વખતે કર્યો હતો.

કોકિલાબેને વાત કરતા જણાવ્યું હતું કે, ધીરૂભાઈ અંબાણી સવારે ઉઠતી વખતે જ્યાં સુધી ઈશાનો સુંદર ચહેરો જોઈ નહોતા લેતા ત્યાં સુધી તેમના દિવસની શરૂઆત નહોતી થતી. ધીરૂભાઈ ક્યારેય ઈશાને જોયા વગર ચા પણ નહોતા પીતા. ઈશા અમારા બંનેની ફેવરિટ રહી છે.

મુકેશ અંબાણી તથા નીતા અંબાણીના બંને દીકરી-દીકરા ઈશા તથા આકાશના મેરેજ થઈ ચૂક્યા છે. ઈશાના લગ્ન પીરામલ ગ્રુપના ચેરમેન અજય પીરામલના દીકરા આનંદ સાથે થયા છે, જ્યારે આકાશના લગ્ન હીરાના વેપારી રસેલ મહેતાની દીકરી શ્લોકા જોડે થયા છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે અંબાણીના નાના દીકરા અનંત અંબાણી પણ થોડાક જ સમયમાં લગ્ન બંધનમાં બંધાશે. અનંતના લગ્ન રાધિકા મર્ચેન્ટ જોડે થશે. રાધિકા વિવિધ વખત અંબાણી ફેમિલીના ફંક્શનમાં નજર આવતી રહે છે.

dip

Leave a Reply

Top