You are here
Home > Articles >

રીક્ષામાં ભૂલથી પડી ગયા ૮૦ હજાર રૂપિયા, ડ્રાઈવરે આપી દીધા પરત, બદલામાં માલિકે એમની જોડે કર્યું આવું કામ..

દોસ્તો, ૮૦ હજાર રૂપિયા મળવાથી રીક્ષા વાળો એમનું ઘણું કામ અવશ્ય થી કરી શકતો હતો, પરંતુ એમણે માલિકને પૈસા પરત આપવાનું વિચાર્યું. આપણે બધા માણસો આશરે આપણા સામાનને લઈને લાપરવાહી કરતા હોઈએ છીએ અને ભૂલથી ઉતાવળમાં આપણા જ સામાનને બસ, ટ્રેન અથવા રીક્ષા કોઈ પણ જગ્યા પર મૂકી આવીએ છીએ. જયારે તે વસ્તુ અથવા સામાન યાદ આવે છે કે સામાન ક્યાંક છુટી ગયો છે તો ગભરાય જઈએ છીએ. કેમ કે એવી જગ્યા પરથી સામાન પાછો મળતો નથી અને ભૂલમાં પૈસા વાળું પર્સ ક્યાંક પડ્યું રહે તો કોઈ પણ આપવા નથી આવતું.

આપણે મનમાં જ એવું વિચારીએ છીએ કે પૈસા પર કોઈનું નામ તો નથી લખેલું હોતું. આપણા આવા જ વિચાર માટે અમે એક એવી બાબત વિશે કહીશું જેને સાંભળીને બધાનો વિશ્વાસ માનવતા પર વધી જશે.

• રીક્ષામાં છુટા ૮૦ હજાર રૂપિયા

મુંબઈમાં રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા અમિત ગુપ્તા સાથે એક દિવસ એવી જ ઘટના બની. જેમની રીક્ષામાં ચેંબુરમાં અરુણોદય ઈંગ્લીશ સ્કુલ ચલાવતી સરલા નબુંદરી નામની એક યુવતી બેઠી, જેની જોડે એક બેગ હતું અને એમાં આશરે ૮૦૦૦૦ રૂપિયા હતા. ૨૧ ડિસેમ્બરે એ રીક્ષામાં બેઠી અને પછી જયારે એ રીક્ષામાં બેઠી તો પર્સ રીક્ષામાં ભૂલી ગઈ. થોડોક સમય પછી એને યાદ આવ્યું કે એમનું બેગ ખોવાય ગયું છે. એ બેગમાં સ્કુલ ફી ના ૮૦૦૦૦ રૂપિયા, ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, પામ કાર્ડ, મોબાઈલ ફોન, ઘર તથા લોકરની ચાવી મૂકી હતી.

એ વ્યક્તિને જયારે યાદ આવ્યું કે પર્સ જ છૂટી ગયું છે તો એમની પરિસ્થિતિ ધીમે ધીમે ખરાબ થવા લાગી. પર્સમાં ખુબ જ અગત્યનો સામાન હતો અને એના પર્સનું ખોવાઈ જવું એના માટે ખુબ જ ખતરનાક પુરવાર થઇ શકતું હતું. સરલાએ કહ્યું કે “મને એ સમયે સમજ આવી રહ્યું ન હતું કે શું કરું. હું સ્કુલ ગઈ અને વોચમેન ને જણાવ્યું કે એ કોઈ પણ રીતે એ રિક્ષાવાળા ને શોધી લાવે જેની પાસે મારું બેગ છૂટી ગયું છે.

• પૈસા પરત મળવાથી સરલાએ આપી આ ભેટ

વોચમેને શોધખોળ ચાલુ કરી તો પાનની દુકાન પર જઈને ખ્યાલ આવ્યો કે જે રીક્ષામાં સરલા બેઠી હતી એ ડ્રાઈવરનું નામ અમિત ગુપ્તા હતું. એમને એટલી ખબર પડી એટલે તરત જ પોલીસ કમ્પ્લેઇન કરવાનું પગલું ભર્યું, પરંતુ એમણે જોયું કે રીક્ષા વાળો અમિત ગુપ્તા પોતે બેગ આપવા માટે સ્કુલ સુધી આવી ગયો હતો. અમિતે કહ્યું કે બીજા માણસની નજર આ બેગ પર પડી હતી ત્યારે એને યાદ આવ્યું કે સરલાનું બેગ છે.

અમિત એમને બેગ આપીને ત્યાંથી ચાલ્યા ગયા અને સરલાએ એમને ધન્યવાદ કહીને અલવિદા કહી દીધું, પરંતુ એમને યાદ આવ્યું કે એ અમિતને નંબર આપવાનું તો એ ભૂલી ગઈ. એમણે નક્કી કરી લીધું હતું કે એ અમિત માટે કંઇક કરશે. એ અમિતના નંબર લેવા માટે દુકાન વાળા જોડે ગઈ તો એમને ખોટો નંબર મળ્યો. કોઈ પણ રીતે એમણે અમિતનો નંબર લીધો અને એમણે અમિતને સ્કુલમાં બોલાવ્યો. અમિત સાથે વાતચીત કરી ત્યારે એમને ખ્યાલ આવ્યો કે અમિતની આર્થિક સ્થિતિ સારી નથી. સરલાએ નક્કી કર્યું કે એમના બંને બાળકોને એ ફ્રી માં ભણાવશે અને જોડે જોડે અમિતને ૧૦ હજાર રૂપિયા પણ ઇનામના રૂપમાં દીધા.

dip

Leave a Reply

Top