You are here
Home > Jyotish >

રાત્રે ઊંઘતા પહેલા ફક્ત આટલુ કરો, તમે ધારેલા બધા કામ થશે પૂર્ણ…….

દોસ્તો આજે આપણે એક એવા મુદ્દા પર વાત કરવાની છે જે તમારા જીવન ની બધી સમસ્યા ને દૂર કરેશે. મિત્રો આપણે બધા રોજ રાત્રે સૂતા પહેલા પાંચ મિનીટમાં બધી નકારાત્મક વાતો અને ઘટનાઓ યાદ કરીએ છીએ કોઈએ કંઈ દુઃખ પહોંચાડ્યું હોય કે પછી કંઈ સમસ્યા આવી હોય વગેરે વગેરે. આવી બધી નેગેટિવ વાતો થી બધુ ખરાબજ થતું હોય છે.. તો તમને એમ થાય કે તો રાત્રે સૂતા પહેલા પાંચ મિનીટ એવું શું કરવું કે તમારી જિંદગી બદલાય જાય.

રાત્રે સૂતા પહેલા કરો આટલુ

દરેક વ્યક્તિ ને રાત્રે સૂતા પહેલા વિચારો આવતા હોય છે પછીજ ઊંઘ આવે છે. તો આ વિચારો બંધ કરવા માટે તમારે કોઈ શારીરિક શ્રમ કરવાની જરૂર નથી પરંતુ માત્ર તમારી વિચારચરણી બદલવાની છે. તમે અત્યાર સુધી નકારાત્મક વિચારતા આવ્યા હોય તો હવે તમારે રાત્રે પોઝીટીવ વિચારવાનું ચાલુ કરી દેવું જોઈએ. હમેશા તમારે જે આશા હોય તે પૂરી થાઈ તેવું તમારે વિચાંરવું જોઇએ.

જ્યારે તમે સુવા જાવ અને તમને વિચારો ચાલુ થાય ત્યારે તમે આરામથી સુઈ જાવ અને તમે જે પ્રાપ્ત કરવા માંગો છો તેનું વિઝ્યુલાઈજેશન કરો. આવું કરવાથી તમારું મગજ શાંત થઈ જાઈ છે. પોઝીટીવ વિચારવાથી હમેશા તમને તમારી મનગમતી વસ્તુ પ્રાપ્ત થશે. માટે રોજ રાત્રે સૂતા પહેલા સારા વિચારો કરવા જોઇએ.

અર્ધજાગૃત મગજ કઈ રીતે કરે છે કામ…..

જો તમે સકારાત્મક વિચારો કરો તો બધુ સકારાત્મક થાઈ છે અને જો ખરાબ વિચારો તો હમેશા ખરાબ થાઈ છે. આ વાત તમને ખૂબ જ નાની લાગતી હશે પરંતુ ખરેખર આ વાત તમારી જીંદગી બદલી નાખે છે. રાત્રે સૂતા પહેલા આપણું Sub Conscious mind વધારે અસરકારક સાબિત થાય છે. એટલે કે તમે જ્યારે જેવું વિચારો છો તેવું આપણું માઇન્ડ તે સ્વીકારી લે છે અને તેને મેળવવા માટે મગજ કસવા લાગે છે.

આપણું Sub Conscious mind રીયલ વિચારો છે કે નહિ તેને ઓળખી શકતું નથી. માટે તમે જે કંઈ પણ વિચારો છો પછી તે સાચું હોય કે ખોટું તે સાચું માની બેસે છે. અને તેના પર કામ કરવાનું ચાલુ કરી દે છે તમે કોઈ નકારાત્મક બાબત વિચારો ઉદાહરણ તરીકે તમે વિચારો કે કાલે મારી સાથે કઈક થવાનું છે.અને સારું નહિ થાય તો આપણું મગજ તે માની લે છે. પછી સાચું હોય કે ન હોય અને તમે સૂતા પહેલા કંઈ સકારાત્મક વિચારો તો પણ તમારું Sub Conscious mind તેને પ્રાપ્ત કરવા માટે તૈયાર થઈ જાઈ છે.

હમેશા આપણે સારુજ વિચારવું જોઇયે. કાલે તમે જે ભૂલ કરી તેના વિષે વિચારવા કરતાં કાલે હું જે કરવા જઈશ તે બધું બરાબર થઇ જશે.એવું વિચારવું જોઇએ. તેમજ તમે જે મેળવવા માંગો છો તેને સતત વિચારતા રહેવું જોઇએ. એટલે ઓટોમેટીકલી તમારું Sub Conscious mind તેને માની લેશે અને એક દિવસ તે તમને મળીને જ રહેશે. અને તમને સફળતા પ્રાપ્ત થશે.

આ લેખ વાચ્યા પછી તમે આ પ્રયોગ કરજો અને પછી જણાવજો કે તમને તેનું પરિણામ કેવું મળ્યું સૂતા પહેલા સારા વિચારો કરવા.અને તમારે કાલે જે કાર્યો કરવાના છે તેનું સકારાત્મક વિઝ્યુલાઈજેશન કરવું. પછી જોવું તમારો દિવસ કેવો જાઈ છે.

Leave a Reply

Top