You are here
Home > Articles

રાત્રે સૂતા પહેલા ૧ ચમચી મધનું સેવન કરવાથી સ્વાસ્થ્યને પ્રાપ્ત થતાં લાભો, કે જે જાણીને તમે પણ મુકાઈ જશો આશ્ચર્યમાં

મિત્રો, મધ એ દરેક ની પ્રિય અને મનગમતી વસ્તુ છે. મધ એ રસોઈઘર માં ઉપયોગ માં લેવાતા સ્વાદિષ્ટ પદાર્થો માંનું એક છે. આ ઉપરાંત પૌરાણિક સમયકાળ થી મધ નો ઉપયોગ એક ઔષધ તરીકે પણ કરવામાં આવે છે. આપણાં પૂર્વજો મધ થી પ્રાપ્ત થતાં લાભો થી સારી રીતે માહિતગાર હતા. સૌપ્રથમ એક ઔષધ તરીકે મધ નો ઉપયોગ સુમેરી માટી ની ટેબલેટ તરીકે જોવા મળ્યો હતો. જે અંદાજિત ૪૦૦૦ વર્ષ પ્રાચીન છે.

અંદાજિત ૩૦ ટકા સુમેરી સારવાર માં મધ ઉપયોગી સાબિત થાય છે. આપણાં દેશ માં મધ એ પૌરાણિક સમયકાળ થી આયુર્વેદિક નિદાન નો એક મહત્વ નો ભાગ રહી ચુક્ચું છે. પૌરાણિક સમય માં મધ નો ઉપયોગ સ્કિન તથા નેત્રો ની બીમારીઓ દૂર કરવા માટે થતો હતો. આ ઉપરાંત જો શરીર ના કોઈ ભાગ પર ઈજા પહોંચી હોય તો તેના પર પ્રાકૃતિક બેન્ડેજ સ્વરૂપે મધ લગાવવા માં આવતું અને હાલ પ્રવર્તમાન સમય માં પણ મધ ઉપર અનેક પ્રકાર ના સંશોધનો ચાલી રહ્યા છે.

આ વૈજ્ઞાનિક સંશોધનો પૌરાણિક સમય માં આપણાં પૂર્વજો એ મધ ના જે-જે લાભો જણાવ્યા છે તેની પુષ્ટી કરી રહ્યું છે. ચાલો આજે આ લેખ માં તમને મધ માંથી પ્રાપ્ત થતાં લાભો વિશે માહિતગાર કરીએ. નિયમિત રાત્રે ૧ ચમચી મધ નું સેવન કરવાથી તમે તમારી જીવનશૈલી માં પ્રવર્તતી અનેક સમસ્યાઓ માંથી મુક્તિ મેળવી શકો. તો ચાલો જાણીએ મધ થી શરીરના સ્વાસ્થ્ય ને પ્રાપ્ત થતાં લાભો વિશે.

મધ ના સેવન થી શરીર ના સ્વાસ્થ્ય ને પ્રાપ્ત થતાં લાભો :

અનિન્દ્રા ની સમસ્યા દૂર થાય :

જો તમે પણ ઉંઘ ના આવવાની એટલે કે અનિન્દ્રા ની સમસ્યા થી પીડાતા હોવ તો તેના નિદાન માટે મધ એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે જણાઈ આવે છે. આયુર્વેદ ની દ્રષ્ટી એ મધ એ કોઈ સંજીવની બુટી થી કમ નથી. આ સમસ્યા થી મુક્તિ મેળવવા માટે નિયમિત રાત્રે સૂતા પૂર્વે ૧ ચમચી મધ નું સેવન કરવું. આ પ્રયોગ નિરંતર ૧ માસ સુધી અજમાવવા થી આ સમસ્યા દૂર થશે.

