You are here
Home > Articles >

રંગીલા રાજકોટ ની “કોરોના” ને નાબુદ કરવા પહેલ, ચીન જેવું જ કામ અહીંયા પણ થશે

મિત્રો, હાલ ગુજરાત રાજ્ય માટે ખુબ જ સારા સમાચાર આવી રહ્યા છે. કારણ કે, હવે ગુજરાત ના એક શહેર રાજકોટ મા એક અત્યંત વિશેષ મહત્વ નુ કાર્ય થવા જઈ રહ્યુ છે. ચીન ની માફક રાજકોટ શહેરમા પણ હવે વેન્ટીલેટર નુ ઉત્પાદન થશે. ઉદ્યોગકારો સાથે જિલ્લા કલેક્ટરે એક બેઠક બોલાવી અને આ બેઠક મા બંને વચ્ચે લાંબી ચર્ચા-વિચારણા કર્યા બાદ આ અવિશ્વસનીય નિર્ણય લેવામા આવ્યો છે. ગુજરાત રાજ્ય ના અન્ય શહેરો માથી આવશ્યક સામગ્રી મંગાવીને રાજકોટ શહેર મા જ વેન્ટીલેટર નુ ઉત્પાદન કરવામા આવશે.

આ ઉપરાંત અહિયાં ડોકટરો માટે એન્ટીવાઈરલ પી.પી. શૂટ પણ તૈયાર કરવામા આવશે અને આવશ્યક પગલા ભરવામા આવશે. હવે રાજકોટ પણ ચીન ની માફક જ વેન્ટિ-લેટર ના ઉત્પાદન તરફ આગળ પ્રયાણ કરી રહ્યુ છે. ઉદ્યોગકારો અને જિલ્લા કલેકટરે વચ્ચે થયેલી બેઠક મા રાજકોટ ના ઉદ્યોગકારોએ જિલ્લા કલેકટર સાથે આ અંગે ખૂબ જ લાંબી ચર્ચા કરી અને આ મુદ્દા અંગે ના તમામ સકારાત્મક અને નકારાત્મક પગલાઓ અંગે ચર્ચા-વિચારણા કરી અને ત્યારબાદ આ નિર્ણય લેવાયો.

વેન્ટિલેટર માટે ની તમામ આવશ્યક સાધન-સામગ્રી અન્ય જિલ્લા માથી મંગાવી ને વેન્ટિલેટર નુ ઉત્પાદન કરશે. એવો અહેવાલ છે કે, અહિયા એક અઠવાડિયા મા ૧૦૦૦ વેન્ટિલેટર તૈયાર કરવાનું આયોજન કરવામા આવી રહ્યુ છે. આ સિવાય દાક્તરો માટે ના એન્ટી વાઈરલ પી.પી શૂટ પણ અહી જ તૈયાર કરવામા આવશે.

એક દિવસમા અહી ૫૦૦ જેટલા એન્ટી વાઈરલ પી.પી. શૂટ દાક્તરો માટે તૈયાર કરવામા આવશે. આ સિવાય અહી ૫૦૦ કિલોગ્રામ બલ્ક સેનેટાઈઝર પણ રાખવામા આવશે અને આ સેનેટાઈઝર બનાવવા માટે ઘણા ઉત્પાદકો પણ તૈયાર થયા છે. આમ, કોરોના મુક્ત દેશ કરવા માટે હાલ સરકાર અનેકવિધ પગલા હાથ ધરી રહી છે.

Leave a Reply

Top