રસોઈ ઘરમા રહેલી ડુંગળીનો આ રીતે ઉપયોગ કરવાથી શરીરના સ્વાસ્થ્યને થતા ૭ લાભો વિષે જાણો

મિત્રો , આપણે આપણા રસોઈઘર મા આપણી નજરો ની સમક્ષ ઘણી એવી વસ્તુઓ નિહાળીએ છીએ જેનો ઉપયોગ આપણે રોજિંદા જીવન મા કરતા પણ જોઈએ છીએ. પરંતુ , આપણ ને એ વાત વિશે ખ્યાલ ના હોય કે આ વસ્તુઓ આપણા શરીર ના સ્વાસ્થ્ય ને તંદુરસ્ત રાખવા માટે ઉપયોગી બને છે. જેમ કે , શરીર ના કોઈ ભાગ પર લાગ્યુ હોય તો ત્યા હળદર લગાવી શકાય. કોઈ ભાગ પર દાઝ્યા હોય તો ત્યા મલાઈ લગાવી ને રાહત મેળવી શકાય.

આવી જ રીતે ડુંગળી ના ઉપયોગ દ્વારા ઘણી સમસ્યાઓ મા થી રાહત મેળવી શકાય. ડુંગળી એ એવી વસ્તુ છે જે દરેક ના ઘર મા ઉપલબ્ધ હોય છે. આ એક એવુ શાકભાજી છે કે જેના વગર બધી જ સબ્જી બેસ્વાદ લાગે છે. પરંતુ , શુ તમે જાણૉ છો કે ડુંગળી એ ફક્ત સબ્જી નો સ્વાદ જ નથી વધારતી પરંતુ , આપણા સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. તો ચાલો ડુંગળી થી થતા ફાયદાઓ વિશે માહિતી મેળવીએ.

ખીલ :
જો તમારા મોઢાં પર વધુ પડતા ખીલ હોય તો ડુંગળી ને ક્રશ કરી તેમા થી પાણી કાઢી લો અને વધેલી ડુંગળી ને છુંદી ને એક પેસ્ટ જેવું બનાવી લો પછી તેને ફેસ પર લગાવવા મા આવે તો તમારા તમામ ખીલ તથા દાગ-ધબ્બા દૂર થઈ જાય છે.

હાથ મા બળતરા :
જો અચાનક જ તમારા હાથ મા કોઈ જ્વલંત અગ્નિ ઉપડી પડે અને હાથ મા બળતરા ઉપડે તો તેમા થી રાહત મેળવવા માટે હાથ પર ડૂંગળી મસળવી. કારણ કે ડુંગળી ઠંડી તાસિર ધરાવે છે. આ ડુંગળી ના ઉપયોગ થી હાથ મા થતી બળતરા મા રાહત મેળવી શકાય.

જીવજંતુઓ ના ડંખ પર :
જો તમને શરીર ના કોઈ ભાગ પર ઝેરી જીવાત કરડી ગઈ હોય અને ત્યા દુઃખાવો કે બળતરા થતી હોય તો શરીર ના તે ભાગ પર ડુંગળી ઘસવા થી તમને રાહત મળશે.

સાંધા નો દર્દ :
જો તમે સાંધા ના દુઃખાવા ની સમસ્યા થી પીડાતા હોવ તો ડુંગળી નો રસ કાઢી ઓલિવ ઓઈલ મા મિક્સ કરી સાંધા ના ભાગ પર લગાવવા મા આવે તો તુરંત જ રાહત મળી જાય છે.

ઘા લાગવા પર :
જો શરીર ના કોઈ ભાગ પર તમને ઘા લાગે તો ડુંગળી નો રસ કાઢી આ ઈજાગ્રસ્ત ભાગ પર લગાડવો. કારણ કે , ડુંગળી મા એન્ટી બેક્ટેરીયલ ગુણતત્વો સમાવિષ્ટ હોય છે. જે , ઈન્ફેક્શન ને ફેલાતા અટકાવે છે.

વાળ નુ ખરવુ :
જે લોકો અવાર-નવાર વાળ ખરવા ની સમસ્યા થી પીડાતા હોય તેમણે માથા પર ડુંગળી ઘસવી અને ડુંગળી એવી રીતે ઘસવી કે તેનો રસ માથા ના મૂળીયા સુધી પહોચે અને આ ઉપાય અજમાવતા જ તમારા વાળ ખરવા ની સમસ્યા દૂર થશે તથા તમારા વાળ કાળા અને મુલાયમ બનશે.

આંગળી મા ફાંસ ઘુસી જાય :
જો આંગળી મા કોઈપણ પ્રકાર ની બારીક તીક્ષ્ણ વસ્તુ જેમ કે , ફાંસ કે કાંટો ખૂંપી જાય તો તે ભાગ પર તુરંત જ ડુંગળી ઘસવી. જેથી આંગળી મા ખૂપેલી વસ્તુ તુરંત જ બહાર નીકળી જશે અને દુઃખાવા મા રાહત મળશે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *