You are here
Home > Bollywood >

“રામાયણ” મા માતા સીતા નુ પાત્ર ભજવનાર “દીપીકાજી” ના લગ્ન થયા હતા એક બીઝનેસમેન સાથે

મિત્રો, હાલ કોરોના વાયરસ થી રક્ષણ મેળવવા માટે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે લોકડાઉન કરવામા આવ્યુ છે તેમા લોકો ને ઘરે બેઠા કંટાળો ના આવે એટલે દૂરદર્શન દ્વારા રામાનંદ સાગર ની સિરિયલ ‘રામાયણ’નુ પુનઃ પ્રસારણ શરૂ થયુ. આ ધારાવાહિક શરૂ થતા ની સાથે જ તેની સાથે સંકળાયેલા બધા જ કલાકારો પણ લાઈમલાઈટમા આવ્યા છે.

આ ફરી પ્રસારણ ના કારણે આ સિરિયલ ને લોકો નો ખુબ જ પ્રેમ મળી રહ્યો છે. હાલ તે રેટિંગ્સ ની દ્રષ્ટિએ ઘણા ધારાવાહિક કરતા આગળ નીકળી ગઈ છે. હાલ જ્યારે ‘રામાયણ’ ફરીથી પ્રસારિત થઈ રહી છે, ત્યારે આ સીરીયલના ચાહકવર્ગ અભિનેતાઓ વિશે ઘણુ જાણવા ઈચ્છે છે. રામાયણમા સીતાનુ પાત્ર ભજવનાર દિપીકા ચીખલીયા ના ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

રામાયણ મા સીતા નુ પાત્ર ભજવી રહેલી દીપિકા ચીખલીયા લગ્ન બાદ દીપિકા ટોપીવાલા બની છે. પરંતુ, આજે પણ લોકો સીતા તરીકે તેમને ઓળખે છે. જો કે દીપિકાએ ઘણા ધારાવાહિકમા કાર્ય કર્યુ હતુ પરંતુ, સીતા બનીને તેમણે દરેક ના હૃદયમા જે સ્થાન મેળવ્યુ છે તે આજે પણ અકબંધ છે. આ ફોટોમા રાજેશ ખન્ના સાથે લગ્નના રિસેપ્શનમા દીપિકા ચીખલીયા અને તેના પતિ ને છે.

દીપિકાએ રામાયણ ની લોકપ્રિયતા બાદ વર્ષ ૧૯૯૧મા ગુજરાતી ઉદ્યોગપતિ હેમંત ટોપીવાલા સાથે લગ્ન કર્યા. આ બંનેના લગ્નના રિસેપ્શનમા સ્વયં રાજેશ ખન્ના પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે દીપિકા એટલી લોકપ્રિય બની હતી કે, લોકો તેના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ગમે ત્યા દોડી જતા હતા. સીતાના પાત્ર ના કારણે તેણીએ તેના પોશાક પર પણ વિશેષ ધ્યાન આપ્યુ હતુ.

દીપિકા ચીખલીયા અને હેમંત ટોપીવાલા ને બે સંતાન છે. તેમના પતિ કોસ્મેટિક કંપની ના માલિક છે. દીપિકા આ કંપની ની સંશોધન અને માર્કેટિંગ ટીમ ની હેડ છે. આ કંપની શ્રીંગાર બિંદી અને નેઇલપોલીશ નુ ઉત્પાદન કરે છે. વિવાહ પછી દીપિકાએ અમુક જ ફિલ્મમા કામ કર્યુ છે. તે છેલ્લે આયુષ્માન ખુરાના ની ફિલ્મ બાલામા જોવા મળી હતી. બી.બી.સી. ને આપેલા ઇન્ટરવ્યુમા દીપિકાએ જણાવ્યુ કે, સીતાનુ પાત્ર ભજવતી વખતે હુ માત્ર ૧૫-૧૬ વર્ષ ની હતી.

Leave a Reply

Top