You are here
Home > Articles >

પ્રભુ શિવના આ ચમત્કારિક મહામૃત્યુંજય મંત્રમાં કંડારાયેલું છે દરેક સમસ્યાઓનું નિવારણ

મિત્રો , એ તો આપણે સૌ જાણીએ છીએ કે દેવો ના દેવ મહાદેવ કાળ ને પણ નિયંત્રિત કરીને તેને માત આપવાની ક્ષમત્તા ધરાવે છે. આ પ્રભુ મહાદેવ નો મહામૃત્યુંજય મંત્ર નું ઉચ્ચારણ તમને રોગમુક્ત તથા તમારા જીવનમાં આવનાર તમામ કાળ ને હરી લે છે.આ મહામૃત્યુંજય નું ઉચ્ચારણ આપણાં જીવનમાં અત્યંત લાભદાયી સાબિત થાયછે.

આપણાં પૌરાણિક શાસ્ત્રો માં પણ પ્રભુ શિવ ની આરાધના કરવા માટે મહામૃત્યુંજય મંત્રનું ઉચ્ચારણ અત્યંત શ્રેષ્ઠ ગણાવ્યું છે. જો તમે નિયમિત આ મહામૃત્યુંજય મંત્ર નો જાપ કરો છો તો તમે ક્રોધ , ભય , અહંકાર વગેરે વિકારોમાંથી મુક્તિ મેળવી શકશો.

જયારે પણ તમે કોઈ વિકટ પરિસ્થિતિ માં ફંસાયા હોય અને તમે આ મહામૃત્યયુંજય મંત્ર નું ઉચ્ચારણ કરો તો તમારા પર આવેલા તમામ સંકટો દૂર થઈ જાય છે. આ મંત્રનું મંત્રોચ્ચારણ તમારા શરીરની આસપાસ એક વિશિષ્ટ પ્રકારની સકારાત્મકતા નું નિર્માણ કરે છે.

શાસ્ત્રો માં જણાવ્યા અનુસાર વિધિપૂર્વક તથા નીતી-નિયમો અનુસાર આ મંત્રનું મંત્રોચ્ચારણ સામાન્ય વ્યક્તિ માટે થોડું મુશ્કેલ છે માટે આ વિધિ બ્રાહ્મણ પાસે કરાવવી યોગ્ય રહે છે. પ્રભુ શિવ ના પૂજન માં મંત્રોનું મંત્રોચ્ચારણ અત્યંત વિશેષ હોય છે. જો કોઈપણ વ્યક્તિ સાચા હૃદયથી પ્રભુ શિવ ની ભક્તિ કરે છે તો તેનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે.

આમ તો જોવા જઈએ તો પ્રભુ શિવ ના પૂજન માટે શાસ્ત્રો માં અનેક પ્રકારના મંત્રો નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ , આ મહામૃત્યુંજય મંત્ર એ પ્રભુ શિવ નો વિશેષ તથા અતિ પ્રિય મંત્ર છે. આ મંત્ર ના જાપ માત્ર થી વ્યક્તિ મૃત્યુ પર પણ વિજય પ્રાપ્ત કરી લે છે. શાસ્ત્રો માં પ્રભુ શિવ નુ પૂજન કરવા માટેના અનેક પ્રકારના મંત્રો તથા વિધિસર કેવી રીતે તેનું ઉચ્ચારણ કરવું તેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે.

જો તમે તમારું જીવન ભયમુકત જીવવા ઈચ્છતા હોવ તો આ મહામૃત્યુંજય મંત્ર નું નિયમિત ૧૧૦૦ વખત મંત્રોચ્ચારણ કરવું. આ ઉપરાંત જો તમે લાંબા સમય થી કોઈ રોગ થી પીડાઈ રહ્યા હોવ , પુત્ર પ્રાપ્તિ માટે , અકાળે મૃત્યુ માંથી બચવા આ મહામૃત્યુંજય મંત્ર નું નિયમિત ૧૧૦૦૦ વખત ઉચ્ચારણ કરવું.

જો તમે પૂર્ણ શ્રધ્ધા અને નિષ્ઠા થી આ મંત્રનું મંત્રોચ્ચારણ કરો છો તો તમને તમારા પરિશ્રમનું ફળ અવશ્ય પ્રાપ્ત થશે. આપણે પ્રભુ શિવ ના અતિ પ્રિય એવા જે મહામૃત્યુંજય મંત્ર વિશે વાત કરી રહ્યા છીએ તે આ પ્રમાણે છે:

ૐ ત્ર્યંબકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ ,
ઉર્વારુકમિવબંધનામ મૃત્યુમોક્ષિત યમામમૃતાત…
ૐ શાંતિ: શાંતિ: શાંતિ:

તો મિત્રો જો તમે તમારું જીવન સુખમયી અને શાંતિમયી વ્યતીત કરવા ઈચ્છતા હોવ તો નિયમિત પરોઢે ઉઠીને આ મંત્ર નું મંત્રોચ્ચારણ અવશ્ય કરવું.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Top