
મિત્રો, કોરોના વાયરસે હાલ સમગ્ર વિશ્વ પર કહેર મચાવ્યો છે. હજુ સુધી પણ તેની કોઈ જ મેડિસિન મળી નથી. તેવામા તેનો વધુ મા વધુ ફેલાવો થતો અટકાવવા માટે સાવચેતી જ એક સચોટ ઉપાય છે. જેને ધ્યાનમા રાખીને આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર ની રાત્રિએ રાષ્ટ્રના નામે સંબોધન કરતા સમગ્ર દેશમા ૨૧ દિવસ માટે નુ લોકડાઉન જાહેર કરી દીધુ હતુ. પરંતુ, શુ તમને ખ્યાલ છે કે હાલ એવુ લાગી રહ્યુ છે કે, આપણા માનનીય વડાપ્રધાન મોદીનો આ આઈડિયા કામ કરી ગયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય ના સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકડાઉન ના કારણે આવેલા સોશિયલ ડિસ્ટન્ટિંગ ના હાલ લાભ જોવા મળી રહ્યા છે. હાલ, નવા દર્દીઓ ની સંખ્યા ઝડપ થી નથી વધી રહી. આ સિવાય સંક્રમિત લોકો ની સંખ્યા અમુક વિશેષ રાજ્યો માથી જ છે અને સૌથી અગત્ય ની વાત તો એ છે કે, કોરોના ની સમસ્યા ના કારણે થયેલા ભારત મા મૃત્યુ નો આંક પણ વિશ્વ ના અન્ય દેશો ની સાપેક્ષ મા ઝડપ થી નથી વધી રહ્યો.
આ આંકડાઓ ના કારણે જ એવી આશાઓ બંધાઈ રહી છે કે હવે આપણો દેશ ટૂંક સમય મા જ કોરોના મુક્ત બની જશે. જો સૂત્રો નુ માનીએ તો વાસ્તવિક દ્રશ્ય ૧૦ દિવસ ની અંદર સ્પષ્ટ થઈ જશે અને ખ્યાલ આવી જશે કે આ સમસ્યા નુ નિરાકરણ લાવવામા આપણે કેટલી હદે સફળ રહ્યા છીએ.
શુ છે વાસ્તવિક કારણ?
સૂત્રોના દાવા અનુસાર, આપણા દેશમા દર્દીઓ ની સંખ્યા એટલા માટે ઝડપ થી નથી વધી રહી કારણ કે, અહી સંક્રમણ રોગ પ્રબંધન અત્યંત મજબૂત છે. જ્યારે અમેરિકા અને ઈટલિ મા આવુ નથી. આ બંને દેશ નિયમિત જીવનશૈલી મા ઉદભવતી સમસ્યાઓ થી વધુ ત્રસ્ત છે. જ્યારે આપણા દેશમા છેલ્લા અનેક વર્ષો થી આવી સંક્રામક સમસ્યાઓ ને ખતમ કરવા પર વિશેષ ભાર મૂકવામા આવ્યો છે. જેનો લાભ હાલ ભારત ને મળી રહ્યો છે. જો કે સૂત્રો વારંવાર એ પણ સ્પષ્ટતા કરે છે કે વાસ્તવિક દૃશ્ય ઓછા મા ઓછા ૧૦ દિવસ પછી સ્પષ્ટ થશે.
ડબલ્યુ. એચ. ઓ. એ પણ કર્યા આપણા દેશ ની પ્રશંશા :
કોરોના વાયરસ ને ફેલાતો અટકાવવા માટે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર ની રાત્રિએ ૨૧ દિવસ ના ઐતિહાસિક લોકડાઉન ની જાહેરાત કરી. તેમના આ સાહસ ભરેલા પગલા ને ડબલ્યુ.એચ.ઓ. એ ખૂબ જ વખાણયા હતા અને કહ્યુ હતુ કે, સંકટ ની આ ઘડી મા ભારતે એક મહત્વપૂર્ણ અને ઉત્કૃષ્ટ પગલુ ભર્યુ છે.
ડબલ્યુ. એચ.ઓ. એ કહ્યુ હતુ કે કોરોનાના બીજા સ્ટેજ પર હોવાના કારણે ભારત હાલ અનેકવિધ ઉપચાર કરી રહ્યુ છે. ડબલ્યુ. એચ. ઓ. એ એમ પણ કહ્યુ કે આ પ્રયત્ન ખૂબ જ સારા છે પરંતુ, આ સમસ્યા ને રોકવા માટે હજુ વધુ અસરકારક ઉપાયો ની આવશ્યકતા પડશે, નહી તો તે ફરી થી હાવી થઈ શકે છે.