
મિત્રો, હિન્દુ ધર્મ મુજબ નિયમિત દેવી-દેવતાઓ નું પૂજન કરવામાં આવે છે અને તેની સામે નિયમિત દીવડા પ્રજ્વલિત કરવામાં આવે છે. દરેક હિન્દુ વ્યક્તિ પોતાના નીતિ-નિયમો અનુસાર દેવી-દેવતાઓ ની સમક્ષ ધૂપ-દીપ પ્રગટાવતો હોય છે. મોટાભાગના લોકો ના ઘરમાં સફેદ કપૂર ની ગોટી મળી રહે છે અને ઘણા લોકો તેનો ઉપયોગ પ્રભુ ની સમક્ષ દીવડો પ્રજ્વલિત કરવા માટે પણ કરે છે. પરંતુ, કોઈપણ વ્યક્તિને ખ્યાલ નથી હોતો કે સફેદ કપૂરની આ નાની ગોટીની અંદર અવિરત શક્તિ છુપાયેલી છે.
હિન્દુ ધર્મ માં પૂજાપાઠ સિવાય અનેક પ્રકાર ની પૂજન વિધિઓમાં પણ આ કપૂરની નાની-નાની ગોટીઓ નો ઉપયોગ થતો જોવા મળે છે. જ્યોતિષશાસ્ત્ર માં આ કપૂરની ગોટીઓ નું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આજે અમે આ લેખમાં તમને જણાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે આ કપૂરની નાની એવી ગોટી થી તમારા મન ની તમામ ઈચ્છાઓ ને પૂર્ણ કરી શકો છો. જ્યોતિષશાસ્ત્ર મુજબ શુક્રવારના દિવસ ને માતા લક્ષ્મી નો દિવસ માનવામાં આવે છે અને આ દિવસને નાણાં પ્રાપ્તિ માટે ઉત્તમ ગણવામાં આવે છે.
જો શુક્રવારના દિવસે કપૂરના અમુક નુસખા અજમાવવા માં આવે તો તેના કારણે તમે પણ અખૂટ ધન ની પ્રાપ્તિ કરી શકો છો. હાલ, અમે તમને આ લેખમાં જણાવવા જઈ રહ્યા છીએ કપૂરના અમુક એવા વિશિષ્ટ ઉપચાર કે જેના દ્વારા તમે પણ માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો. જો તમે શનિદેવ ના આશીર્વાદ મેળવવા ઇચ્છતા હોવ તો શનિયંત્ર બનાવી ત્યારબાદ તેની સામે કપૂરને સળગાવવું અને ત્યારબાદ તે શનિયંત્ર ને ધારણ કરવાથી શનિદેવ ના આશીર્વાદ તમારા પર સદાય માટે વરસતા રહે છે.
તમારા ઘરમાં નાણાં ની વૃદ્ધિ કરવા માટે ૧૨ સાબુદાણા લઇ તેને સળગાવી દો. આમ, કરવાથી માતા લક્ષ્મી ના આશીર્વાદ તમારા પર સદાય બની રહેશે. જો ઘરમાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો ઘરની અંદર શ્રી યંત્ર સ્થાપિત કરવું. ત્યારબાદ તેની સમક્ષ કપૂર નો દીવડો પ્રજ્વલિત કરવો. આમ, કરવાથી તમારા ઘરની અંદર સુખ-સમૃદ્ધિનો વાસ થશે અને સાથોસાથ તમારા ઘરની અંદર નાણાં ની વૃદ્ધિ થશે. જો ઘરમાં સૂર્ય અસ્ત થાય તે સમયે કપૂર સળગાવવામાં આવે તો તેના કારણે તમારા ઘરની અંદર માતા લક્ષ્મી નો વાસ થાય છે.
આ સાથે જ ઘર માં નાણાં નો ખોટો થતો વ્યય પણ અટકી જાય છે. નાણાં ની બચત પણ થાય છે. જો સૂર્ય અસ્ત થયા સમયે તમારા ઘરના સુવાના રૂમ ની અંદર કપૂર સળગાવવામાં આવે તો તેના કારણે તમારા ઘરની તમામ સમસ્યાઓ નો અંત આવી જાય છે. જો ગંગાજળ માં કપૂર ભેળવીને ઘરના મુખ્ય દ્વાર પર રાખી દેવામાં આવે અથવા તો તે પાણીનો છંટકાવ કરવામાં આવે તો તેના કારણે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા ઉદભવે છે અને સાથોસાથ નકારાત્મક ઉર્જા તમારા ઘર માંથી દૂર રહે છે.