You are here
Home > Articles >

રાજ્યભરની તમામ આર.ટી.ઓ. ૪ જૂનથી થશે શરૂ, જાણી લો લોકડાઉન દરમિયાનના આર.ટી.ઓ. ના નવા નીતિ -નિયમો

મિત્રો, ગુજરાત રાજ્યના અનેક શહેરોમા હાલ અનલૉક-૧ દરમિયાન ઘણી છૂટછાટ આપવામા આવી છે. અમદાવાદ સહિત ગુજરાતની તમામ આર.ટી.ઓ. કચેરીઓ તારીખ ૪ જૂનથી રાબેતા મુજબ ખોલવામા આવશે. આ કામગીરીમાં નિયમોનું પાલન કરવું ફરજિયાત બનશે. લાઇસન્સ સબંધીત કામગીરી માટે ઓનલાઇન એપાઇન્ટમેન્ટ લેનાર અરજદારે ફરજિયાત હાજર રહેવુ પડશે. આ સાથે શનિવાર તથા રવિવારે સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી ડ્રાઇવિગ ટેસ્ટ આપી શકાશે.

કોરોનાની આ સમસ્યાના કારણે છેલ્લા બે મહિનાાથી આર.ટી.ઓ. કચેરી બંધ હતી પરંતુ, હાલ તેમને ખોલવાનો નિર્ણય લેવામા આવ્યો છે ત્યારે આ કોરોના વાયરસનુ સંક્રમણ ના ફેલાય તે માટે આર.ટી.ઓ. કચેરી બહાર સામાજિક અંતર જળવવા માટે ગોળ સર્કલ બનાવીને લાઇનમા નંબર પ્રમાણે કામગીરી કરવી તથા કર્મચારીઓ અને અરજદારો તમામે માસ્ક પહેરવાનુ ફરજિયાત રહેશે. ઓનલાઈન અપોઈન્ટમેન્ટ ફરજીયાત વાહન અને લાયસન્સ સંબંધિત કામગીરી માટે ઓનલાઈન અપોઈન્ટમેન્ટ ફરજીયાત કરવામા આવી છે.

આ ઓનલાઈન એપોઈન્ટમેન્ટમા અરજદારે કચેરી ખાતે ફરજીયાત હાજર રહેવું પડશે. જો અરજદાર ગેરહાજર રહેશે તો તેણે ફરીવાર અપોઅન્ટમેન્ટ લેવાની રહેશે. આ સિવાય શિખાઉ લાયસન્સની મુદત પુરી થઇ હોય તેવા કિસ્સામા અરજદારો આગામી ૩૧ જુલાઈ સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે. જેના માટે કોઇપણ પ્રકરની વધારાની ફી અરજદારે ભરવાની રહેશે નહી.

લર્નિંગ લાયસન્સ માટે આ વિસ્તારની આઈ.ટી.આઈ.મા અપોઈન્ટમેન્ટ નહી મળે :

લર્નિંગ લાયસન્સની સંપૂર્ણ કામગીરી આઈ.ટી.આઈ. મા કરવામા આવે છે પરંતુ, જે શહેરો કોવિડ-૧૯ના ક્વોરન્ટીન સેન્ટર જાહેર કર્યા હોય તેવી આઈ.ટી.આઈ. ખાતે અપોઈન્ટમેન્ટ મળશે નહી અને લર્નિંગ લાયસન્સની કામગીરી પણ થશે નહી. કચેરીના પ્રવેશ વખતે અરજદારનુ થર્મલ સ્ક્રિનીંગ કરવાનું રહેશે, અરજદારના શરીરનુ સ્વાસ્થ્ય તંદુરસ્ત જણાય તો જ કચેરીમા પ્રવેશ અપાશે બાકી નહીં. કોઈ કર્મચારી કે અધિકારી સમક્ષ અરજદાર ઉપસ્થિત થાય ત્યારે એક મીટરની મર્યાદામા સામાજિક અંતર જાળવવાનુ રહેશે.

આ અરજીઓ માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટની વ્યવસ્થા નથી :

વાહનમા હેતુફેર, અન્ય રાજયના વાહનોની માલિકીમાં ફેરફાર અને નોંધણી, રજીસ્ટ્રેશન રદ કરવું, ફાઇનાનસરને નવી આર.સી. ઇસ્યૂ કરવી, વાહનનું નોન યુઝ કરવું, નવી પરમીટ, ડુપ્લીકેટ અને રીન્યુઅલ, આર.સી. પરત મેળવવી.

Leave a Reply

Top