નસકોરા બોલવાની સમસ્યા :

ધણાં ખરા લોકો આ નસકોરા બોલવાની સમસ્યા થી પીડાતા હોય છે. આપણાં નાક અથવા તો આપણી શ્વાસનળી માં કોઈપણ પ્રકાર ની ત્રુટી ઉદભવે ત્યારે સૂતા સમયે નાક માંથી નસકોરા બોલે છે અને આ નસકોરા ના કારણે અન્ય લોકો ને પણ તકલીફ થાય છે. આ નસકોરા ના કારણે તમારા શરીર માં સ્વાસ્થ્ય ને લગતી અન્ય સમસ્યાઓ પણ સર્જાઈ શકે. આ માટે નિયમિત રાત્રે સૂતા પૂર્વે ૧ ચમચી મધનું સેવન કરવાથી આ સમસ્યા માંથી મુક્તિ મળી જશે.

પથારી માં પેશાબ કરવો :

ઘણાં ખરા બાળકો રાત્રે સૂતા સમયે પથારી માં પેશાબ થઈ જવાની સમસ્યા થી પીડાતા હોય છે. જો આ બાળકોને નિયમિત રાત્રે સૂતાં પૂર્વે ૧ ચમતી મધનું સેવન કરાવવા માં આવે તો આ સમસ્યા માંથી મુક્તિ મળી શકે.

કબજીયાત ની સમસ્યા :

જે લોકો ને અવારનવાર કબજીયાત ની સમસ્યા રહે છે તેમના માટે પણ આ ઔષધિ રામબાણ ઈલાજ છે. જો નિયમિત રાત્રે સુતા પૂર્વે ૧ ચમચી મધ નું સેવન કરી ત્યાર બાદ ઉંઘ લેવામાં આવે તો તમારા પેટ માં ઉદભવતી તમામ સમસ્યાઓ માંથી તમને મુક્તિ મળે.

સરદર્દ ની સમસ્યા :

જો તમે અવારનવાર માથા ના દુ:ખાવા ની સમસ્યા થી પીડાવ છો તો રાત્રે સૂતા પૂર્વે ૧ ચમચી ઘી માં ૧/૨ ચમચી મધ ભેળવી લેપ તૈયાર કરી આ લેપ ને માથા પર લગાવવો જેથી તમારી આ સમસ્યા માંથી તમને મુક્તિ મળે.

રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને :

એક કપ દૂધ માં ૧ ચમચી મધ ઉમેરીને નિયમિત પરોઢ ના સમયે ભૂખ્યા પેટે તેનું સેવન કરવામાં આવે તો તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને.

હાઈબ્લડપ્રેશર :

૨ ચમચી મધ માં ૧ ચમચી લીંબુ નો રસ ભેળવીને સવારે તથા સાંજે આ મિશ્રણ નું સેવન કરવાથી હાઈ બ્લડપ્રેશર માંથી મુક્તિ મળે છે.

કાન ને લગતી સમસ્યાઓ દૂર થાય :

જો તમે કાન ને લગતી કોઈ સમસ્યા થી પીડાતા હોવ તો કાન માં ૨-૩ બુંદ મધ નાખવાથી તમારી કાન ને લગતી તમામ સમસ્યાઓ દૂર થાય છે.

માઈગ્રેન ની સમસ્યા :

માઈગ્રેન ની સમસ્યા એ એક એવી સમસ્યા છે કે જેમાં સૂર્યોદય થતાં ની સાથે માથા ના દુ:ખાવા માં વૃદ્ધિ થાય છે અને સૂર્યાસ્ત થતાં ની સાથે આ માથા ના દુ:ખાવા માં ઘટાડો થવા માંડે છે. જો તમે નાક ના નસકોરાં માં એક બુંદ મધનું ઉમેરો તો તમે માથાના દુ:ખાવા ની સમસ્યા માંથી મુક્તિ મેળવી શકો.

વિશેષ નોંધ : જો મધ નું સેવન એક હદ થી વધારે કરવામાં આવે તો પેટ માં તીસાર ની સમસ્યા ઉદભવી શકે છે જેનું નિદાન કરવું અત્યંત કઠિન છે માટે મધનું સેવન કરતાં સમયે વિશેષ સાવચેતી રાખવી.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply