You are here
Home > News >

પોતાના જીવ ની પરવાહ ન કરી, આ ૧૬ વર્ષના બાળક નુ કામ જાણી તમે પણ તેના પર ચોક્કસપણે ગર્વ કરશો

મિત્રો, સંકટ સમયે દરેક વ્યક્તિ ભાગી જવા ના રસ્તા ને પ્રાધાન્ય આપે છે. પરંતુ , અમુક એવા શૂરવીર લોકો પણ હોય છે કે જે સંકટ ના સમય માં પોતાના સાહસ અને બુદ્ધિમતા થી વિશ્વ ને આશ્ચર્ય માં મૂકી દે છે. માત્ર ૧૬ વર્ષના બાળકે એક આકસ્મિક ઘટના દરમિયાન ભય માં રહેવાની જગ્યાએ સાહસ બતાવ્યું હતું. કોઝિકોડ નો રહેવાસી આદિત્ય એક શૂરવીર યુવક છે. તેણે નેપાળ યાત્રા પર જતી એક બસ અકસ્માત માં ૨૦ લોકોના જીવ બચાવ્યા હતા. ભભકતી આગ ની લપેટ વચ્ચે જઈને તેણે લોકોના જીવ બચાવ્યા હતા.

આદિત્યને આ કાર્ય બદલ રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા આદિત્યને વર્ષ ૨૦૧૯ માં વીરતા પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આદિત્ય કોઝીકોડ ના રમનટ્ટુકારાનો રહેવાસી છે. એક દિવસ આદિત્ય ની દાદીને કાલીકટ યુનિવર્સિટી તરફ થી નેપાળ માટે યાત્રા નું નિમંત્રણ મળ્યું. આ યાત્રા માં મોટાભાગના વ્યક્તિ વૃદ્ધો હતા આ વૃદ્ધોની સાથે કુટુંબ ના સદસ્યો પણ હતા. જેના કારણે આદિત્ય દાદી અને માતાપિતા સાથે ૨૫ એપ્રિલના રોજ યાત્રા પર નીકળી ગયા.

આદિત્યએ જણાવ્યું કે, બસમાં ૭૨ લોકો યાત્રા કરી રહ્યા હતા, બધા હર્ષોલ્લાસ માં જઇ રહ્યા હતા. અમે લુમ્બિની, કાઠમંડૂ ને પોખરા ની યાત્રા પૂર્ણ કરી. અમે નેપાળ થી લખનઉ માટે ૧ મે ના રોજ જઇ રહ્યા હતા. ત્યારે બે બસમાં કુલ ૪૩ લોકો હતા અને અમે ભારતીય સરહદ થી ૬૦ કિલોમીટર દૂર હતા. આ સમયગાળા દરમિયાન એક વ્યક્તિને બસની પાછળના ભાગમાંથી ધૂમમ્સ આવતી દેખાઈ. આ વાતની જાણ ડ્રાઇવ રને કરવામાં આવી છતાં તેણે વાતને ધ્યાને લીધી નહી.

પરંતુ, તે પછી વધુ પડતી ધૂમમ્સ નીકળવા માંડી, તો ડ્રાઇવરે બસ ઉભી રાખી અને બધા બહાર નીકળવા માંડ્યા. બસમાં આગ લાગી ગઈ હતી. મારા પિતા, ટૂર ઓપરેટર અને અમુક અન્ય લોકો અમારી સાથે યાત્રા કરી રહ્યા હતા. તેઓ બસની નીચે ઉતરી ગયા હતા. એકાએક બસની અંદર આગ ફેલાઇ ગઈ અને લોકો ‘ બચાવો બચાવો ’ ની ચીસો પાડી રહ્યા હતા. બસમાં તમામ લોકો ઘરડાં હતા જેથી હું તેમની સહાયતાએ દોડી પડ્યો.

ત્યાં જઈને આદિત્યએ હથોડો હાથમાં લઇને પોતાની બધી જ શક્તિ નો ઉપયોગ કરી બસના પાછળનો કાચ તોડી નાખ્યો. જેના લીધે તમામ લોકો સુરક્ષિત રીતે બહાર નીકળી શક્યા. આદિત્યની આ શૂરવીરતા ના લીધે ૨૦ લોકોનો જીવ બચી ગયો હતો. આદિત્ય કહે છે કે, હું શારીરિક રીતે બોડી બિલ્ડર કે ટ્રેનર નથી પરંતુ, તે દિવસે મારામા કેવી રીતે તાકાત આવી ગઈ તેનો મને ખ્યાલ જ નથી. પુત્ર ની શૂરવીરતા અને સાહસ થી તેના પિતા અનીશે આદિત્યને ગળે લગાવ્યો અને શાબાશી આપી હતી. દેશના વડાપ્રધાન મોદીએ પણ આદિત્યને શૂરવીરતા ના પુરસ્કાર થી સન્માનિત કર્યો હતો.

Leave a Reply

Top