You are here
Home > Articles >

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા ૬ વર્ષમા કરી નાખી સમગ્ર દેશની કાયાપલટ : અમિત શાહ

મિત્રો , હાલ કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઊષ્માભરી શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી. અમિત શાહે છેલ્લા છ વર્ષમા હાંસલ કરેલી સિદ્ધિઓને વર્ણવતા ટ્વિટ કર્યુ હતું કે, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૬૦ વર્ષની તમામ ઐતિહાસિક ભૂલોને માત્ર છ વર્ષમા સુધારી દીધી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છ દશકામા દેશનાં વિકાસમા પડેલા ગાબડાને બુરીને માત્ર છ વર્ષમા આત્મનિર્ભર ભારતનો પાયો નાખ્યો છે.

તેમણે ટવીટમા લખ્યુ છે કે, મોદી સરકારના શાસનમા થેલા વિકાસકાર્યોની ભાગીદાર બનનાર આ દેશની જનતાને હુ કોટિ-કોટિ વંદન કરુ છુ. ભાજપના એક અન્ય કાર્યકર્તા દ્વારા પણ ટ્વિટ કરવામા આવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી મોદીએ વિકાસના માર્ગમા પડેલા ૬૦ વર્ષના ગાબડાને ફક્ત છ વર્ષમા બુરયુ છે.

કાર્યકાળના આ છ વર્ષ ગરીબ કલ્યાણ, રિફોર્મનાં સમાંતર સમન્વયની અભૂતપૂર્વ મિસાલ :

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, હાલ ભવ્ય સફળતાઓ સાથે મોદી ૨.૦ એ એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો તે પ્રસંગ નિમિતે આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને ખુલ્લા હૃદયથી હર્ષભેર શુભેચ્છા પાઠવવા ઈચ્છે છે. મને સંપૂર્ણ ખાતરી છે કે આપનાં દૂરંદેશી અને નિર્ણાયક નેતૃત્વમા આપણો ભારત દેશ આ જ રીતે નિરંતર પ્રગતિ કરતુ રહેશે. કાર્યકાળના આ છ વર્ષ દરમિયાન ગરીબ કલ્યાણ અને રિફોર્મના સમાંતર સમન્વય અભૂતપૂર્વ મિસાલ છે.

બીજી ટ્વિટમા અમિત શાહે જણાવ્યુ હતું કે, પ્રમાણિક નેતૃત્વ અને અથાક પરિશ્રમનાં પ્રતિબિંબ સમા વડાપ્રધાન મોદી પર ભારતની જનતાએ જે અતૂટ વિશ્વાસ મૂક્યો છે તેવો દેશની જનતાને આપનાં નેતૃત્વમાં પણ અખૂટ વિશ્વાસ છે. જે વિશ્વમાં જ્વલ્લે જ જોવા મળે છે.આવી જ માહિતી મેળવવા માટે નિરંતર અમારી સાથે સંકળાયેલા રહો અને આમારો આ લેખ તમને કેવો લાગ્યો એ અંગે તમારા અમુલ્ય પ્રતિભાવો અમને કોમેન્ટ બોક્સમા અવશ્ય આપજો. અમારો, આ લેખ વાંચવા બદલ તમારો ખુબ- ખુબ આભાર. આવી જ રીતે અમારી સાથે જોડાઈ રહો અને દેશની પળેપળ ની ખબર મેળવો.

Leave a Reply

Top