You are here
Home > Jyotish >

રાતે સુતા પહેલા બોલી લો આ બે શબ્દો, વર્ષોવર્ષ સુધી ઘરમા રેહશે પૈસા ની આવક

મિત્રો, આ વિશ્વ મા અમુક એવી ઘટના બનતી હોય છે કે જેના માટે કોઈપણ ઉપચાર કરવાની આવશ્યકતા નથી રહેતી. માનવ જીવન એ પ્રભુ દ્વારા પ્રાપ્ત થયેલી અમૂલ્ય ભેંટ છે. હા , જીવનમા અમુક કારણોસર ક્યારેક ઉતાર-ચડાવ ની પરિસ્થિતિ સર્જાતી હોય છે પરંતુ, પ્રભુ ના આશીર્વાદ થી જીવન શાંતિમય અને સુખમય વ્યતીત થાય છે. ઘણીવાર તમે અનુભવ્યું હશે કે આપણને જીવનમાં અમુક દિવ્ય શક્તીઓનો આભાસ થતો હોય છે. જે આપણને આપણા લક્ષ્ય સુધી પહોંચવા માટે અથવા તો તમારી ઈચ્છાઓ ને પૂર્ણ કરવામાં સહાયરૂપ બને છે.

આપણા ઘરમા અનેકવિધ એવી વસ્તુઓ હોય છે કે જેની હાજરી માત્ર દરેક વ્યક્તિ ની મહત્વકાંક્ષાઓ ને પૂર્ણ કરી નાખે છે. શાસ્ત્રો મા એવું જણાવ્યું છે કે, સાચા મન થી અને હૃદય થી કરેલું કાર્ય પૂર્ણ થાય જ છે, ઘણીવાર સમય લાગે છે પરંતુ, પૂર્ણ અવશ્ય થાય છે. આજે અમે એવા બે શબ્દો વિશે જણાવીશું જેને સુતા પૂર્વે બોલવામા આવે તો તમારું ભાગ્ય ચમકી ઉઠશે અને સાથે તમારા ઘરમાં ઉદભવતી નાણાં ની અછત પણ દુર થઇ જશે તેમજ તમારા પર અનરાધાર પાણીની જેમ નાણાં ની વર્ષા થવા માંડશે.

સૌથી પહેલો શબ્દ છે “શ્રી કૃષ્ણ” :

એવું કહેવાય છે કે “શ્રી કૃષ્ણ” શબ્દ સ્વયં જ એક મંત્ર છે, શાસ્ત્રો અનુસાર “શ્રી કૃષ્ણ” નામના મંત્ર નું મંત્રોચ્ચાર કરવાથી તમારા તમામ દુઃખો નો અંત આવી જાય છે. એવું કહેવાય છે કે, આ એક નામ મા જ સમગ્ર બ્રહ્માંડ સમાવિષ્ટ છે. જો આ મંત્ર નું નિયમિત ૧૦૮ વાર મંત્રોચ્ચાર કરવામાં આવે તો તમારા મન ની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. કારણ કે, પ્રભુ શ્રી કૃષ્ણને વિષ્ણુ ભગવાન નો આઠમો અવતાર માનવામાં આવે છે.

એટલા માટે ફક્ત એમના નામના સ્મરણ થી જ લોકો ની સમસ્યા દુર થાય છે.જે વ્યક્તિ નાણાં સાથે સંકળાયેલી સમસ્યા થી પીડાય છે, તેમણે નિયમિત વહેલી પરોઢે ઉઠીને આ મંત્ર નું મંત્રોચ્ચાર કરવું જેથી તમારી નાણાં સાથે સંકળાયેલી તમામ સમસ્યા દુર થાય છે અને તેમને અઢળક ધનની પ્રાપ્તિ થાય છે.

બીજો શબ્દ છે “ગોવલ્લભાય સ્વાહા! ” :

ફક્ત ૨ શબ્દો નો આ મંત્ર તમને અખૂટ ધન ની પ્રાપ્તિ કરાવી શકે છે. ધ્યાન રાખવું કે આ મંત્ર નું મંત્રોચ્ચારણ કરતી વખતે કોઈપણ પ્રકાર ની ક્ષતિ ના ઉદભવે , આ મંત્ર નું મંત્રોચ્ચાર કરતા સમયે એક પણ શબ્દ ઉંધો કે ખોટો બોલવાથી આ મંત્ર ની અસર નહિ થાય. આ મંત્ર ને તમે કોઈપણ સમયે તથા કોઈપણ સ્થળે તમારી અનુકૂળતા અનુસાર મંત્રોચ્ચારણ કરી શકો છો. આ મંત્ર નો લાભ તથા તેની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કમ સે કમ તેનું સવા લાખ વાર મંત્રોચ્ચારણ કરવું આવશ્યક છે.

Leave a Reply

Top