You are here
Home > Health >

રોગપ્રતિકારક શક્તિ ને વધારવા ની સાથોસાથ આવા છે અઢળક ફાયદા, આજે જ જાણીલો આ “ગિલોય” ના ફાયદાઓ વિશે…

મિત્રો, હાલ સમગ્ર વિશ્વમા હાહાકાર મચાવી ચૂકેલ કોરોનાની સમસ્યા સામે રક્ષણ મેળવવા માટે હાલ તજજ્ઞો અને આરોગ્ય સંસ્થાઓ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની સલાહ આપવામા આવે છે. લોકો હાલ પોતાની રોગપ્રતિકારક શક્તિ મજબુત બનાવવા માટે અનેકવિધ ઔષધીઓનુ સેવન કરે છે, જેમા ગિલોયનો રસ પણ સમાવિષ્ટ છે પરંતુ, શુ તમને ખ્યાલ છે કે, આ ગિલોયના રસનુ સેવન ફક્ત રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જ નહિ પરંતુ, અન્ય અનેકવિધ બીમારીઓને દૂર કરવા માટે પણ લાભદાયી સાબિત થાય છે. તો ચાલો તેના સેવનથી થતા લાભો વિશે માહિતી મેળવીએ.

એક સંશોધનમા આ વાતનો દાવો કરવામા આવેલો છે કે, ગિલોયના રસનુ સેવન એ શરીરમા થનારી એંઠન અને જકડનની સમસ્યાને દૂર કરવા માટે લાભદાયી સાબિત થાય છે. અમુક વાર મેડિકલ ટ્રીટમેન્ટ બાદ દર્દીના શરીર જકડાઇ જતા હોય છે. ત્યારે આ સમયે આ પરિસ્થતિમાંથી બહાર આવવા માટે ગિલોયનો રસ ખુબ જ લાભદાયી સાબિત થશે.

વર્તમાન સમયમા વૃદ્ધો અને યુવાઓ બંને સાંધાના દુ:ખાવાની સમસ્યાથી પીડાતા હોય છે. આ સાંધાના દુ:ખાવાની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે પણ ગીલોયનો રસ ખુબ જ લાભદાયી સાબિત થાય છે. તેમા અમુક વિશેષ ગુણતત્વો સમાવિષ્ટ હોય છે, જે તમારા સાંધાના દુ:ખાવાની સમસ્યાને દૂર કરવા માટે સહાયરૂપ સાબિત થઇ શકે છે.

આ ઉપરાંત તેમા પુષ્કળ માત્રામા રહેલા એન્ટી-માઇક્રોબિયલ ગુણતત્વો સમાવિષ્ટ હોય છે, જે તમારા શરીરમા કોઇપણ પ્રકારના બેક્ટેરિયાને જવાથી અટકાવે છે. આ ઉપરાંત તેના સેવનથી સંક્રમક બીમારીઓનો ભય પણ ઓછો થઇ જાય છે. આ સિવાય તે તમારા શરીરમા થયેલી ઇજાને સારી કરવામા પણ મદદ કરે છે. તેમા પુષ્કળ માત્રામા એન્ટીમાઇક્રોબિયલ ગુણ તત્વો સમાવિષ્ટ હોય છે જે તમારા બ્લડ શુગર લેવલ ને નિયંત્રિત રાખે છે અને ડાયાબિટીસ ની સમસ્યા થવાની સંભાવના પણ ઘટાડે છે.

Leave a Reply

Top