You are here
Home > Jyotish >

પુરુષોની છાતી ઉપરના વાળ આપે છે ઘણા મોટા સંકેતો, તમને પણ જાણીને થઈ જશો અચંબિત

આ પરબ્રહ્મ પરમાત્માએ માનવ શરીર ની રચના કરતી વેળાએ ઘણી કાળજી રાખી છે કે તેના દરેક અંગ ની કામગીરી એવી છે કે જ્યાં વિજ્ઞાન પણ ટુકું પડે છે. તેમજ આ સાથે મનુષ્ય ના ઘણા અંગ એવા પણ છે કે જે સ્ત્રી અને પુરુષ બન્ને એક બીજા થી જુદા કરે છે. તેમજ એવા પણ અંગો છે જે બન્ને ને એક સમાન હોવા છતા પણ અલગ છે. તો આજે આવી જ વાત કરવી છે કે પુરુષો ની છાતી ઉપર ના વાળ જણાવશે પુરુષો ના સ્વભાવ વિશે.

શું દર્શાવે છે પુરુષો ની છાતી ઉપર ના વાળ :-

સામુન્દ્રિક શાસ્ત્ર પ્રમાણે દરેક વ્યક્તિ ના શરીર ના અંગ તેના શરીર ઉપર બનેલા નિશાન તેના હાવ ભાવ તેની ચાલ ચલગત અને રહેણી-કરણી વિશે જોતા તેના ચારિત્ર ને દર્શાવે છે. તો ચાલો જાણીએ કે શું દર્શાવે છે છાતી ઉપર ના વાળ અને શરીર પર રહેલ બીજી નિશાનીઓ.

જગત આખા મા ઘણા એવા વ્યક્તિઓ હોય છે કે જેમની છાતી ઉપર વાળ હોય છે અને તેવા વ્યક્તિઓ ને ઘણા જ નસીબદાર ગણવામાં આવે છે. તેમનો સ્વભાવ બીજા લોકો સાથે સદેવ મેલમિલાપ થી વર્તન કરવાનો રહે છે અને તેમનુ સમાજ મા પણ એક ઉમદા સ્થાન હોય છે. તેઓ સદેવ સત્ય નો સાથ આપનારા હોય છે. તેમજ પોતાના વડીલો ને માન-સમ્માન આપવાનું આ વ્યક્તિઓ ચુકતા નથી. આ વ્યક્તિઓ ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકાય કેમકે તેઓ વિશ્વાસઘાતી હોતા નથી.

જે પુરુષો ની છાતી ઉપર વાળ હોય છે તે ઘણા પરિશ્રમી હોય છે. પ્રગતિ તેમની સાથે જ જોડાયેલી રહે છે. તેમને પૈસો કામતા પણ સારી રીતે આવડે છે જેથી તેઓ પોતાનુ જીવન સારી રીતે પસાર કરે છે અને હંમેશા પોતે પણ ખુશ રહે છે અને પોતાના પરિવાર ને પણ સુખી રાખે છે.

આ સાથે આ શાસ્ત્ર મા એવો પણ ઉલ્લેખ છે કે જે પુરુષો ની છાતી ઉપર વાળ નથી હોતા તેમનો વિશ્વાસ ન કરવો જોઈએ. તેઓ સ્વભાવે બહુ વાચાળ હોય છે અને તે વાતવાત મા સામે વાળા વ્યક્તિ ઉપર પ્રભાવ પડી તેની વાત ને જાણી લે છે પણ પોતાના મન ની દરેક વાત ને હંમેશા બીજા થી છુપી રાખે છે. તો ચાલો વાત કરીએ પુરુષો ની છાતી ના પ્રકાર અને તેના અર્થ વિશે.

પુરુષો ની કડક છાતી :-

આવી છાતી ધરાવતા વ્યક્તિઓ બધા જ જાત ના સુખ ભોગવે છે પરંતુ સ્વભાવે આવા લોકો પોતાના સ્વાર્થ વિશે વધુ વિચરતા હોય છે અને તેઓ ને ઉંચી છાતી વાળા પુરુષ સાથે અકાળે મૃત્યુ થવાનો ભય બનેલો રહે છે.

પુરુષો ની ઉપસેલી છાતી :-

આવી છાતી વાળા વ્યક્તિઓ બધી જ સુખી અને સમ્પન્ન હોવાની સાથે ઘણા સાહસી અને પરાક્રમી પણ હોય છે.

પુરુષો ની સપાટ છાતી :-

આ સમુદ્ર શાસ્ત્ર પ્રમાણે આવી છાતી વાળા લોકો આર્થિક દ્રષ્ટિએ ઘણા સમ્પન્ન હોય છે અને સાથોસાથ તેઓ ની એક મોટી ખામી એ છે કે તેઓ લાગણીશીલ હોતા નથી. તે દરેક સંબંધ ને વ્યવહારિક રીતે નિભાવે છે અને તેમના મા મૌલીકતા ની વિશેષ ઉણપ સદેવ જોવા મળે છે.

પુરુષો ની પહોળી છાતી :-

આવી છાતી ધરાવતા વ્યક્તિઓ સાહસી હોય છે અને પોતાનું નક્કી કરેલ સિદ્ધિ પોતાના પરિશ્રમ થી જ મેળવે છે. પરંતુ લે વ્યક્તિઓ ની છાતી એક બાજુ થી નાની દેખાતી હોય તેના વ્યક્તિઓ અતિ ચાલાક અને દેખાવ કરવા વાળા હોય છે.

Leave a Reply

Top