You are here
Home > Jyotish >

રાહુ વક્રી થઈને પ્રવેશ કરશે મિથુન રાશિમા, જાણો આ પરિભ્રમણ થી કઈ રાશીઓ પર કેવો પડશે પ્રભાવ

મિત્રો , જ્યોતિષશાસ્ત્ર મા રાશિઓ ને અધિક મહત્વ અપાયુ છે. આ રાશિઓ પર થી વ્યક્તિ ના જીવન નુ તારણ મેળવી શકાય છે. ગ્રહો ની ગ્રહદશાઓ મા નિરંતર પરિવર્તન થતુ રહે છે અને આ પરિવર્તન ની સીધી અસર રાશિઓ પર પડે છે. આ પરિવર્તન નો અમુક રાશિઓ પર શુભ પ્રભાવ પડે છે તથા અમુક રાશિઓ પર અશુભ પ્રભાવ પડે છે.

આમ તો વ્યક્તિ ના જીવન મા ઘણા ઉતાર-ચઢાવ જોવા મળે છે. હાલ , જ્યોતિષશાસ્ત્ર અનુસાર ૭ માર્ચ , ૨૦૧૯ ની રાત્રિએ ૨ વાગે ૪૮ મીનીટે રાહુ મિથુન રાશિ મા પ્રવેશી રહ્યો છે તો આ પરિવર્તન તમારી રાશિઓ પર કેવો પ્રભાવ પાડશે તે વિશે જાણીએ.

સિંહ :

આ રાશિ ના જાતકો માટે પણ આ પરિવર્તન લાભદાયી છે. તમે પોતાના કેરીયર મા ઉચ્ચ સ્તર મા પર સફળતા હાંસલ કરશો. તમારી આવક મા વૃધ્ધિ થશે. સંતાન તરફ થી શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. વિદ્યાર્થીઓ ના અભ્યાસ બાબતે સમય સાનૂકુળ રહેશે. બહાર યાત્રા પર જવા ના યોગ સર્જાઈ શકે છે.

મકર :

આ રાશિ ના જાતકો માટે રાહુ નુ પરિવર્તન અત્યંત શુભ રહેશે. જીવન મા અપાર ખુશીઓ નુ આગમન થશે. તમે તમારા આવનાર ભાવિ ના આયોજન મા સફળતા મેળવી શકો છો. નોકરી ક્ષેત્રે તમને પ્રમોશન મળવાના યોગ સર્જાઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે આવનાર સમય ફળદાયી સાબિત થશે. સ્વાસ્થ્ય અંગે કાળજી લેવી.

મેષ :

આ રાશિ ના જાતકો ને રાહુ પરિવર્તન ના કારણે અત્યંત શુભ ફળ ની પ્રાપ્તિ થશે. આ રાશિ ના જાતકો પોતાના કાર્યક્ષેત્ર મા નિરંતર ઉન્નતિ પ્રાપ્ત કરશે. જે લોકો નોકરી ની શોધ મા છે તેમને પોતાની મનપસંદ નોકરી મળી રહેશે. આર્થિક સ્થિતિ સધ્ધર બનશે. તમારા મિત્ર વર્ગ તરફ થી તમને પૂર્ણ સહકાર પ્રાપ્ત થશે.

તુલા :

આ રાશિ ના જાતકો માટે આ રાહુ નુ પરિવર્તન ભાગ્યશાળી સાબિત થશે. નાણા ની લેવડ-દેવડ મા સાવચેતી રાખવી. પરિશ્રમ નુ યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. અણધાર્યો તીર્થયાત્રા જવાના યોગ સર્જાઈ રહ્યા છે. કૌટુંબિક જીવન સારુ રહેશે. સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે. કાર્યસ્થળ મા પરિવર્તન આવી શકે છે.

આ સિવાય ની રાશિઓ ની પરિસ્થિતિ કેવી રહેશે ? ચાલો જાણીએ….

