You are here
Home > Articles >

રાહત / લૉકડાઉન વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા લંબાવવામા આવી પાક ધિરાણની મુદત

મિત્રો, હાલ લૉકડાઉન ૪.૦ નો સમયકાળ પૂર્ણ થવાના આરે છે, ત્યારે ખેડૂતો માટે હાલ એક રાહતના સમાચાર સામે આવ્યા છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા હાલ લોકડાઉન ૪.૦ પૂર્ણ થાય તે પહેલા દેશના કિસાનો માટે એક ખુબ જ અગત્યનો નિર્ણય લેવાયો છે. હાલ, કિસાનો માટે પાક ધિરાણ ભરવાની સમય-મર્યાદામા વૃદ્ધિ કરવામા આવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા પાક ધિરાણ ભરવાની મુદતમા ૩ મહિનાનો વધારો કરવામા આવ્યો છે. ૩૧ મે પાક ધિરાણ ભરવાની છેલ્લી તારીખ હતી ત્યારે હવે આ સમયગાળામા 3 મહિનાનો વધારો કરતા હવે પાક ધિરાણ ૩૧ઓગસ્ટ સુધી ભરી શકાશે. મોરેટોરિયમ ની મુદત ત્રણ માસ વધારવામા આવી ત્યારે કિસાન દ્વારા પાક ધિરાણની મુદત વધારવા માટે સરકારમા રજૂઆત કરવામા આવી હતી અને સરકાર દ્વારા હાલ તેમની રજૂઆતને આવકારી સમય મર્યાદામા વધારો કરવામા આવ્યો.

કૃષિ ધિરાણ ભરવાની સમયમર્યાદામા વધારો કરવા માટે કરવામા આવી હતી માંગ :

ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્ય સરકારને પત્ર લખી કૃષિ ધિરાણ ભરવાની સમયમર્યાદામા વધારો કરવાની માંગ કરવામા આવી હતી. મહત્વની વાત એ છે કે, કૃષિ ધિરાણ ભરવા માટે ૩૧મે સુધીની તારીખ છેલ્લી તારીખ હતી. ભારતીય કિસાન સંઘે ટેકાના ભાવે ખેત ઉત્પાદનની ખરીદી ઝડપી બનાવવા અને ખેતી સિંચાઈ માટે ૧૨ કલાક વીજ પૂરવઠો આપવાની પણ માંગ કરવામા આવી હતી.

આવી જ માહિતી મેળવવા માટે નિરંતર અમારી સાથે સંકળાયેલા રહો અને આમારો આ લેખ તમને કેવો લાગ્યો એ અંગે તમારા અમુલ્ય પ્રતિભાવો અમને કોમેન્ટ બોક્સમા અવશ્ય આપજો. અમારો, આ લેખ વાંચવા બદલ તમારો ખુબ- ખુબ આભાર. આવી જ રીતે અમારી સાથે જોડાઈ રહો અને દેશની પળેપળ ની ખબર મેળવો.

Leave a Reply

Top