મિથુન :

આ રાશિ ના જાતકો માટે આવનાર સમય મધ્યમ રહેશે. વાહન ચલાવતી વખરે વિશેષ કાળજી લેવી. તમારુ સ્વાસ્થ્ય થોડુ કથળી શકે છે. કોઈપણ કાર્ય કરતા પહેલા તેનુ પૂર્વ આયોજન કરવુ. કોઈપણ અગત્ય નો નિર્ણય લેતા પહેલા ઘર-પરિવાર ની સલાહ લેવી. વાદ-વિવાદ થી દૂર રહેવુ.

કર્ક :

આ રાશિ ના જાતકો ને આ પરિવર્તન લીધે આર્થિક હાનિ થઈ શકે છે. ઘર મા તણાવભર્યો માહોલ સર્જાઈ શકે છે. સંતાન ના સ્વાસ્થ્ય અંગે ચિંતા નો વિષય બની શકે. કોર્ટ-કચેરી ના મામલા થી દૂર રહેવુ. કાર્યસ્થળે થોડી વિકટ પરિસ્થિતિ સર્જાઈ શકે પરંતુ , ધીરજ થી કામ લેવુ.

વૃષભ :

આ રાશિ ના જાતકો માટે રાહુ નુ પરિવર્તન થોડુ અશુભ સાબિત થઈ શકે. તમારી આર્થિક પરિસ્થિતિ તંગ બને એ માટે નાણા નો ખોટો વ્યય ના કરવો. પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જરાપણ બેદરકારી ના દાખવવી. કાર્યસ્થળે સમજદારીપૂર્વક કાર્યો કરવા. વાણી પર નિયંત્રણ રાખવુ નહીતર વાદ-વિવાદ સર્જાઈ શકે. જીવનસાથી સાથે મતભેદ થવા થી તણાવ નો માહોલ સર્જાઈ શકે છે.

મીન :

આ રાશિ ના જાતકો માટે રાહુ નુ પરિવર્તન પીડાદાયક સાબિત થશે.આ પરિવર્તન ઘર ના સદસ્યો સાથે મતભેદ નુ સર્જન કરાવશે. કાર્યસ્થળે પણ ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. માનસિક તણાવ મા વૃધ્ધિ રહેશે. નાણા નો વ્યય થતો અટકાવવો. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે.

કુંભ :

આ રાશિ ના જાતકો માટે રાહુ નુ પરિવર્તન હાનિકારક સાબિત થઈ શકે છે. નાણા ની લેવડ-દેવડ કરતી વખતે સાવધાની વર્તવી. પ્રેમ સંબંધ મા થોડો તણાવ અનુભવાશે. વિદ્યાર્થીઓ માટે આવનાર સમય થોડો વિકટજનક રહેશે.

ધન :

આ રાશિ ના જાતકો માટે અવનાર સમય થોડી વિકટ સમસ્યાઓ નુ સર્જન કરી શકે છે. તમારા લાઈફ પાર્ટનર સાથે મતભેદ થઈ શકે છે. કાર્યબોજ મા વધારો થશે. વ્યાપાર સાથે સંકળાયેલા લોકો ને ભારે ધનહાનિ નો સામનોકરવો પડી શકે છે. કોઈ જગ્યાએ નાણા નિવેશ કરતા પૂર્વ અનુભવી ની સલાહ લેવી.

કન્યા :

આ રાશિ ના જાતકો માટે આ પરિવર્તન સમસ્યા નુ સર્જન કરી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. સંપત્તિ ના કારણે વાદ-વિવાદ નુ સર્જન થઈ શકે છે. કોઈ વ્યક્તિ પર જરૂરીયાત થી વધારે વિશ્વાસ ના કરવો. સ્વાસ્થ્ય અંગે કાળજી લેવી. કાર્યબોજ મા વધારો થઈ શકે.

વૃશ્ચિક :

આ રાશિ ના જાતકો માટે રાહુ નુ આ પરિવર્તન સાનૂકુળ રહેશે. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી. સ્વાસ્થ્ય સાનૂકુળ રહેશે. નાણા નો ખોટી જગ્યાએ વ્યય ના કરવો. આવક ના સ્ત્રોતો પ્રાપ્ત થશે. વાણી પર નિયંત્રણ રાખવુ નહિતર વાદ-વિવાદ નુ સર્જન થઈ શકે છે.

Leave a Reply

Top